મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સરકારે ચાંદીની ઈમ્પોર્ટ પર અંકુશો લાદતાં તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજરામાં ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨ લાખ ૬૫ હજાર થયા હતા.
અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વુ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૧૧૨ ડોલર થયા પછી ઘટયા હતા ઈરાનના ઓઈલ પરના અંકુશો હળવા કરાશે એવા સંકેતો અમેરિકાએ આપ્યા હતા. દરમિયાન, ભારતમાં ચાંદીની ઈમ્પોર્ટ પર સરકારે વિવિધ અંકુશો લાદતાં વિશ્વ બજારમાં આજે એક તબક્કે ચાંદીના ભાવ તૂટી ગયા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઉછળ્યા હતા.
વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૭૫.૯૯થી ૭૬.૦૦ ડોલર વાળા નીચામાં ભાવ ૭૩.૮૮ થયા પછી ઉંચામાં ભાવ ૭૭.૦૭ થઈ ૭૬.૭૫થી ૭૬.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૫૪૧ વ ાળા નીચામાં ભાવ ૪૪૮૦ તથા ઉંચામાં ભાવ ૪૫૬૬ થઈ ૪૫૫૩થી ૪૫૫૪ ડોલર રહ્યા હતા. ડોલરના ભાવ વધી રૂ.૯૬.૩૪ થઈ રૂ.૯૬.૩૧ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતોલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલના ૧૧૨ થઈ ૧૦૯.૬૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૮.૭૦ થઈ ૧૦૫.૨૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૭૧૦૭ તથા ૯૯૯ના રૂ.૧૫૭૭૩૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૦૦૦ વધી રૂ.૨૬૮૦૪૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૯૫૭ તથા ઉંચામાં ૨૦૦૦ ડોલર થઈ ૧૯૬૮ૅથી ૧૯૬૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૮૬ તથા ઉંચામાં ૧૪૩૯ થઈ ૧૪૧૬થી ૧૪૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, ચીનમાં ક્રૂડતેલનુ ઉત્પાદન એપ્રિલમાં ૧.૨૦ ટકા વધ્યાના સમાચાર હતા. તથા ત્યાં એપ્રિલમાં ઉત્પાદન ૧૭૯થી ૧૮૦ લાખ ટન થયાના સમાચાર હતા. ભારતમાં રશિયાથી ક્રૂડ ઓઈલની ઈમ્પોર્ટ ચાલુ રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.


