Get The App

સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ફરી ઉંચકાયા આયાતી ખાદ્યતેલોમાં આગળ ધપતી તેજી

- દિવેલ તથા એરંડા હાજર અને વાયદા બજારમાં ભાવમાં ઘટાડો

Updated: Nov 28th, 2019

GS TEAM

Google News
Google News
સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ફરી ઉંચકાયા આયાતી ખાદ્યતેલોમાં આગળ ધપતી તેજી 1 - image


મુંબઈ,28 નવેમ્બર 2019 ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ મથકો પાછળ ફરી વધી આવ્યા હતા. આયાતી ખાદ્યતેલો પણ મક્કમ હતા. તેલના વાયદા બજારમાં  આરંભમાં ભાવ નીચા રહ્યા પછી  બપોર પછી ભાવ ઉછળ્યા હતા. 

 વિશ્વ બજારમાં  મલેશિયામાં  પામતેલનો વાયદો ચાલુ બજારે એક તબક્કે ૪૦થી ૪૨ પોઈન્ટ ગબડયા પછી ભાવ ફરી ઉછળતાં દિવસના અંતે વાયદો ૩૦, ૪૯, ૩૯ તથા ૨૮ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યાના  સમાચાર હતા. ત્યાં  પામ પ્રોજકટના બાવ આજે ૧૦થી ૧૨.૫૦ ડોલર ઉછળ્યા હતા.  દરમિયાન અમેરિકામાં શિકાગો સોયાતેલવાયદો ઓવરનાઈટ ૧૫ પોઈન્ટ વધ્યા પછી આજે ત્યાં  તહેવારના કારણે પ્રોજેકશનમાં ભાવ બંધ  રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ બજારમાં  આજે હાજરમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૨૦ વાળા રૂ.૧૦૩૦ રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ ભાવ ઉછળી રૂ.૯૭૫થી ૯૮૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૯૦થી ૧૬૦૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૫૦થી ૭૫૩ રહ્યા હતા. 

જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૮૦૦ રહ્યા હતા.  મુંબઈ બજારમાં આજે  પામતેલના ભાવ વધી હવાલા રિસેલના રૂ.૭૪૫ તથા જેએનપીટીના રૂ.૭૪૦ રહ્યા હતા.  પામતેલમાં રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીમાં આજે ૭૪૪થી ૭૪૭માં ડિસેમ્બર ડિલીવરીના આશરે ૭૦૦થી ૮૦૦ ટનના વેપારો થયા હતા તથા આ વેપારો થયા પછી રિફાઈનરીઓએ  ભાવ વધારી રૂ.૭૪૮ કર્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, આજે  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૬૬૮ રહ્યા હતા જ્યારે  સીપીઓ વાયદાના ભાવ રૂ.૬૬૪.૬૦ થયા પછી  ભાવ ઉછળી રૂ.૬૭૪ થઈ સાંજે ભાવ રૂ.૬૭૨.૫૦ રહ્યા હતા. જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૯૮.૭૫ રહ્યા પછી ભાવ વધી રૂ.૮૧૦.૯૦ થઈ સાંજે ભાવ રૂ.૮૦૯.૬૦ રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે બજાર ભાવ સોયાતેલના ડિગમના રૂ.૭૮૦ તથા રિફા.ના રૂ.૭૯૦ રહ્યા હતા.  જ્યારે સનફલાવરના ભાવ મસ્ટર્ડના ભાવ રૂ.૮૪૦ રહ્યા હતા.  જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૧૦ વાળા ૧૩૦૦ રહ્યા હતા.  દિવેલના ભાવ આજે ૧૦ કિલોના  રૂ.પાંચ નરમ રહ્યા હતા. 

 જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ ૪૨૫૦ વાળા ૪૨૨૫ રહ્યા હતા.  જયારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૫૦ વાલા ૪૨૨૫ રહ્યા હતા.  મુંબી ખોળ બજારમાં  આજે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૧૦૦૦ વાળા ૨૧૫૦૦ રહ્યા હતા. 

 જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ વાળા ઘટી રૂ.૩૨૮૭૦ બોલાતા થયા હતા.  જોકે અન્ય ખોળો  શાંત હતા.  એરંડા વાયદા બજારમાં આજે સાંજે ડિસેમ્બરના ભાવ રૂ.૨૪ ઘટી રૂ.૪૧૬૨ બોલાઈ રહ્યા હતા.  

વિશ્વ બજાર ઉંચકાઈ ; પામતેલમાં ૮૦૦ ટનના વેપાર થયા ; વાયદા બજારમાં બપોર પછી ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો

Tags :