Business

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઓઇલ-ગેસ સંકટે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. ગુરુવારે બજાર ખુલતાંની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાન દ્વારા ગુજરાત તરફ આવતા એક જહાજ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના બાદથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો બોલાયો હતો. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલમાં 9%નો ઉછાળો આવી ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ

Stock Market Crash: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઓઇલ-ગેસ સંકટે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. ગુરુવારે બજાર ખુલતાંની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાન દ્વારા ગુજરાત તરફ આવતા એક જહાજ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના બાદથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો બોલાયો હતો. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલમાં 9%નો ઉછાળો આવી ગયો હતો. 

ઓઇલ સંકટ અને LPG કટોકટીની સીધી અસર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક 9%નો ઉછાળો આવતાં વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. ભારતમાં પણ LPG સંકટ (LPG Crisis) ઘેરાતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. ગુરુવારે કારોબાર શરૂ થતાં જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,863થી ગગડીને 76,369 પર ઓપન થયો હતો અને ગણતરીની મિનિટોમાં 978 પોઇન્ટના ઘટાડા સાથે 75,871 પર આવી ગયો હતો.

નિફ્ટીમાં પણ મોટું ગાબડું

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટીમાં પણ હાહાકાર જોવા મળ્યો હતો. નિફ્ટી તેના અગાઉના બંધ 23,866ના મુકાબલે ઘટીને 23,674 પર ઓપન થયો હતો અને જોતજોતામાં 23,556ના લેવલ પર પહોંચી ગયો હતો. માર્કેટ ખુલતાંની સાથે જ 1,597 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે માત્ર 643 શેરમાં જ સામાન્ય તેજી જોવા મળી હતી.

આ દિગ્ગજ શેરોમાં ગાબડાં

યુદ્ધ અને ઓઇલના ભાવ વધારાને કારણે એવિએશન અને ઑટો સેક્ટરના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ તૂટેલા શેરોની યાદી નીચે મુજબ છે:

કંપનીનું નામઘટાડો (%)
Eternal (Zomato)4.30%
M&M3.20%
Maruti2.25%
Trent2.10%
IndiGo2.00%
ICICI Bank

1.90%


મિડકેપ શેરોમાં Bharat Forge (4%), APL Apollo (2.90%) અને Ashok Leyland (2.60%)માં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક બજારોમાંથી મળ્યા ખરાબ સંકેત

ભારતીય બજારમાં આ કડાકા પાછળ વૈશ્વિક સંકેતો જવાબદાર હતા. ગત રાત્રે અમેરિકી બજારોમાં થયેલા ઘટાડા બાદ આજે એશિયન માર્કેટ પણ ક્રેશ જોવા મળ્યા હતા. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ 180 પોઇન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે.