વિતેલા ડિસેમ્બર માસમાં SIPની એસેટ્સ વધીને રૂા. 3.17 ટ્રીલીયનની ઓલટાઇમ હાઇસપાટીએ
- ડેટ, લિક્વિડ ફંડમાંથી ભંડોળ પાછું ખેંચાતા મ્યુ. ફંડોની એસેટ્સમાં બે ટકાનો ઘટાડો
મુંબઈ, તા. 08 જાન્યુઆરી 2020, બુધવાર
વિતેલા ડિસેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્ર ડેટસ્કીમો અને લિક્વિડ ફંડોમાંથી ભંડોળ પાછું ખેંચાતા ફંડોની એસેટ્સમાં બે ટકાનો ઘટાડો જોવાયો હતો.મ્યુ. ફંડોની સંસ્થા એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)એ જાહેર કરેલા ડેટા મુજબ ગત માસ દરમિયાન મ્યુ. ફંડોની એસેટ્સ રૂા. ૨૬.૫૪ ટ્રીલીયનની સપાટીએ રહી હતી. તે અગાઉના નવેમ્બર માસ દરમિયાન રૂા. ૨૭.૦૪ ટ્રીલીયનની ઓલટાઇમ હાઇ સપાટીએ હતી. આમ ડિસેમ્બરમાં એસેટ્સમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ડિસેમ્બર માસ દરમિયાન મ્યુ. ફંડોમાંથી રૂા. ૬૧૮૧૦ કરોડ પાછા ખેંચાયા હતા. જે તેની અગાઉના માસે એટલે કે નવેમ્બરમાં ફંડોમાં રૂા. ૫૪૪૧૯ કરોડનું નવું રોકાણ ઠલવાયું હતું.
મ્યુચ્યુઅલ ફંડોમાં ડિસેમ્બર ૨૦૧૯માં રૂ.૬૧,૮૧૦ કરોડની જાવક નોંધાઈ છે. જે નવેમ્બર, ૨૦૧૯માં રૂ.૫૪,૪૧૯ કરોડની આવક નોંધાઈ હતી. ફંડ મેનેજરોએ આ એસેટ બેઝમાં રૂ.૭૮,૯૪૦ કરોડનો ઘટાડો ડેટ ઓરિએન્ટેડ સ્કિમોમાંથી જાવકને પરિણામે રહ્યો હોવાનું જણાવ્યું છે. ડેટ ઓરિએન્ટેડ સ્કિમોમાં લિક્વિડ ફંડો, ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ અને કમર્શિયલ પેપર સહિતનો સમાવેશ છે. જેમાં રૂ.૭૧,૦૦૦ કરોડથી વધુ જાવક થઈ છે. આ ઉપરાંત ઓવરનાઈટ ફંડો જે એક દિવસીય મુદતની સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે એની રૂ.૮૮૦૦ કરોડની જાવક રહી છે. જો કે બેંકિંગ અને પીએસયુ ફંડોમાં હાઈ રેટેડ બોન્ડસમાં ઊંચી ફાળવણી રૂ.૪૭૭૦ કરોડની રહી છે.
ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડો સતત આકર્ષક રહી ડિસેમ્બરમાં રૂ.૪૪૩૨ કરોડની આવક રહી છે. જે નવેમ્બરમાં રૂ.૯૩૩ કરોડની ચોક્ખી આવક અને ઓકટોબરમાં રૂ.૬૦૧૫ કરોડની ચોખ્ખી જાવક રહી હતી. રીટેલ ઈન્વેસ્ટરોનો સતત સારો પ્રતિસાદ રહ્યો છે. પડકારરૂપ આર્થિક પરિસ્થિતિ છતાં રીટેલ રોકાણકારોનો રોકાણ પ્રવાહ જળવાયો છે. જે એસઆઈપીઝ થકી રોકાણ પ્રવાહમાં સતત વધારા થકી જોવાયું છે.
ઉપલબ્ધ ડેટા મુજબ ડિસેમ્બરમાં ઇક્વિટી ફંડોમ રૂા. ૪૪૩૨ કરોડનું નવું ભંડોળ ઠલવાયું હતું. જે અગાઉ નવેમ્બરમાં રૂા. ૯૩૩ કરોડ અને ઓક્ટોબરમાં રૂા. ૬૦૧૫ કરોડ હતું.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ (સિપ) થકી ડિસેમ્બરમાં રૂા. ૮૫૧૮ કરોડ ઠલવાયા હતા. આ સાથે સિપની એસેટ્સ વધીને રૂા. ૩.૧૭ ટ્રીલીયનની સપાટીએ પહોંચી હતી.
ડિસેમ્બરમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રૂા. ૨૭ કરોડનું નવું ભડોળ ઠલવાયું હતું.