સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ, 41798ની ઐતહાસિક સપાટીએ પહોંચ્યો
નવી દિલ્હી, તા. 20. ડિસેમ્બર 2019 બુધવાર
વર્તમાન સપ્તાહમાં શેરબજારમાં વેપારના આખરી દિવસે એટલે કે આજે શુક્રવારે સેન્સેક્સે 41798 પોઈન્ટની ઐતહાસિક સપાટી હાંસલ કરી હતી.
અત્યાર સુધી સેન્સેક્સ ક્યારેય આ સપાટીએ પહોંચ્યો નથી.આ ખબર એવા સમયે આવી છે જ્યારે દેશમાં નાગરિકતા બિલને લઈને ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે.
આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 124 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.જેના પગલે સેન્સેક્સ 14798 પર પહોંચ્યો હતો.એક તબક્કે સેન્સેક્સે 14800ની સપાટી પણ વટાવી દીધી હતી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
બીજી તરફ નેશનલ સ્ટોક એકસચેન્જમા નિફ્ટી પણ 12281ની સપાટી પર રહ્યો હતો.સવારે જે શેરોમાં તેજી જોવા મળી હતી તેમાં એસબીઆઈ અને હીરો મોટો કોર્પનો સમાવેશ થતો હતો.
એસબીઆઈના શેરમાં 1.83 ટકા, હીરો મોટોકોર્પના શેરોમાં 1.42 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં 1.06 ટકા, ટાટા મોટર્સના શેરોમાં 0.70 ટકા તથા એલ એ્ડટીના શરેોમાં 0.48 ટકા ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે નિફ્ટીમાં યસ બેન્કના શેરમાં 6.52 ટકા, આઈશર મોટરના શેરમાં 3.05 ટકા ,ટીસીએસના શેરમાં 2.95 ટકા, ભારતી એરટેલના શેરમાં 2.74 ટકા ઉછળો જોવા મળ્યો હતો.