Get The App

એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો

- એપ્રિલ-જૂન ૨૦૨૪માં ૨૦૯ મિલિયન ડોલર ઠલવાયા હતા

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો 1 - image


અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળામાં સરકારી મંજૂરી માર્ગ દ્વારા ભારતમાં વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)માં ઉછાળો જોવા મળ્યો છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો સાયપ્રસમાંથી ઠલવાયો હતો. એપ્રિલ-જૂનમાં સરકારી માર્ગ દ્વારા એફડીઆઈ એક વર્ષ પહેલાની સરખામણીમાં પાંચ ગણાથી વધુ વધ્યું હતું અને ૧.૩૬ બિલિયન ડોલરને સ્પર્શ્યું હતું. 

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશ્લેષણ મુજબ, એપ્રિલ-જૂન ૨૦૨૪માં ફક્ત ૨૦૯ મિલિયન ડોલર સરકારી મંજૂરી માર્ગ દ્વારા આવ્યા હતા જ્યારે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫માં તે ૩૬૦ મિલિયન ડોલર હતું.

અર્થતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ દ્વારા એફડીઆઈને મંજૂરી આપવાના નિયમો છે. ફક્ત અણુ ઊર્જા અને સંરક્ષણ જેવા કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં જ સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે. બેંકિંગ, વીમા, ટેલિકોમ, ફાર્મા અને ઉડ્ડયનના ભાગો જેવા ક્ષેત્રોમાં જો વિદેશી રોકાણકારોનો હિસ્સો એક મર્યાદા પાર કરે તો સરકારની મંજૂરી જરૂરી છે. ક્ષેત્રોમાં મર્યાદા અલગ અલગ હોય છે.

ભારત સાથે સરહદ ધરાવતા દેશો ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાંથી પણ એફડીઆઈ સરકારી મંજૂરી માર્ગમાંથી પસાર થવું પડે છે.ભારતમાં કંપનીઓના હાલના શેરના સંપાદન માટે એફડીઆઈ, એપ્રિલ-જૂનમાં વાર્ષિક ધોરણે ૧૧.૨% ઘટીને ૩.૭૩ બિલિયન ડોલર થયું હતું. જોકે, જાન્યુઆરી-માર્ચની સરખામણીમાં તે બમણાથી વધુ વધી ગયું હતું. 

Tags :