- IPO માટે શેર બ્રોકર રેગ્યુલેશન, મ્યુ. ફંડોના ધોરણોમાં ફેરફારોને સેબી બોર્ડની મંજૂરી
- મ્યુ. ફંડ બ્રોકરેજ 6 બેઝિઝ પોઈન્ટ મર્યાદિત કરાઈ : બેઝ એક્સપેન્સ રેશિયોમાંથી તમામ સ્ટેચ્યુટરી લેવીને બાકાત રાખવા મંજૂરી : આઈપીઓ લોક-ઈન ધોરણો, ડિસ્કલોઝર ધોરણોમાં ફેરફારોને મંજૂર
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની આજે ચેરમેન તુહિન કાંતા પાંડેના નેતૃત્વમાં મળેલી બોર્ડ મીટિંગમાં અપેક્ષા મુજબ સિક્યુરિટીઝ માર્કેટ સંબંધિત અનેક સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડો, શેર બ્રોકર્સ માટેના ધોરણો-રેગ્યુલેશન્સમાં ફેરફારોને મંજૂરી આપીને કામગીરીને સરળ બનાવી છે.
સેબીએ ખર્ચમાં પારદર્શકતા લાવવા અને રોકાણકારો પરનો ખર્ચ બોજ ઘટાડવાના ઉદ્દેશથી મ્યુચ્યુઅલ ફંડો માટેના નિયમોમાં ફેરફારને મંજૂર કર્યા છે. બોર્ડે કુલ એક્સપેન્શ રેશીયો (ટીઈઆર) માળખામાં ફેરફારને મંજૂર કર્યા છે, જેમાં ટીઈઆર ગણતરીઓમાંથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી), જીએસટી, સ્ટેમ્પ ડયુટી અને કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેક્સ જેવા કાનૂની વસૂલાતને બાકાત રાખવાનો સમાવેશ થાય છે. જે બ્રોકરેજ અને ડિસ્ટ્રીબ્યુશન કમિશન પર કડક મર્યાદાઓને પણ મંજૂરી આપી છે. જ્યારે ચોક્કસ સ્કિમ માટે કામગીરી સાથે ખર્ચને સાંકળી લેવાને મંજૂરી આપવામાં આવી છે. સેબી બોર્ડે વ્યાપક સમીક્ષા પછી ૧૯૯૬ માળખાનને બદલે સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) નિયમનો, ૨૦૨૬ને મંજૂરી આપી છે.
સ્ટેચ્યુટરી લેવીઝ (એસટીટી, સીટીટી, જીએસટી, સ્ટેમ્પ ડયુટી, સેબી અને એક્સચેન્જ ફીઝ વગેરે) ચાર્જિસ હવે વાસ્તવિક, બેેઝ એક્સચેન્સ રેશિયો (બીઈઆર)થી વધુ વસૂલવમાં આવશે. એક્ઝિટ લોડ સાથે સંકળાયેલા વધારાના પાંચ બેઝિઝ પોઈન્ટ ખર્ચ ભથ્થાને દૂર કરવામાં આવ્યો છે. બ્રોકરેજ મર્યાદાઓને તર્કસંગત બનાવવામાં આવી છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી કેશ ટ્રાન્ઝેકશન માટે ચૂકવવામાં આવતી બ્રોકરેેજ મર્યાદાને બે બેઝિઝ પોઈન્ટથી વધારીને ૬ બેઝિઝ પોઈન્ટ કરી છે. હાલમાં, ફંડ મેનેજરો તેમના પોર્ટફોલિયોમાં શેર ખરીદવા અને વેચવા માટે બ્રોકરેજ તરીકે ૧૨ બેઝિઝ પોઈન્ટ સુધી ચૂકવણી કરે છે. સેબીએ ડેરિવેટિવ મ્યુચ્યુઅલ ફંડ સોદા મમાટે બ્રોકરેજ દર ૧થી ૨ બેઝિઝ પોઈન્ટ (લેવી સિવાય)માં બદલ્યા છે.
