Get The App

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછાળો

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછાળો 1 - image


Stock Market Today: શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ બપોરના સેશનમાં તેજીનું જોર વધ્યું હતું. સેન્સેક્સ 912.88 પોઈન્ટ ઉછળી 81911.13ના લેવલે પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં પણ 3.61 લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. નિફ્ટી 12.22 વાગ્યે 231.45 પોઈન્ટ ઉછળી 24849.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 758.94 પોઈન્ટ ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં શેરબજારમાં તેજીના સંકેતનો મળ્યા છે. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધી છે. જેનો શેરબજારની તેજીને ટેકો મળ્યો છે.

એકંદરે માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ

એકંદરે શેરબજારમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા હતાં. હેલ્થકેર, રિયાલ્ટી, પાવર, એનર્જી સેક્ટરના શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતાં. જેના લીધે આ ઈન્ડેક્સમાં 80થી 1.56 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સ્મોલકેપ અને  મીડકેપમાં પણ વોલ્યૂમ વધ્યા હતાં.

વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા રિયાલ્ટીમાં તેજી

આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાના ઘટાડાની જાહેરાત થવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે રિયાલ્ટી શેર્સમાં આજે તેજી આવી હતી. જો આરબીઆઈ વ્યાજના દરો ઘટાડે તો હોમ-ઓટો સહિતની લોનના દરો ઘટશે, જેથી રિયાલ્ટી સેગમેન્ટમાં જોવા મળી રહેલી મંદી દૂર થવાની અપેક્ષા સેવાઈ રહી છે. આજે શોભા 4.87 ટકા, બ્રિગેડ 4.39 ટકા, પ્રેસ્ટિજ 3.60 ટકા, લોધા 1.58 ટકા ઉછળ્યો હતો. આ સાથે બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 1.68 ટકા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ મનરેગા કૌભાંડ : ભાજપ મંત્રી બચુ ખાબડની જમીનો પર કામ કર્યા વિના 3 કરોડની ચૂકવણીનો આરોપ

232 શેરમાં અપર સર્કિટ

સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3982 શેર પૈકી 2443 સુધારા તરફી અને 1340 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 232 શેરમાં અપર સર્કિટ અને 97 શેર 52 વીક હાઈ થયા હતાં. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે.  

શેરબજારમાં ઉછાળાના કારણ

- RBI દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાનો ઘટાડો જાહેર થવાની સંભાવના

- વિદેશી રોકાણકારોની ગઈકાલે 1076 કરોડની નેટ ખરીદીનો ટેકો

-અમેરિકાની ફેડ રિઝર્વ અને યુરોપની સેન્ટ્રલ બેન્કો પણ વ્યાજદરોમાં ઘટાડો કરવાના માર્ગે

- યુએસ-ચીન ટ્રે઼ડવૉરના સમાધાન મુદ્દે આ સપ્તાહના અંતે બંને દેશોના નેતા વચ્ચે મંત્રણા થવાનો સંકેત

- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, એશિયન બજારમાં સુધારાની અસર

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછાળો 2 - image

Tags :