બેંકિંગ શેરોની આગેવાનીએ સપ્તાહના અંતે તોફાની તેજી : સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળીને 41575 : સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ
- નિફટી સ્પોટ ૧૧૯ પોઈન્ટ વધીને ૧૨૨૪૫ : બેંકિંગ, ઓટો, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : એફઆઈઆઈની કેશમાં રૂ.૮૧ કરોડ, ડીઆઈઆઈની કેશમાં રૂ.૧૨૬ કરોડની ચોખ્ખી ખરીદી
- પીએસયુ બેંકોને સરકારની ફાળવણી : ફંડોની વર્ષાંતે એનએવી બેઝડ શેરોમાં મોટી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના શેર બજારોમાં પૂરું થવામાં છે, ત્યારે ફંડોની શેરોમાં એનએવી બેઝડ આક્રમક ખરીદી જોવાઈ હતી. કેન્દ્ર સરકારે પીએસયુ બેંકો યુકો બેંક સહિતમાં નવી પ્રેફન્શિયલ મૂડી લાવતાં પીએસયુ બેંકોની હાલત સુધરવાની અપેક્ષાએ અને હવે નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ફોરેન ફંડોનું એલોકેશન સ્મોલ, મિડ કેપ શેરોમાં વધવાની અપેક્ષાએ ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં એનએવી બેઝડ મોટી ખરીદી કરી હતી. આ સાથે ઈન્ડેક્સ બેઝડ ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, આઈટી, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પીએસયુ બેંકોમાં નવી મૂડી લાવવાના સરકારના નિર્ણયની સાથે સાથે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ ફરી આક્રમક લેવાલી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ રીટેલના શેર ધારકોને ચાર શેર સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એક શેર એક્સચેન્જમાં આપવાની સ્વોપ ઓફર કરાતાં આ આકર્ષણે ફંડોની શેરમાં ફરી મોટી લેવાલી થઈ હતી. આ સાથે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, ફાર્મા, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ૪૧૧.૩૮ પોઈન્ટની છલાંગે ૪૧૫૭૫.૧૪ અને નિફટી સ્પોટ ૧૧૯.૨૫ પોઈન્ટ વધીને ૧૨૨૪૫.૮૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ફરી ઈન્ટ્રા-ડે ૪૧૬૦૦ની સપાટી કુદાવી ૪૧૬૧૧ થઈ અંતે ૪૧૧ પોઈન્ટ વધીને ૪૧૫૭૫
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકામાં નાસ્દાકમાં અમેઝોનની પાછળ રેકોર્ડ તેજી સાથે આજે એશીયાના બજારોમાં પણ મજબૂતીએ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૬૩.૭૬ સામે ૪૧૨૯૭.૦૮ મથાળે ખુલ્યો હતો. જે કેન્દ્ર સરકારે યુકો બેંક, અલ્હાબાદ બેંક અને આઈઓબીને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ થકી રૂ.૮૬૫૫ કરોડ આપવામાં આવતાં બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં ફંડોની તેજીએ એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક સહિતમાં વધી આવતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, સન ફાર્મા, મારૂતી સુઝુકી, ટાટા સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે અને હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આકર્ષણે એક સમયે વધીને ૪૧૬૧૧.૨૭ સુધી પહોંચી અંતે ૪૧૧.૩૮ પોઈન્ટ વધીને ૪૧૫૭૫.૧૪ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૨૦૦નો કોલ ૩૫.૫૫ થી વધીને ૯૩.૦૫ : નિફટી ૧૨,૨૦૦નો પુટ ૮૨.૬૦ થી ઘટીને ૨૧.૭૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની આજે આક્રમક લેવાલી થઈ હતી. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૩,૪૨,૮૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૫૪૯.૨૯ કરોડના કામકાજે ૩૫.૫૫ સામે ૫૪ મથાળે ખુલીને નીચામાં ૩૯.૯૫ થઈ વધીને ૯૮.૮૦ સુધી જઈ અંતે ૯૩.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૩,૬૧,૫૨૪ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૧૯૪.૪૩ કરોડના કામકાજે ૮૨.૬૦ સામે ૬૧.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૩.૯૫ થઈ ઘટીને ૨૧.૪૦ સુધી આવી અંતે ૨૧.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૩,૨૧,૦૩૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૯,૬૮૨.૪૨ કરોડના કામકાજે ૧૧.૨૫ સામે ૧૭ મથાળે ખુલીને નીચામાં ૧૨.૬૦ થઈ વધીને ૩૭.૮૦ સુધી પહોંચી અંતે ૩૪.૮૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૧,૯૯,૫૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૮,૧૩૩.૦૫ કરોડના કામકાજે ૩૪.૮૦ સામે ૩૪.૪૫ મથાળે ખુલીને નીચામાં ૭.૦૫ સુધી પટકાઈ અંતે ૭.૨૦ રહ્યો હતો.
