Today Stock Market Crash : મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો BSE સેન્સેક્સમાં પણ 3.26 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિફ્ટી 50, નિફ્ટી આઇટી અને નિફ્ટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.
સેન્સેક્સમાં 2,496.89 પોઇન્ટનો ઘટાડો
સેક્સેક્સ ગઈકાલે 74,750.92 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે 74,750.92 પોઇન્ટ પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સૌથી ઊંચા મથાળે 75,354.18 પોઇન્ટ પર સ્પર્શ્યા બાદ નીચેમાં 73,950.95 પોઇન્ટ પર પહોંચ્યું હતું, છેવટે દિવસના અંતે 3.26 ટકાના ઘટાડા સાથે 74,207.24 પોઇન્ટ પર બંધ થયું હતું. એટલે કે આજે સેન્સેક્સમાં 2,496.89 પોઇન્ટનો ઘટાડો થયો છે.
NIFTY 50માં 775 પોઇન્ટનો કડાકો
નિફ્ટી 50ની વાત કરીએ તો આજે તેમાં 3.26 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 23,777.80 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે 23,197.75 પોઇન્ટ પર ખુલ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 50 ઊંચા મથાળે 23,378.70 પોઇન્ટ પર સ્પર્શ્યું હતું અને નીચામાં 22,930.35 પોઇન્ટ પર પહોંચ્યું હતું. છેવટે દિવસના અંતેર નિફ્ટી 50 23,002.15 પર બંધ થયું છે. એટલે કે આજે નિફ્ટી 50માં 775.65 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિફ્ટી બૅંકમાં પણ કડાકો
નિફ્ટી બૅંક આજે 3.39 ટકા એટલે કે 1,875.05ના મોટા ઘટાડા સાથે 53,451 પોઇન્ટ પર બંધ છે. નિફ્ટી બૅંક ગઈકાલે 55,326.05 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે 53,474.55 ખુલી હતી. દિવસ દરમિયાન ઊંચામાં 54,150.30 પોઇન્ટ અને નીચામાં 53,240.60 પોઇન્ટ નોંધાયો હતો. એટલે કે તેમાં 1875.05 પોઇન્ટનો મોટો કડાકો નોંધાયો છે.
આ પણ વાંચો : સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો
NIFTY IT અને NIFTY AUTOમાં પણ ઘટાડો
આ ઉપરાંત નિફ્ટી આઇટીમાં 3.31 ટકા એટલે કે 979.70 પોઇન્ટનો કડાકો નોંધાયો છે અને આજે તે 28,579.60 પોઇન્ટ પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી ઓટોમાં 4.25 ટકા એટલે કે 1,088.95 પોઇન્ટનો કડાકો નોંધાયો છે અને તે 24,509.90 પોઇન્ટ પર બંધ થયું છે.
શેરબજારના સૌથી સક્રિય શેરો પણ ગગડ્યા
શેરબજારના સૌથી સક્રિય શેરો(Most Active Stocks)ની વાત કરીએ તો, HDFC Bank, Reliance, ICICI Bank અને લાર્સન (Larsen) જેવી અગ્રણી કંપનીઓના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. એચ.ડી.એફ.સી. બૅંકમાં સૌથી વધુ 5.32 ટકાનો ઘટાડો થયા બાદ ભાવ 798.20 રૂપિયા પર પહોંચ્યો છે. રિલાયન્સ 1.65 ટકાના ઘટાડા સાથે 1,384.80 રૂપિયા પર, લાર્સનમાં 4.81 ટકાના ઘટાડા સાથે ભાવ 3,434.50 રૂપિયા પર પહોંચ્યો છે. આ ઉપરાંત ICICI Bankમાં 3.04 ટકાના ઘટાડા સાથે શેરનો ભાવ 1,250.10 પર પહોંચ્યો છે.
યુદ્ધની અસર માર્કેટ પર
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મધ્ય-પૂર્વના દેશોમાં પહોંચવાની સાથે વિશ્વના અનેક દેશો સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધા કારણે વૈશ્વિક માર્કેટની ચિંતામાં વધારો થયો છે. યુદ્ધના કારણે ઊર્જા સેક્ટરને સૌથી મોટી અસર થઈ છે. ગઈકાલે ઈઝરાયલે ઈરાનના મુખ્ય ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો તો ઈરાને કતારમાં વિશ્વની સૌથા મોટા LNG પ્લાન્ટને ટાર્ગેટ કર્યું હતું. આ કારણે ઊર્જા પુરવઠાને મોટી અસર થવાની આશંકા વ્યક્ત થઈ છે.
આ પણ વાંચો : 1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડૉક્યુમેન્ટ જરૂરી બની જશે!


