Business

શેરબજારમાં ફરી મોટી ઉથલપાથલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા બાદ જબરદસ્ત રિકવરી

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
તહેવારોમાં પણ શેરબજારમાં ભારે કડાકા બાદ અચાનક ગુલાંટ જોવા મળી હતી. આજે સપ્તાહના પ્રથમ જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 609 પોઈન્ટ ઘટ્યા બાદ 15 મિનિટમાં 783 પોઈન્ટ રિકવર થઈ 73250 પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 213 પોઈન્ટ ઘટ્યા બાદ 272 પોઈન્ટ ચઢી 22659.10 પર પહોંચ્યો હતો. મિડલ ઈસ્ટના તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે રોકાણકારોએ વેચવાલી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં ફરી મોટી ઉથલપાથલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા બાદ જબરદસ્ત રિકવરી

Stock market News :Stock market News : તહેવારોની સિઝનમાં પણ શેરબજારમાં સતત કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રથમ જ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીના કારણે મોટો કડાકો બોલાઈ ગયો હતો. જોકે પછીથી મોટી ઉથલપાથલ જોવા મળી. જોકે સતત ટ્રેડિંગના ચાર દિવસ કડાકા બાદ આજે પાંચમા દિવસે પણ મસમોટો કડાકો બોલાયા બાદ બજારે અચાનક જ ગુલાંટ મારી હતી અને . 15 મિનિટમાં જ આજના નીચલા સ્તરેથી 783 પોઈન્ટની રિકવરી સેન્સેક્સ ફરી એકવાર 73250 ના લેવલે પહોંચી ગયો હતો.

સેન્સેક્સમાં કડાકા બાદ એકદમ રિકવરી

આજના કારોબાર દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ તેના આગામી દિવસના બંધ ભાવ 73,123.83 ની સામે ઘટીને 72,990.04 ના મથાળે ખુલ્યો હતો. બજાર શરૂ થતાં જ વેચવાલીનું જોર વધતા સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને 72,708.16 ની સપાટી આસપાસ કારોબાર કરી રહ્યો હતો, જેમાં ઇન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સમાં 609 પોઈન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં શેરબજારે અચાનક જ ગુલાંટ મારી હતી અને આજની નીચલી સપાટીએથી રોલર કોસ્ટરની જેમ સેન્સેક્સ સીધો 783 પોઇન્ટ ચઢી ગયો હતો. હાલમાં સેન્સેક્સ 73250ના લેવલે ટ્રેડ થઇ રહ્યો છે.

તે જ પ્રમાણે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના અગાઉના બંધ ભાવ 22,600.00 ની સરખામણીએ ગગડીને 22,524.40 પર ઓપન થયો હતો. શરૂઆતી કારોબારમાં જ નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાતા તે ઘટીને 22,466.35 ના સ્તર પર પહોંચ્યો હતો, જેમાં આજના સત્ર દરમિયાન 213 પોઈન્ટ સુધીનો કડાકો બોલાયો હતો. જોકે નિફ્ટીએ પણ ગુલાંટ મારતા ફરી એકવાર તેજી બતાવી હતી. આજના નીચલા સ્તર 22,387.35 થી નિફ્ટી વધીને 22659.10 ની સપાટીએ સ્પર્શી ગઈ હતી. 272 પોઈન્ટ ચઢી ગઈ હતી.

બજાર કેમ તૂટ્યું? જાણો મુખ્ય કારણો

શેરબજારમાં આવેલા આ કડાકા પાછળ વૈશ્વિક પરિબળો મુખ્ય જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સાઉદી અરેબિયા પરના હુમલાઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા છ મહિનાની ઉચ્ચ સપાટી આસપાસ મંડરાઈ રહ્યા છે એટલે કે આજે ક્રૂડ ઓઇલની કિંમત 109 ડૉલરની આજુબાજુ નોંધાઈ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી દેશમાં મોંઘવારી વધવાનો ડર સતાવી રહ્યો છે, જેના પગલે સેન્ટ્રલ બેંકો દ્વારા મોનિટરી ટાઈટનિંગ (monetary tightening) અને વ્યાજદર સંબંધિત કડક પગલાં લેવાની આશંકાએ રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ અને વેચવાલી કરી હતી. પરિણામે બજારમાં મંદીનું જોર જોવા મળ્યું છે. જોકે બજારની ગુલાંટથી ફરી એકવાર રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા હશે.