Get The App

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ 1 - image


Silver and Gold Price News : સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રૅકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગઈ હતી. 

સોનામાં પણ તેજીનો માહોલ

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રૅકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 139873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરુઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 140444 રૂપિયાની સપાટીનો નવો રૅકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે? 

નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રૅકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 300000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 160000ને પાર થઈ શકે છે.