Get The App

શેરબજારમાં રોકાણનું કચ્ચરઘાણ : સેન્સેક્સ 900 તો નિફ્ટી 264 પોઈન્ટ તૂટતા રોકાણકારોને ભારે નુકસાન

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસર

સવારે ઓપનિંગ બેલથી 11 વાગ્યા સુધીમાં બજારમાં રોકાણકારોનું નુકસાન 6 દિવસમાં 22 લાખ કરોડને વટાવી ગયું હતું

Updated: Oct 26th, 2023

GS TEAM

Google News
Google News
શેરબજારમાં રોકાણનું કચ્ચરઘાણ : સેન્સેક્સ 900 તો નિફ્ટી 264 પોઈન્ટ તૂટતા રોકાણકારોને ભારે નુકસાન 1 - image

Share Market Today | આજે સ્ટોક માર્કેટ માટે ગુરુવારનો દિવસ ભારે સાબિત થયો. સવારે ઓપનિંગ બેલ સાથે કડાકાની શરૂઆત થઈ હતી અને આખો દિવસ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરને પગલે ભારતીય શેરબજારમાં પણ વેચવાલીનો માહોલ સતત જોવા મળ્યો હતો. 6 દિવસના વેપારની વાત કરીએ તો આ વખતે બજારમાં રોકાણકારો અત્યાર સુધી આશરે 22 લાખ કરોડનું નુકસાન કરી ચૂક્યા છે.  

સેન્સેક્સ-નિફ્ટીની કેવી રહી હાલત? 

આજે સેન્સેક્સમાં (Sensex) વેપાર સત્રના અંતે 900.91 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. 1.41 ટકાના આ ઘટાડા સાથે સેન્સેક્સ હવે 63148.15 પોઈન્ટની સપાટી સુધી પહોંચી ગયું છે. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સની (Nifty) વાત કરીએ તો તેમાં 264.90 પોઈન્ટનો કડાકો બોલાયો હતો જે આશરે 1.39 ટકા થતો હતો. તેની સાથે હવે નિફ્ટી પણ 18857.25ની સપાટીએ ગગડી ગયું છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 1.29 ટકાના કડાકા સાથે 551.85 પોઇન્ટનો ઘટાડો થયો હતો જે હવે 42280.15ની સપાટીએ પહોંચી ગયું છે. 

કયા કયા ક્ષેત્રો રહ્યા નુકસાનમાં?

બજારમાં આજે ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી ક્ષેત્રો નુકસાન કરવામાં અગ્રેસર રહ્યા હતા. વોલેટાલિટી ઈન્ડેક્સ પણ 3.69 ટકા રહ્યું હતું. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર... 

એક તરફ ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે (Israel-Hamas War) વિશ્વભરનું ધ્યાન તેની તરફ જ છે ત્યારે શેરબજારમાં પણ તેની અસર દેખાઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે શેરબજાર (Stock Market) માં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. અત્યાર સુધીમાં છેલ્લાં 6 દિવસોની સ્થિતિ પર નજર કરશો તો રોકાણકારોના લગભગ 22 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. 

શેરબજારમાં રોકાણનું કચ્ચરઘાણ : સેન્સેક્સ 900 તો નિફ્ટી 264 પોઈન્ટ તૂટતા રોકાણકારોને ભારે નુકસાન 2 - image

Tags :