ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે (સાતમી એપ્રિલ) બજાર ખુલતાંની સાથે જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ મિનિટોમાં 800 પોઇન્ટથી વધુ ગગડી જતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું
મંગળવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,106.85ની સરખામણીએ સીધો નીચે ખુલ્યો હતો. થોડી જ વારમાં તે 824 પોઇન્ટના ઘટાડા સાથે 73,282.82 ના સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 200 પોઇન્ટથી વધુના ઘટાડા સાથે 22,919ના સ્તર પર સરકી ગયો હતો. જોકે, શરૂઆતના ભારે વેચવાલીના દબાણ બાદ બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી અને અડધા કલાક બાદ સેન્સેક્સનો ઘટાડો 350 પોઇન્ટ આસપાસ સ્થિર થયો હતો.
1,300થી વધુ કંપનીઓના શેર તૂટ્યા
બજાર ખુલતાંની સાથે 1,354 કંપનીઓના શેરમાં ગાબડા પડ્યા. માત્ર 941 કંપનીઓના શેરમાં સામાન્ય સુધારો નોંધાયો. 161 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. નોંધનીય બાબત એ છે કે BSEની લાર્જ-કેપ કેટેગરીના તમામ 30 બ્લુ-ચિપ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જે બજારની નબળાઈ સ્પષ્ટ કરે છે.
ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતા આગામી દિવસોમાં પણ ભારતીય બજાર પર દબાણ બનાવી રાખે તેવી શક્યતા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.









