Get The App

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા!

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! 1 - image

 AI IMAGE


Know Why Stock Market Crash : શેરબજારમાં શુક્રવારે ભારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટીને 81,700ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 200 પોઇન્ટથી વધુ ઘટીને 25,300ના તળીયે પહોંચી હતી. નિફ્ટી બૅંકમાં પણ અંદાજે 500 પોઇન્ટનો મોટો કડાકો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે BSE માર્કેટ કેપમાં ₹3.35 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

શેરબજાર લાલઘુમ

BSEના ટોપ 30 શેરોમાંથી માત્ર 6 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે બાકીના 24 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી મોટો ઘટાડો એરટેલ, ઇન્ડિગો અને મારુતિ જેવા શેરોમાં 2 ટકાથી વધુનો રહ્યો હતો. આઇટી, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સને બાદ કરતાં બાકીના તમામ સેક્ટર્સ નેગેટિવમાં કારોબાર કરી રહ્યા છે.

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો

Renaissance Global: શેર 11% ઘટીને ₹130ની નીચે આવી ગયો.

CreditAccess Grameen અને વિશાલ મેગા માર્ટ: શેરોમાં 7%નો ઘટાડો નોંધાયો.

કરુર વૈશ્ય બૅંક: શેરમાં 5%નો ઘટાડો.

ટાટા કોમ્યુનિકેશન: 4%થી વધુનો ઘટાડો.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

શેરબજારમાં ઘટાડો કેમ આવ્યો?

વૈશ્વિક બજારોમાં નરમાઈને પગલે આ કડાકો જોવા મળ્યો હતો. અમેરિકન S&P 500 અને યુરોપિયન બજારોમાં નબળાઈ જોવા મળી છે. એશિયન બજારોએ પણ NASDAQની નબળાઈની અસર જોવા મળી. જેના કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું હતું. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે. ગુરુવારે FII એ અંદાજે રૂપિયા 3,465.99 કરોડના શેર વેચ્યા, જેનાથી બજાર વધુ નબળું પડ્યું હતું. 'ડરનો ઇન્ડેક્સ' ગણાતો ઇન્ડિયા VIX આશરે 3% વધીને 13.44ના સ્તર પર પહોંચ્યો છે. જે બજારમાં અસ્થિરતા અને ડરનો માહોલ દર્શાવે છે. ઉપરાંત એરટેલ અને ઇન્ડિગો જેવા મોટા શેરોમાં તીવ્ર ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

બજારની સ્થિતિ: આંકડાની નજરે

કુલ 4,144 શેરોમાંથી 2,475 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 1,483 શેરમાં તેજી જોવા મળી હતી. 186 સ્થિર રહ્યા હતા. જેમાં કોઈ મોટા ફેરફારો નોંધાયા નહોતા. 83 શેર 52 વીકના હાઇ પર પહોંચ્યા હતા. જ્યારે 256 શેર 52 વીકના લો પર પહોંચ્યા હતા. 140 શેરોમાં અપર સર્કિટ અને 132 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી.