Get The App

ખાદ્યતેલોની આયાત નીતિમાં કરાયેલા ઓચિંતા ફેરફારો

- આના પગલે દેશમાં હવે રિફા. પામતેલ તથા રિફા. પામોલીનની આયાત અટકશે તથા હવે માત્ર ક્રૂડ પામ ઓઈલ સીપીઓની જ આયાત થઈ શકશે એવું જાણકારો જણાવી રહ્યા હતા.

- સરકારે બહાર પાડેલા નોટિફિકેશનમાં હજી ગુંચવાડો

Updated: Jan 8th, 2020

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોની આયાત નીતિમાં કરાયેલા ઓચિંતા ફેરફારો 1 - image

મુંબઈ, તા. 08 જાન્યુઆરી 2020, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં તેની પાછળ વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા બોલાતા થયા હતા. આ દરમિયાન, દિલ્હીથી મળેલા સમાચાર મુજબ કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા રિફાઈન્ડ (આરબીડી) પામોલીન તેના આરબીડી પામ ઓઈલની આયાત પર નિયંત્રણો-અંકુશો મૂકવા નિર્ણય કર્યો છે. આના પગલે આવા તેલોની આયાત હવે રિસ્ટ્રીકટેડ  યાદીમાં  મૂકવામાં  આવી છે તતા આ વિશેનું  નોટીફિકેશન સરકારે બહાર પાડયાના નિર્દેશો મળ્યા હતા. 

દેશમાં આયાત થતા રિફાઈન્ડ પામતેલની આયાત પર નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા:આના પગલે મલેશિયા તથા ઈન્ડોનેશિયા ઉપરાંત નેપાળ, બંગલાદેશ તથા શ્રીલંકાથી ભારતમાં આવતી આવી આયાતો અટકશે

જોકે સરકારે બહાર પાડેલા નોટિફિકેશનમાં હજી ગુંચવાડો રહ્યો છે. અધર્સ ચીજોનો ઉલ્લેખ થયો છે પરંતુ આ અધર્સ ચીજો  કંઈ? એ વિશે ચોખવટ કરાઈ નથી. આ ઉપરાંત ભારતમાં મલેશિયા તતા ઈન્ડોનેશિયા ઉપરાંત નેપાળ, શ્રીલંકા, બંગલાદેશ ખાતેથી પણ આવી આયાત થઈ રહી છે એ જોતાં  હાલ તુરંત તો રિફા. પામોલીન તથા રિફા. પામતેલની  આયાત  દેશમાં  રુંધાઈ જવાની શક્યતા  સર્જાઈ છે. 

આના પગલે  મુંબઈ બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ હાજરમાં ઉછળ્યા હતા ઉપરાંત વાયદા બજારમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. દરમિયાન, બજારમાં  ચર્ચાતી  વાતો મુજબ  ભારતમાં હવે કાચું પામતેલ સીપીઓ આયાત થશે અને તેને રિફાઈન્ડ કરવું પડશે ત્યારપછી બજારમાં આવશે. દેશમાં આવા તેલનું રિફાઈનીંગ કરવા માટે પૂરતા પ્રમાણમાં રિફાઈનિંગ ક્ષમતા નથી એવું જાણકારો જણાવી રહ્યા હતા. આના પગલે ઘરઆંગણે માલની અછત સર્જાશે એવી શક્યતા છે. બજારમાં ચર્ચાતી  વાતો મુજબ દિલ્હીમાં વગ ધરાવતા  અમુક વર્ગના ઈશારે સરકારે આવો નિર્ણય કર્યો છે.

દરમિયાન આજે  એક રિફાઈનરીએ પામતેલના ડાયરેકટ ડિલીવરીના ભાવ વધારી ૧૦ કિલોના રૂ.૮૯૫ સાંજે કર્યાના સમાચાર હતા.  હવાલા રિસેલમાં  ભાવ ઉછળી રૂ.૮૮૦ સુધી બોલાયા હતા.  દરમિયાન વાયદા બજારમાં  આજે સોયાતેલના ભાવ રૂ.૯૧૧.૬૦ થયા પછી સરકારનું આ નોટિફિકેશન  બહાર પબડતાં  ભાવ ઝડપી ઉછળી ઉંચામાં  રૂ.૯૭૪ થઈ સાંજે ભાવ રૂ.૯૨૮ બોલાઈ રહ્યા હતા.

જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ ૮૦૧.૯૦ રહ્યા પચી  ઉછળી રૂ.૮૩૧.૧૦ થઈ સાંજે ભાવ  રૂ.૮૨૪ રહ્યા હતા.  દરમિયાન, મલેશિયામાં  આજે પામતેલનો વાયદો સાંજે ૪ તથા ૧૩ પોઈન્ટ  માઈનસમાં  રહ્યો હતો તથા ભારત સરકારના આવા નિર્ણય પચી હવે ત્યાં ભાવ ગુરૂવારે (આજે) વધુ તૂટવાની શક્યતા જાણકારો  બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ  હાજર બજારમાં આજે   સોયાતેલ,  સનફલાવર તેલ વિ. ખાદ્યતેલોના ભાવ પણ ઝડપી ઉંચકાયા હતા. 

આયાતી ખાદ્યતેલો ઉંચકાતાં  તેની પાછળ સિંગતેલ, કપાસિયા તેલ વિ. દેશી ખાદ્યતેલોના ભાવ પણ વધી આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન દેશમાં ઈન્ડોનેશિયા ઉપરાંત નેપાળ, બંગલાદેશ તથા શ્રીલંકાથી પણ રિફા. પામતેલ તથા રિફા. પામોલીન જે આવતું હતું તે હવે રિસ્ટ્રીકેટેડ યાદીમાં  મૂકાયું છે.  જોકે બજારના જાણકારોના જણાવ્યા  મુજબ સરકારના નોટિફિકેશનમાં  'બેન' (પ્રતિબંધ) શબ્દ વપરાયો નથી અને રિસ્ટ્રીકેટેડ (મર્યાદિત)  શબ્દનો  પ્રયોગ કરવામાં  આવ્યો છે. એ જોતાં  ા વિશે હવે  વધુ ચોખવટ સરકાર કરશે એવી શક્યતા છે.   આવા મર્યાદિત  આયાતમાં   જથ્થાત્મક અંકુશો, ક્વોટા સિસ્ટમ, અમુક બંદરોએ જ આયાત કરવી  વિ. પ્રકારના  અંકુશો આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૧થી ૨૨ પોઈન્ટ વધ્યા પચી  આજે પ્રોજેકશનમાં સાંજે ભાવ ધીમો ઘટાડો  બતાવતા હતા.   દરમિયાન આજે મલેશિયામાં એક તબક્કે પામતેલમાં રિફા. માલોના ભાવ નીચા તથા કાચા (ક્રૂડ) માલોના ભાવ  ઉંચા  બોલાવા માંડતા દિલ્હીમાં  કશું રંધાઈ  રહ્યું છે એવી ગંધ આવી ગઈ હતી એવું પણ આજે બજારમાં  ચર્ચાઈ રહ્યું હતું.   સનફલાવર તેલમાં આજે  અમુક લોકો માલો બાયબેક કરવા નિકળ્યાના પણ સમાચાર સાંજે મળ્યા હતા. કપાસિયા તેલના ભાવ પણ આજે સૌરાષ્ટ્ર પાછળ વધી આવ્યા હતા.


Tags :