નિફટી સ્પોટ ફરી ૧૨૨૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૨૨૫૮ સુધી જઈ અંતે ૧૧૯ પોઈન્ટ વધીને ૧૨૨૪૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૧૨૬.૫૫ સામે ૧૨૧૭૨.૯૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં લેવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટોમાં આકર્ષણે અને આઈઓસી, યુપીએલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, વેદાન્તા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ગ્રાસીમ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૧૨૨૫૮.૪૫ સુધી પહોંચી અંતે ૧૧૯.૨૫ પોઈન્ટ વધીને ૧૨૨૪૫.૮૦ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૨,૧૮૬ થી વધીને ૩૨,૬૨૦ : નિફટી ફયુચર ૧૨,૨૦૯ થી વધીને ૧૨,૩૨૬
બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૨૫,૪૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૮૧૪૮.૯૦ કરોડના કામકાજે ૩૨,૧૮૬.૨૦ સામે ૩૨,૨૫૦.૧૦ મથાળે ખુલીને નીચામાં ૩૨,૨૪૬.૫૦ થઈ વધીને ૩૨,૬૩૩.૭૫ સુધી પહોંચી અંતે ૩૨,૬૨૦ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૦૨,૯૯૫ કોન્ટ્રેકટસમાં રૂ.૯૪૮૫.૨૧ કરોડના કામકાજે ૧૨,૧૯૫.૭૫ સામે ૧૨,૨૨૮.૭૦ મથાળે ખુલીને નીચામાં ૧૨,૨૦૯ થઈ વધીને ૧૨,૩૩૦ સુધી પહોંચી અંતે ૧૨,૩૨૬.૭૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૧,૦૭,૮૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૯૭૧૨.૦૫ કરોડના કામકાજે ૧૨.૧૫ સામે ૪.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧.૫૦ થઈ ઘટીને ૩.૦૫ સુધી આવી અંતે ૩.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૧,૨૯,૬૪૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૦૬૪.૦૫ કરોડના કામકાજે ૩.૩૦ સામે ૦.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૯.૯૫ થઈ અંતે ૮ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૮૧,૨૬૮ કોન્ટ્રેકટસમાં રૂ.૭૬૨૦.૨૬ કરોડના કામકાજે ૧.૪૫ સામે ૧.૮૦ મથાળે ખુલીને નીચામાં ૧.૨૫ થઈ વધીને ૩ સુધી પહોંચી અંતે ૨ રહ્યો હતો.
અલ્હાબાદ, આઈઓબી, યુકો બેંકને રૂ.૮૬૫૫ કરોડ ફાળવણીએ બેંકિંગ શેરોમાં તેજી : એક્સીસ બેંક, ફેડરલ બેંક, સ્ટેટ બેંક વધ્યા
કેન્દ્ર સરકારે પીએસયુ બેંકોની કામગીરી સુધારવા માટે અલ્હાબાદ બેંક, આઈઓબી અને યુકો બેંકને મળીને રૂ.૮૬૫૫ કરોડની પ્રેફરન્શિયલ મૂડી ફાળવતાં આજે પીએસયુ બેંક શેરોમાં ફંડોની આક્રમક લેવાલી રહી હતી. અલ્હાબાદ બેંક રૂ.૧.૪૫ ઉછળીને રૂ.૧૯.૨૦, આઈઓબી ૭૩ પૈસા વધીને રૂ.૧૧.૯૯, કોર્પોરેશન બેંક રૂ.૧.૬૫ વધીને રૂ.૨૬.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૨૦ વધીને રૂ.૧૦૪.૨૦, પીએનબી રૂ.૨.૫૫ વધીને રૂ.૬૫.૩૫, સિન્ડિકેટ બેંક ૯૦ પૈસા વધીને રૂ.૨૭.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૪૦ વધીને રૂ.૩૩૭.૨૫, કેનેરા બેંક રૂ.૩.૯૦ વધીને રૂ.૨૨૪.૨૦ રહ્યા હતા. જ્યારે એક્સીસ બેંક રૂ.૨૪.૫૫ ઉછળીને રૂ.૭૬૦.૭૦, ફેડરલ બેંક રૂ.૨.૬૫ વધીને રૂ.૮૮.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૪૦ વધીને રૂ.૫૪૯.૪૦, સિટી યુનિયન બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૨૩૨.૫૦, આરબીએલ બેંક રૂ.૩.૮૦ વધીને રૂ.૩૩૬.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૭૦ વધીને રૂ.૧૫૨૩.૮૫, એચડીએફસી બેંક રૂ.૩.૩૫ વધીને રૂ.૧૨૭૪.૯૦ રહ્યા હતા.
ICICI સિક્યુરિટીઝ, આઈડીએફસી લિ., જેએમ ફાઈ., બિરલા મની, એલઆઈસી હાઉસીંગ, એલ એન્ડ ટી ફાઈ. ઉંચકાયા
ફાઈનાન્સ-બ્રોકિંગ, ઈન્સ્યોરન્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે વ્યાપક લેવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.૬૩.૯૫ ઉછળીને રૂ.૪૨૭.૯૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૨.૪૦ વધીને રૂ.૩૭.૯૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૨૦ વધીને રૂ.૯૧.૫૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૨.૫૦ વધીને રૂ.૭૫૫.૩૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૫.૬૦ વધીને રૂ.૪૪૧.૫૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૯૫ વધીને રૂ.૧૧૮.૪૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૪૪.૭૫, ઉજ્જિવન ફાઈનાન્સ રૂ.૮.૩૦ વધીને રૂ.૩૪૫.૨૦, ડીએસબી બેંક રૂ.૩.૯૦ વધીને રૂ.૧૭૦.૮૦, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૩.૬૦ વધીને રૂ.૧૭૬.૨૫, બજાજ ફાઈનાન્સ રૂ.૬૩.૫૫ વધીને રૂ.૪૨૫૨.૭૦, એચડીએફસી લિમિટેડ રૂ.૩૦.૨૦ વધીને રૂ.૨૪૪૪.૫૦, એબી કેપિટલ રૂ.૧.૪૫ વધીને રૂ.૯૯.૫૫ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં ફરી ફંડો-નામી દિગ્ગજો તેજીમાં આવ્યા : એમઆરએફ, એકસાઈડ, મારૂતી, બોશ, અપોલો ટાયર વધ્યા
ઓટોમોબાઈલ, ઓટો એનસિલિયરી શેરોમાં આજે ફંડો અને નામા દિગ્ગજો ફરી તેજીમાં આવી ગયાના સંકેત વચ્ચે આક્રમક તેજી જોવાઈ હતી. એમઆરએફ રૂ.૨૪૧૯.૩૫ ઉછળીને રૂ.૬૫,૫૩૬.૨૫, એકસાઈડ રૂ.૬.૪૦ વધીને રૂ.૧૮૪.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૩૦ વધીને રૂ.૯૮૬.૫૦, અપોલો ટાયર રૂ.૨.૪૫ વધીને રૂ.૧૬૩.૭૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૯.૧૦ વધીને રૂ.૭૩૪૯.૮૫, બોશ રૂ.૧૪૮ વધીને રૂ.૧૫,૪૮૪.૩૦, ટીવીએસ મોટર રૂ.૪.૩૦ વધીને રૂ.૪૬૪.૮૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૮૦ વધીને રૂ.૫૬૦.૨૦, ટાટા મોટર્સ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૭૬.૧૦, આઈશર મોટર્સ રૂ.૧૮૫.૦૫ વધીને રૂ.૨૨,૨૩૮.૮૦, અમરારાજા બેટરી રૂ.૩.૮૫ વધીને રૂ.૭૧૫.૯૦, બજાજ ઓટો રૂ.૧૩.૨૦ વધીને રૂ.૩૨૪૩.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૫.૭૪ પોઈન્ટ વધીને ૧૮૩૯૨.૨૯ બંધ રહ્યો હતો.