ટોટલ એક્સચેન્જ રેશિયો (ટીઈઆર)માં હવે બીઈઆર, બ્રોકરેજ અને કાનૂની-નિયમનકારી લેવીનો સમાવેશ થશે. સેબીએ ઈન્ડેક્સ ફંડ્સ, ઈટીએફ માટે બેઝ એક્સપેન્સ રેશિયો મર્યાદા ૧.૦ ટકાથી ઘટાડીને ૦.૯ ટકા કરી છે. સેબીએ લિક્વિડ સ્કિમ આધારિત ફંડ ઓફ ફંડ્સ માટે બેઝ એક્સપેન્સ રેશિયો ૦.૯ ટકા કર્યો છે. સેબીએ ક્લોઝ-એન્ડેડ ઈક્વિટી સ્કિમ્સ માટે બેઝ એક્સપેન્સ રેેશિયો ૧.૨૫ ટકા સામે હવે ૧ ટકા કર્યો છે.
સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ બોર્ડ મીટિંગ બાદ સંવાદદાતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, પાનાની સંખ્યા ૧૬૨થી ઘટાડીને ૮૮ કરવામાં આવી છે. નવા નિયમોમાં શબ્દોની સંખ્યા લગભગ ૫૪ ટકા ઘટાડીને અગાઉની ૬૭૦૦૦ શબ્દોથી ઘટાડી ૩૧,૦૦૦ જેટલા શબ્દોની થઈ ગઈ છે.
આ દરમિયાન સેબી બોર્ડ દ્વારા સ્ટોક બ્રોકર નિયમનકારી માળખામાં વ્યાપક સુધારાને મંજૂરી આપી, જેમાં ત્રણ દાયકા જૂના સેબી (સ્ટોક બ્રોકર્સ) રેગ્યુલેશન, ૧૯૯૨ને સેબી (સ્ટોક બ્રોકર્સ) રેગ્યુલેશન, ૨૦૨૫ સાથે બદલવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ બજાર પ્રણાલીઓને આધુનિક બનાવવા, પાલનને સરળ બનાવવા અને વિક્સિત ટ્રેડિંગ મોડેલોમાં સ્પષ્ટતા લાવવાનો છે. આ સુધારામાં અલ્ગોરિધમિક ટ્રેડિંગને ઔપચારિક વ્યાખ્યા, પ્રોપરાઈટરી ટ્રેડિંગ માટે સ્પષ્ટ ધોરણો અનને એક્ઝિક્યુશન-ઓનલી પ્લેટફોર્મ્સ (ઈઓપીઝ) માટે નિયમનકારી માળખું રજૂ કરવામાં આવ્યું છે. જે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોને સરળ બનાવે છે. મુખ્ય વ્યાખ્યામાં ક્લિયરીંગ મેમ્બર, પ્રોફેશનલ ક્લિયરિંગ મેમ્બર, પ્રોપરાઈટરી ટ્રેડિંગ મેમ્બર, પ્રોપરાઈટરી ટ્રેડિંગ અને નિયુક્ત ડિરેકટરનો સમાવેશ થાય છે. જેમાં અસ્પષ્ટતા દૂર કરવા અને સમકાલીન બજાર માળખાનને પ્રતિબિંબિત કરવા માટે અપડેેટ કરવામાં આવી છે.
સેબીએ અગાઉ સર્કયુલરો થકી રહેલી જોગવાઈઓને એકીકૃત કરી છે અનને વર્તમાન બજાર વાસ્તવિકતાઓ સાથે સુસંગત ન હોય એવી પુનરાવર્તિત અથવા અપ્રચલિત આવશ્યકતાઓને દૂર કરી છે. નવા નિયમો ૧૧ પ્રકરણમાં ફરીથી ગોઠવવામાં આવ્યા છચે, જે સ્ટોક બ્રોકર નિયમનના તમામ મહત્વપૂર્ણ પાસાઓને આવરી લે છે. સેબી ચેરમેનનું કહેવું છે કે, આ સુધારાનો પ્રથમ ઉદ્દેશ્ય પુનરાવર્તિત અને બિનજરૂરી જોગવાઈઓને સક્રિય રીતે દૂર કરવાનો અને અન્ય નિયમનકારી માળખા સાથે સંરેખિતનો હતો. નિયમો હવે સ્ટોકબ્રોકરોને લાગુ પડતી ઓફ-રાઈટ ચૂકવણી જવાબદારીઓને સ્પષ્ટપણે ઓળખે છે, જેમાં ક્લાયન્ટ ફંડ્સ અને સિકયુરિટીઝના રક્ષણ, જોખમ વ્યવસ્થાપન, આંતરિક નિયંત્રણો અને સાયબર સુરક્ષા તેમ જ સાયબર-રેઝિલયન્સ માળખા સાથે પાલન સંબંધિત જોગવાઈઓનો સમાવેશ છે.
