Get The App

ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક 1 - image


Silver Price News : ભારતીય કોમોડિટી બજાર (MCX)માં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટી તોડી છે, જ્યારે સોનામાં પણ મજબૂત તેજી નોંધાઈ છે, જેનાથી રોકાણકારોને બમ્પર કમાણી થઈ છે.

ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો 

લેટેસ્ટ આંકડા મુજબ, MCX પર ચાંદીના માર્ચ 2026ના વાયદાના ભાવમાં ₹3700નો તોતિંગ ઉછાળો નોંધાયો છે. આ 1.72%ના વધારા સાથે ચાંદીનો ભાવ ₹2,23,430 પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ છે.

સોનામાં પણ ઉછાળો 

ચાંદીની સાથે સોનાએ પણ રોકાણકારોને નિરાશ કર્યા નથી. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹381નો વધારો જોવા મળ્યો છે. આ 0.28%ની તેજી સાથે સોનાનો ભાવ ₹1,38,312 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

તેજીના કારણો શું? 

બુલિયન માર્કેટમાં આવેલી આ રેકોર્ડબ્રેક તેજીએ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. વૈશ્વિક બજારોના સંકેતો અને રોકાણકારોના સુરક્ષિત રોકાણ તરફના ઝુકાવને કારણે કિંમતી ધાતુઓમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.