Business

વાયદા બજારમાં ચાંદી નવી રૅકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

By GS TEAM
16 Jan 20262 mins read
TukuTouch Logo
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા અને રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલીના દબાણને કારણે શુક્રવારે ભારતીય વાયદા બજાર(MCX)માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ચાંદી નવી રૅકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

Silver and Gold Price News : આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા અને રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલીના દબાણને કારણે શુક્રવારે ભારતીય વાયદા બજાર(MCX)માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા હતા.

ચાંદીમાં 4400 રૂપિયાથી વધુનો કડાકો 

ચાંદીના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. MCX પર 5 માર્ચ, 2026ના વાયદામાં ચાંદીનો ભાવ પાછલા બંધ ભાવ ₹2,91,577 સામે ₹2,87,127 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધુ ગગડીને ₹2,85,513 સુધી પહોંચી ગયો હતો. આમ, ચાંદીમાં લગભગ ₹4,475નો ઘટાડો નોંધાયો, જે 1.53%નો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ચાંદી ગઈકાલે મોટા ઘટાડા બાદ નવી ઓલટાઇમ હાઇ સપાટી 290000ને ક્રોસ કરી ગઈ હતી. 

સોનામાં પણ નરમાઈ 

સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના વાયદામાં સોનાનો ભાવ પાછલા બંધ ભાવ ₹1,43,121 સામે ₹1,42,589 પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન ભાવ ₹1,42,400 સુધી નીચે ગયો હતો. આમ, સોનામાં ₹511નો ઘટાડો નોંધાયો, જે 0.36%ની નરમાઈ દર્શાવે છે.

ઘટાડા પાછળના કારણો

આ ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે :

નફારૂપી વેચવાલી: પાછલા કેટલાક સત્રોમાં સોના-ચાંદીના ભાવ રૅકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું શરુ કર્યું છે.

નરમ વૈશ્વિક સંકેતો: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પ્રત્યેના નરમ વલણ અને યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ અંગેના હકારાત્મક નિવેદનોને કારણે ભૂ-રાજકીય તણાવ ઘટ્યો છે. આનાથી સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો થયો છે.

મજબૂત ડૉલર: યુએસ ડૉલર મજબૂત થવાને કારણે પણ સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ મોટી રાજકીય અસ્થિરતા ન સર્જાય, ત્યાં સુધી સોના-ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળા માટે બંને ધાતુઓના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે.