Get The App

ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર

- યુએસમાં વ્યાજ દર ઘટાડાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. સોનાના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં તેની ઈમ્પેક્ટ ઝવેરી બજાર પર તેજીની આવી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૮૪૦૦૦ની ટોચે પહોંચ્યા હતા.

ચાંદીના ભાવ ચાર દિવસમાં રૂ.૧૦ હજાર ઉછળ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ ના ભાવ રૂ.૧૩૨૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૮૦૦ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૮૫૪૮૮ વાળા વધુ વધી રૂ.૧૮૮૨૮૧ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૭૨૭૬ વાળા વધી રૂ.૧૨૮૦૮૧ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૭૮૮ વાળા વધી રૂ.૧૨૮૫૯૬ રહ્યા હતા.   દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ પા ટકાનો ઘટાડો કરાતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

વૈશ્વિક સોનાના ભાવ ઔંશના વધી ૪૨૪૭ થઈ ૪૨૧૫થી૪ ૪૨૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના વધી ઉંચામાં ૬૨.૮૮થી ૬૨.૨૪ ડોલર રહ્યા હતા.  દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ જો કે ઘટાડા પર રહ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી નીચામાં ૬૧.૨૦૯ થઈ ૬૧.૪૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૫૧ થઈ ૫૭.૭૮ ડોલર રહ્યા હતા.

Tags :