Get The App

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર

- ૨૦૧૯માં SGBમાં ઓફલાઇન રૂ. ૨૯૫૨ અને ઓનલાઈન ૨૯૦૨ના ભાવે ખરીદેલ યુનિટની રીડમ્પશન કિંમત રૂ. ૧૨,૮૦૧

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર 1 - image


અમદાવાદ : સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજીનો માહોલ છે. સોનાને ઓછા વળતરના સુરક્ષિત રોકાણ માનીને ઈન્વેસ્ટ કરનારા સોવરિન બોન્ડ ગોલ્ડ ફંડના રોકાણકારોને અણધાર્યો જેકપોટ મળ્યો છે. 

૨૦૧૯માં ખરીદેલા સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) આજે રોકાણકારો માટે જેકપોટ સાબિત થઈ રહ્યાં છે. આ સોવરિન બોન્ડે છ વર્ષમાં ૩૩૦ ટકાથી વધુનું વળતર આપીને સૌને ચોંકાવી દીધા છે. રસપ્રદ વાત એ છે કે આ રોકાણની ટકાવારી ઈન્વેસ્ટર્સને આ બોન્ડ પર મળેલા વ્યાજ વિનાના આંકડા સાથેની છે. 

બોન્ડના સંચાલનકર્તા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૧મી ડિસેમ્બરના દિવસે રિડમ્પશન કિંમત ૧૨,૮૦૧ રૂપિયા નિર્ધારિત કરી છે. એક્ઝિટ લેવા ઈચ્છુક રોકાણકારોએ રિડેમ્પશન અરજીઓ સબમિટ કરી છે તેમને આ લાભ મળશે. બાકીના રોકાણકારો આગામી વિન્ડો ખુલવા સુધી રાહ જોઈ શકે છે અથવા એક્સચેન્જ પર ડાયરેક્ટ જ વેચી શકે છે. આરબીઆઈ દ્વારા રિડમ્પશન માટે નિર્ધારિત દર ૨૦૧૯ના રોકાણ કરેલા રકમની સામે ૩૩૩ ટકાનું બમ્પર વળતર છે. આ એસજીબી બોન્ડ ૧૧ જૂન, ૨૦૧૯ના રોજ જારી કરવામાં આવ્યો હતો 

૨૦૧૯માં એસજીબીમાં ઓફલાઇન રોકાણકારોએ પ્રતિ ગ્રામ રૂ. ૨૯૫૨ તો ઓનલાઈન રોકાણકારોએ રૂ. ૨૯૦૨ના ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદ્યું હતુ. જોકે ૮, ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના સરેરાશ ભાવને આધારે આજે રીડમ્પશન કિંમત રૂ. ૧૨,૮૦૧ પ્રતિ યુનિટે આરબીઆઈએ સોનું પરત લીધું છે. શરત અનુસાર એસજીબી ઇશ્યૂ તારીખથી પાંચ વર્ષ પછી અને ફક્ત વ્યાજ ઉપાર્જિત થાય તે તારીખો પર જ રીડિમ કરી શકાય છે.

Tags :