શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market News : શેરબજારમાં આજે દિવસ ભારે ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે. આજે શેરબજારની શરૂઆત પહેલા દિવસમાં હરિયાળીભરી રહી હતી. સેન્સેક્સ અને નિફ્ટી પ્લસમાં ખુલ્યા હતા. જોકે જેમ જેમ ટ્રેડિંગ આગળ વધતુ ગયું તેમ તેમ બંને ઈન્ડેક્સમાં જોરદાર કડાકાની સ્થિતિ જોવા મળી અને રોકાણકારોએ વિચાર્યું પણ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઈ.
સેન્સેક્સમાં 1326 થી વધુ પોઇન્ટની ગુલાટ
માહિતી અનુસાર ગઇકાલે સોમવારે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,852.90 પોઈન્ટ રહ્યું હતું. જોકે આજે સેન્સેક્સ ચઢીને ખુલતાં 74,682.19 પોઈન્ટની ટોચે પહોંચી ગયો હતો. જોકે અચાનક જ બજારે ત્યાંથી યુ-ટર્ન મારતાં સેન્સેક્સે સીધી 73,356.71 ની નીચલી સપાટી સ્પર્શી હતી. જેના કારણે સેન્સેક્સમાં કુલ 1326 થી વધુ પોઈન્ટની ઉથલપાથલ મચી ગઇ હતી. સેન્સેક્સ આજે દિવસની શરૂઆતમાં કુલ 776 પોઈન્ટ ચઢ્યો હતો અને હાલમાં 496 પોઈન્ટ ના કડાકા પર ટ્રેડ થઇ રહ્યું છે.
નિફ્ટી પણ બેહાલ
બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો સોમવારે નિફ્ટી 22,888.95 પર ક્લૉઝ થઇ હતી. જે આજે એકઝાટકે 232 પોઈન્ટના ઉછાળા બાદ 23,120.90 ની સપાટીને સ્પર્શી ગઇ હતી. જોકે આ તેજી જળવાઈ નહીં અને પછી ટ્રેડિંગના મધ્યમાં જ નિફ્ટી ફરી ગબડીને 22,702.85 ની લૉઅર સપાટીએ પહોંચી ગઇ હતી. જે દર્શાવે છે કે નિફ્ટીમાં આજે કુલ 418 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. જોકે પછીથી થોડીક રિકવરી દર્શાવતા નિફ્ટી સમાચાર લખવા સુધીમાં 186 પોઈન્ટના કડાકા પર ટ્રેડ થઇ રહી હતી.




