Get The App

Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ 1 - image


Silver Price : અત્યાર સુધી અનેક લોકો સોનામાં રોકાણ કરવાને શ્રેષ્ઠ વિકલ્પ માનતા હતા. જોકે હવે સોનાની કિંમતો કરતા ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં સિલ્વરમાં ગોલ્ડથી વધુ રિટર્ન મળ્યું છે. ચાંદીનો વેપાર કરનારાનાઓનું માનવું છે કે, આગામી દિવસોમાં સોના કરતાં ચાંદીની કિંમતમાં ઝડપી વધારો થઈ શકે છે. તાજેતરની વાત કરીએ તો ભારતીય માર્કેટમાં ચાંદીનો ભાવ પહેલી વખત 1.14 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા છ મહિનામાં એટલે કે, આ વર્ષે ચાંદીની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે.

ચાંદીની કિંમત વધવાનું કારણ

વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના વિશ્લેષણ બાદ નિષ્ણાંતોનું માનવું છે કે, ‘સિલ્વરનો પ્રતિ કિલો ભાવ ભવિષ્યમાં 1.40 લાખ સુધી અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં વધતી જતી માંગ, આર્થિક પરિસ્થિતિ અને રોકાણકારોના ચાંદીમાં વધતા રસના કારણે 2026 સુધીમાં ચાંદીની કિંમત બે લાખ પર પહોંચી શકે છે.’ કેટલાક નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે, ‘કિંમતી ધાતુની માંગ વધતા અને ઔદ્યોગિક સેક્ટરમાં વધતી જતી માંગના કારણે ચાંદીની કિંમતમાં ઉછાળો થયો છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ચાંદીની માંગ અને પુરવઠામાં ઘણુ અંતર જોવા મળ્યું છે. કેટલાક રિપોર્ટ મુજબ તેની કિંમત 2025માં ગમે ત્યારે 700 મિલિયન ઔંશથી પણ વધુ પર પહોંચી શકે છે.

ગ્રીન એનર્જી અને રોકાણના કારણે માંગ વધી

વિશ્વભરમાં પરંપરાગત વાહનોના બદલે ગ્રીન-એનર્જીનું ચલણ વધી રહ્યું છે. સોલાર પેનલ, ઈલેક્ટ્રીક વાહન અને ઈલેક્ટ્રોનિક્સનું માર્કેટ પણ હરણફાળગતિએ આગળ વધી રહ્યું છે. આ તમામમાં ચાંદીનો ઉપયોગ થતો હોવાથી તેની માંગ પણ વધી રહી છે, જેના કારણે તેની કિંમતો પણ દિવસે ને દિવસે વધી રહી છે. બીજીતરફ મોંઘવારીથી બચવા માટે ચાંદીમાં રોકાણ વધી રહ્યું છે, જેના કારણે ભારતમાં ચાંદીના ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) પણ લોકપ્રિય બની રહ્યું છે. દેશમાં ઈટીએફ હોલ્ડિંગ 1200 મેટ્રીક ટનને પાર પહોંચી ગયું છે. એટલું જ નહીં વિશ્વભરમાં રાજકીય તણાવ, અમેરિકાની વેપાર નીતિ મામલે અનિશ્ચિતતા ઉભી થવાના કારણે પણ તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકન ડૉલરની કમજોરી, ટેરિફ ટ્રેડ અને અમેરિકાની ધીમી પડી ગયેલી અર્થવ્યવસ્થાના કારણે રોકાણકારો રોકાણ કરવા માટે ચાંદીને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો?

ભારતમાં ચાંદીના ભાવનો ઈતિહાસ

  • 1981 - Rs.2715
  • 1982 - Rs.2720
  • 1983 - Rs.3105
  • 1984 - Rs.3570
  • 1985 - Rs.3955
  • 1986 - Rs.4015
  • 1987 - Rs.4794
  • 1988 - Rs.6066
  • 1989 - Rs.6755
  • 1990 - Rs.6463
  • 1991 - Rs.6646
  • 1992 - Rs.8040
  • 1993 - Rs.5489
  • 1994 - Rs.7124
  • 1995 - Rs.6335
  • 1996 - Rs.7346
  • 1997 - Rs.7345
  • 1998 - Rs.8560
  • 1999 - Rs.7615
  • 2000 - Rs.7900
  • 2001 - Rs.7215
  • 2002 - Rs.7875
  • 2003 - Rs.7695
  • 2004 - Rs.11770
  • 2005 - Rs.10675
  • 2006 - Rs.17405
  • 2007 - Rs.19520
  • 2008 - Rs.23625
  • 2009 - Rs.22165
  • 2010 - Rs.27255
  • 2011 - Rs.56900
  • 2012 - Rs.56290
  • 2013 - Rs.54030
  • 2014 - Rs.43070
  • 2015 - Rs.37825
  • 2016 - Rs.36990
  • 2017 - Rs.37825
  • 2018 - Rs.41400
  • 2019 - Rs.40600
  • 2020 - Rs.63435
  • 2021 - Rs.62572
  • 2022 - Rs.55100
  • 2023  - Rs.78600
  • 2024 - Rs.95700
  • 2025 - Rs.114000

આ પણ વાંચો : 21 વર્ષની થતાં જ દીકરીને મળશે રૂ. 71,00,000, જાણો સરકારી યોજનામાં કેટલું કરવું પડશે રોકાણ

Tags :