રિલાયન્સ રીટેલ વેલ્યુએશને ફંડોની RILમાં તેજી : રૂ.૨૬ વધીને રૂ.૧૫૪૨ : એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી વધ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે વેચવાલી અટકીને ફંડોની આક્રમક લેવાલી થઈ હતી. રિલાયન્સ રીટેલના શેર ધારકોને ચાર શેર સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બદલીમાં એક શેર ધોરણે સ્વોપ ઓફર કરવામાં આવતાં આ સાથે રિલાયન્સ રીટેલનું વેલ્યુએશન ૩૪ અબજ ડોલર જેટલું મૂકાતાં ફંડોની આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફરી લેવાલીએ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૧૫૪૨.૧૫ રહ્યો હતો. ઓઈલ-ગેસ શેરોમાં અન્યોમાં એચપીસીએલ રૂ.૭.૯૦ વધીને રૂ.૨૬૬.૭૫, બીપીસીએલ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૪૯૦.૯૦, આઈઓસી રૂ.૨.૧૫ વધીને રૂ.૧૨૭.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૭૫ વધીને રૂ.૨૭૧.૬૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આકર્ષણ : લક્ષ્મી મશીન વર્કસ રૂ.૯૧ વધીને રૂ.૩૩૬૦ : લાર્સન, એઆઈજી એન્જિ, ભેલ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. લક્ષ્મી મશીન વર્કસ રૂ.૯૧.૩૦ વધીને રૂ.૩૩૬૦.૬૫, એઆઈજી એન્જિનિયરીંગ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૧૬૮૬.૫૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૦.૪૦ વધીને રૂ.૧૨૯૯.૬૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૫.૯૫ વધીને રૂ.૫૮૫.૯૦, કલ્પતરૂ પાવર રૂ.૩.૪૫ વધીને રૂ.૪૦૨.૭૦, સિમન્સ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૫૨૭.૫૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૪.૩૦ વધીને રૂ.૧૮૯.૧૦, સીઈએસસી રૂ.૧૬.૭૫ વધીને રૂ.૭૪૮.૩૦, કેઈસી રૂ.૫.૭૫ વધીને રૂ.૩૦૦.૩૫, ટાટા પાવર રૂ.૧.૦૫ વધીને રૂ.૫૬.૧૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક તેજી : ૧૫૨૦ શેરો પોઝિટીવ બંધ : ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ ફરી આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નામી દિગ્ગજો, ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં લેવાલી વધતાં વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૨૦ અને ઘટનારની સંખ્યા ૧૦૨૩ રહી હતી. ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૧૨૬ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૮૧.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૭૬૨.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬૮૧.૪૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨૫.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૫૮૭.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪૬૧.૭૬ કરોડની વેચવાલી થઈ હતી.