Business

કોર્પોરેટ ક્ષેત્રે મંદી, ઓર્ડર ૪૬% ઘટી ૧૩ માસના તળિયે

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભૂ-રાજકીય તણાવ અને પશ્ચિમ એશિયાના સંકટને કારણે કંપનીઓ તથા ગ્રાહકો માટે ખર્ચ વધ્યો છે. મે 2026માં નવા ઓર્ડર પ્રાપ્તિમાં 8%નો ઘટાડો થયો, જે 13 મહિનાનો સૌથી નીચો આંક છે. એલ્યુમિનિયમ અને તાંબાના ભાવમાં તીવ્ર વધારો થતાં પાવર ઇક્વિપમેન્ટ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. નબળા ચોમાસાની આગાહીથી ગ્રામીણ ક્ષેત્રોમાં માંગ ઘટવાનું જોખમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેટ ક્ષેત્રે મંદી, ઓર્ડર ૪૬% ઘટી ૧૩ માસના તળિયે
  • ભૂ-રાજકીય તણાવને કારણે કંપનીઓ અને ગ્રાહકો માટે ખર્ચમાં વધારો
    અમદાવાદ : કોર્પોરેટ ક્ષેત્રના રિપોર્ટ મુજબ મે ૨૦૨૬ માં નવા ઓર્ડર પ્રાપ્તિમાં ઘટાડો થયો છે. આ ઘટાડો માસિક અને વાર્ષિક બંને રીતે જોવાયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના વિશ્લેષણ મુજબ, મે મહિનામાં રૂ. ૩૯,૧૦૦ કરોડના નવા ઓર્ડર પ્રાપ્ત થયા હતા, જે એપ્રિલની તુલનામાં ૮ ટકાનો ઘટાડો છે, જ્યારે આશરે રૂ. ૪૨,૫૦૦ કરોડના ઓર્ડર પ્રાપ્ત થયા હતા. મે ૨૦૨૫ માં પ્રાપ્ત થયેલા ?રૂ. ૬૮,૦૦૦ કરોડની તુલનામાં આ ૪૬ ટકાનો ઘટાડો પણ હતો. આ આંકડો ૧૩ મહિનામાં સૌથી નીચો છે.
    પશ્ચિમ એશિયાના સંકટને કારણે એલ્યુમિનિયમ અને તાંબાના ભાવમાં તીવ્ર વધારો થતાં પાવર ઇક્વિપમેન્ટ ઉદ્યોગ પર ખર્ચનું દબાણ વધ્યું : નબળા ચોમાસાની બજાર પર અસર
    તાજેતરના ક્વાર્ટરમાં પ્રોજેક્ટ એવોર્ડ્સમાં મંદીથી રોડ ડેવલપર્સની ઓર્ડર બુક પર અસર પડી છે એમ ઈકરા એ જણાવ્યું હતું. ઈકરાના મતે, યુએસ-ઈરાન કરાર અને ચોમાસાની પ્રગતિ અંગે વધુ સ્પષ્ટતા સાથે આગામી મહિનામાં માંગની સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે. સામાન્ય કરતાં ઓછા ચોમાસાની અપેક્ષાઓ ગ્રામીણ-લક્ષી ક્ષેત્રો જેમ કે એફએમસીજી, ટુ-વ્હીલર્સ, ટ્રેક્ટર અને કૃષિ-રસાયણોમાં માંગ ઓછી થવાનું જોખમ ઊભું કરે છે.
    સ્થિર આવકના વલણો શહેરી વપરાશને થોડો ટેકો પૂરો પાડી શકે છે, પરંતુ ક્રૂ૨ડ ઓઇલના વધતા ભાવ અને રૂપિયાના અવમૂલ્યનને કારણે ફુગાવાનું દબાણ ચાલુ રહેશે, જે વપરાશ-આધારિત ક્ષેત્રોમાં વેચાણ વૃદ્ધિને મર્યાદિત કરી શકે છે, અને એકંદર માંગ વાતાવરણ પડકારજનક રહેશે.
    ઈરાન યુદ્ધ પછી વધતા ભૂ-રાજકીય તણાવને કારણે કંપનીઓ અને ગ્રાહકો માટે ખર્ચમાં વધારો થયો અને આર્થિક પ્રવૃત્તિ પર અસર પડી છે. પશ્ચિમ એશિયાના સંકટ અને ઓરમાંથી પ્રાથમિક ધાતુ કાઢતા ઔદ્યોગિક પ્લાન્ટમાં વિક્ષેપોને કારણે ભારતના પાવર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી ઉદ્યોગો વધતા ખર્ચના દબાણનો સામનો કરી રહ્યા છે. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ અને તાંબાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. લંડન મેટલ એક્સચેન્જ પર એલ્યુમિનિયમના ભાવ ૨૦૨૪માં ૨,૩૦૦ થી૨,૬૦૦ ડોલર પ્રતિ ટનથી વધીને ૩,૮૦૦ ડોલર પ્રતિ ટન થઈ ગયા છે. જોકે, છેલ્લા ૧૦ દિવસમાં ભાવમાં થોડો ઘટાડો થયો છે.
    ૨૦૨૫ની શરૂઆત અને મે-જૂન ૨૦૨૬ વચ્ચે બેન્ચમાર્ક એલ્યુમિનિયમના ભાવ ૩૦ થી ૩૫ ટકા વધ્યા હતા, જ્યારે મે મહિનામાં તાંબાના ભાવ રેકોર્ડ ૧૩,૦૦૦ ડોલર પ્રતિ ટન વટાવી ગયા હતા અને ૧૪,૦૦૦ ડોલર સુધી પણ પહોંચી ગયા હતા.
    ખાણ મંત્રાલયના માસિક ડેટા અનુસાર, જે નાણાકીય વર્ષ ૨૪ માં સરેરાશ કિંમતની તુલનામાં લગભગ ૨૮ ટકાનો વધારો દર્શાવે છે.