Get The App

ચાંદી શિખર પરથી રૂ. ૧૫ હજાર ગબડી

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદી શિખર પરથી રૂ. ૧૫ હજાર ગબડી 1 - image

- ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતા ભાવમાં ટોચ પરથી તીવ્ર કડાકો બોલાયો

- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ 150 થી 200 ડોલર ગબડયા : કોપરમાં પણ કડાકો

- ચાંદીમાં ભાવ શનિવારે વધી રૂ. 252000 થયા પછી સોમવારે તૂટી રૂ. 237000 બોલાયા : સોનામાં પણ રૂ. 3000નો કડાકો

- સોનું 1,42000

- ચાંદી 2,37000

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજીને બ્રેક વાગી હતી તથા કિંમતી ધાતુઓના ભાવ ટોચ પરથી ઝડપી ઉંધા માથે પટકાયા હતા. 

વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ઘર આંગણે ઇમ્પોર્ટ  કોસ્ટ ઝડપથી નીચે ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ. ૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂ. ૧૪૧૭૦૦ તથા ૯૯૯ના રૂ. ૧૪૨૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ. ૧૫ હજારના કડાકા વચ્ચે રૂ. ૨૩૭૦૦૦ બોલાઇ જતાં બજારના ખેલાડીઓ અવાક બની ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ શનિવારે રૂ. ૧૯ હજાર વધ્યા પછી આજે સોમવારે રૂ. ૧૫ હજાર તૂટી ગયા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ શનિવારે રૂ. ૨૫૦૦ વધ્યા પછી સોમવારે ભાવ રૂ. ૩૦૦૦ ગબડયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૩૪ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૪૪૩૪ થઇ ૪૪૫૧થી ૪૪૫૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૯.૨૮ ડેલરથી ઘટી નીચામાં ૭૪.૨૮ થઇ ૭૪.૯૫થી ૭૪.૯૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ કિંમતી ધાતુઓના ભાવ ઉંધામથાળે પટકાયા હતા.

વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં શિકાગો એક્સચેન્જમાં ચાંદીના વાયદામાં  તેજીવાળાઓ પર માર્જીનમાં  વૃદ્ધી કરાતા વિશ્વ બજારમાં ચાંદીમા ઉંચા મથાળે  આજે  વ્યાપક વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં આવુ માર્જીન વાયદા બજારમાં ૩૦૦૦ ડોલર વધુ ૨૫ હજાર ડોલર કરાયાના વાવડ મળ્યા હતા.  ચાંદી વાયદામાં  સટ્ટા રૂપી સોદાઓને કાબુમાં રાખવા આવા માર્જીનંમાં વૃદ્ધી કરાઇ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદી વાયદામાં તેજીવાળા પર માર્જીન વધતાં તેજીવાળા વેંચવા નિકળતા મંદીવાળા પણ ઉછાળે વેંચવા નિકળ્યા હતા.

દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ. ૧૩૯૪૦૦ વાળા તૂટી રૂ. ૧૩૬૨૩૩ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ. ૧૩૯૯૫૦ વાળા રૂ. ૧૩૬૭૮૧ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ. ૨૪૮૦૦૦ વાળા ગબડી રૂ. ૨૩૫૪૪૦ બોલાયા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓમાં આજે ઉંચા મથાળે ગાબડા પજડયા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૪૫૯ વાળા નીચામાં ભાવ ૨૨૪૪ થઇ ૨૨૯૯થી ૨૩૦૦ ડોલર રહ્યા હતા.