Get The App

સિલ્વર ETF એ 11 મહિનામાં 100 ટકાથી પણ વધુ વળતર પુરૂ પાડયું

- ઔદ્યોગિક માંગ વધતા ચાંદીમાં મજબુતાઈ

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
સિલ્વર ETF એ 11 મહિનામાં 100  ટકાથી પણ વધુ વળતર પુરૂ પાડયું 1 - image


અમદાવાદ : માત્ર ભૌતિક ચાંદી જ નહીં, પરંતુ સિલ્વર ઈટીએફએ પણ આ વર્ષે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. સિલ્વર ઈટીએફએ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૦%થી વધુ વળતર આપ્યું છે.

હાલમાં, ૨૧ ચાંદી આધારિત સિલ્વર ઈટીએફ અને FoF છે, જેણે આ સમયગાળા દરમિયાન સરેરાશ ૯૮.૫૧% વળતર આપ્યું છે. આ ૨૧ ફંડ્સમાંથી, ૧૦ ફંડ્સે ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૧૦૦% થી વધુ વળતર આપ્યું છે.

યુટીઆઈ સિલ્વર ઈટીએફ એ ૨૦૨૫ માં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૦૦.૮૯% વળતર આપ્યું છે. તે પછી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સિલ્વર ઈટીએફ આવે છે, જેણે ૧૦૦.૭૨% વળતર આપ્યું છે.

એચડીએફસી  સિલ્વર ઈટીએફ અને એસબીઆઈ સિલ્વર ઈટીએફ એ ૨૦૨૫ માં અત્યાર સુધીમાં અનુક્રમે ૧૦૦.૨૯% અને ૧૦૦.૦૪% વળતર આપ્યું છે. નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ઈટીએફ એ ૯૯.૯૮% વળતર આપ્યું છે.

આ જ સમયગાળા દરમિયાન એક્સિસ સિલ્વર ઈટીએફ અને ટાટા સિલ્વર ઈટીએફ  FOF એ અનુક્રમે ૯૪.૩૮% અને ૯૨.૫૨% વળતર આપ્યું છે.વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને ઔદ્યોગિક માંગ વધતા ચાંદીમાં મજબુતાઈ રહી છે.

Tags :