સંયુક્ત નિરીક્ષણોને સક્ષણ કરવા, એકાઉન્ટ્સ બુક્સની ઈલેક્ટ્રોનિક જાળવણીને મંજૂરી આપવી અને રિપોર્ટિંગ આવશ્યકતાઓને તર્કસંગત બનાવવા જેવા પગલાં દ્વારા પાલન હળવું કરવામાં આવ્યું છે. સ્ટોક એક્સચેન્જને સ્ટોકબ્રોકર્સ માટે પ્રથમ-લાઈન નિયમનકારો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં બિન-અનુપાલનની જાણ કરવા, ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ સબમિટ કરવા અને એક્સચેન્જોને એકાઉન્ટ્સ બુક્સના જાળવણી સ્થળની જાહેરાત માટેના સુધારેલા ધોરણો છે.
પ્રાઈમરી માર્કેટ-આઈપીઓ સંબંધિત સેબી બોર્ડે લોક-ઈન આવશ્યકતાઓને લગતા ઓપરેશનલ પડકારોનો સામનો કરવા માટે આઈપીઓ નિયમોમાં સુધારાને મંજૂરી આપી છે. નિયમનકારે પ્લેજ્ડ પ્રી-ઈસ્યુ શેરને લોક-ઈન તરીકે યોગ્ય રીતે ચિહ્વત કરવા માટે ટેકનોલોજી-સક્ષમ પદ્વતિને જાહેર કરી, જે ઈસ્યુઅર્સ અને ઈન્ટરમીડિયરી માટે પાલન સરળ બનાવે છે. બોર્ડે આઈપીઓ ડિસ્કલોઝરને વધુ રોકાણકાર ફ્રેન્ડલી બનાવવા માટે, મુખ્ય માહિતી સુધી મર્યાદિત, સંક્ષિપ્તત પ્રોસ્પેક્ટસને સંક્ષિપ્ત ઓફર ડોક્યુમેન્ટ સારાંશ સાથે બદલવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.
સેબીએ જણાવ્યું છે કે, આઈપીઓ લાવવા માગતી કંપનીઓએ ડીઆરએચપી ફાઈલ કરતી વખતેે ઓફર ડોક્યુમેન્ટ્સનો સારાંશ આપવો આવશ્યક છે. ઉપરાંત, આઈપીઓ બાઉન્ડ કંપનીના બિન-પ્રમોટર્સ દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેર નોન-ટ્રાન્સફરેબલ હોવા જોઈશે. આઈપીઓ ડોક્યુમેન્ટ ખાસ કરીનને ડીઆરએચપી ઘણીવાર ખૂબ લાંબા હોય છેે, જેના કારણે રોકાણકારો માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. પરામર્શ દરમિયાન, સારાંશ ડોક્યુમેન્ટ પ્રદાન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બોર્ડે હવે નિર્ણય લીધો છે કે, આ ઉદ્દેશ્ય સંક્ષિપ્ત પ્રોસ્પેક્ટસ દ્વારા વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. ડ્રાફ્ટ તબક્કે ક્યુઆર કોડ સાથે ડ્રાફ્ટ સંક્ષિપ્ત પ્રોસ્પેક્ટસ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
કન્સલ્ટેશન પેપરમાંથી એકમાત્ર ફેરફાર એ છે કે, અલગ સારાંશ પ્રકાશિત કરવાને બદલે, સંક્ષિપ્ત પ્રોસ્પેક્ટસ હવે ડ્રાફ્ટ તબક્કે જ પ્રદાન કરવામાં આવશે. પ્રી-ઈસ્યુ કેપિટલ માટે ઓટોમેટિક લોઈ-ઈન. હાલમાં પ્રમોટર્સના શેર છ મહિના માટે લોક-ઈન હોય છે, અને નોન-પ્રમોટર શેર માટે છ મહિના માટે લોક-ઈન હોવું પણ જરૂરી છે. જેના ઉકેલ માટે, આઈસીડીઆરમાં જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી ડિપોઝિટરીઝને પ્લેજને સીધા હેન્ડલ કરવાની મંજૂરી મળે. આનાથી શેર પ્લેજ કરવામાં આવે ત્યારે પણ ઓટોમેટિક લોક-ઈન થઈ શકશે, જે કંપનીઓ માટે પાલનને સરળ બનાવશે એમ સેબી ચેરમેેને કહ્યું હતું.


