Get The App

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો?

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? 1 - image


Stock Market News : ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અત્યંત ખરાબ સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો સેન્સેક્સ ઇન્ડેક્સ ગત બંધની સરખામણીએ 944 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી પણ શરૂઆતની મિનિટોમાં જ 275 પોઇન્ટ નીચે સરકી ગયો હતો.

માર્કેટ ખુલતાની સાથે જ ગભરાટ ફેલાયો 

સેન્સેક્સ તેના પાછલા બંધ 77,328ની સામે 76,638ના સ્તરે ઓપન થયો હતો અને માત્ર 5 મિનિટના ટ્રેડિંગમાં જ તે ઘટીને 76,363 પર આવી ગયો હતો. નિફ્ટીની હાલત પણ આવી જ રહી હતી, જે 24,176થી તૂટીને 23,895ના લેવલ પર પહોંચી ગયો હતો.

બજારમાં કડાકા પાછળના મુખ્ય કારણો

PM મોદીની અપીલ: વડાપ્રધાને દેશવાસીઓને સોનું ન ખરીદવા અને ઇંધણની બચત કરવાની અપીલ કરી છે. પાડોશી દેશોમાં ચાલતા યુદ્ધની ભારત પર થતી અસર અંગેના તેમના નિવેદને બજારમાં ચિંતા જગાવી છે.

ક્રૂડ ઓઇલમાં ઉછાળો: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા વિલંબમાં પડતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 3%નો ઉછાળો આવ્યો છે.

મોંઘવારીનો ડર: ગ્લોબલ ટેન્શન વધવાને કારણે મોંઘવારી વધવાની શક્યતાએ રોકાણકારોનો ઉત્સાહ ઘટાડ્યો છે.

કયા શેરોમાં ગાબડું પડ્યું?

બજારમાં ચારેબાજુ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. ટાઇટન (6.50%), ઇન્ડિગો (4%), અને SBI(3.50%)ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ICICI બૅંક જેવા દિગ્ગજ શેરો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ, મુથૂટ ફાયનાન્સ અને પેટીએમ જેવા શેરોમાં પણ 1.5%થી 3.4% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.