Get The App

શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઇન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઇન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો 1 - image


Stock Market Crash: વૈશ્વિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે આજે શેરબજાર બપોરના સેશનમાં કડડભૂસ થયા છે. સવારે ફ્લેટ ખૂલ્યા બાદ બપોરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો નોંધાયો છે. જ્યારે નિફ્ટીએ પણ 24800નું લેવલ ગુમાવ્યું છે. રોકાણકારોની મૂડીમાં અંદાજે 3 લાખ કરોડનું નુકસાન થયું છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું

સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ બપોરે 674 પોઇન્ટ તૂટ્યો હતો. 1.36 વાગ્યે 661.67 પોઇન્ટના કડાકે 81397.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ 30માંથી 27 સ્ક્રિપ્સ 3.40 ટકા સુધીના ઘટાડે કારોબાર થઈ રહી હતી. માત્ર ટાટા સ્ટીલ 1.21 ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક 0.18 ટકા અને ઇન્ફોસિસ 0.16 ટકાના નજીવા સુધારે ટ્રેડેડ હતી. નિફ્ટી 165.60 પોઇન્ટ તૂટી 24779 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 1.37 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં  865.95 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી છે. 

એનર્જી, આઇટી, મેટલ સિવાય તમામમાં કડાકો

સેક્ટોરલ ઇન્ડેક્સમાં એનર્જી 0.07 ટકા, આઇટી 0.03 ટકા અને મેટલ 0.48 ટકા સુધારા સિવાય તમામમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટેલિકોમ અને ઓટો શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના પગલે ટેલિકોમ્યુનિકેશન 1.01 ટકા, ઓટો ઇન્ડેક્સ 1.53 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે

શેરબજારમાં કડાકાના કારણો

1. વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિઃ વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વધી છે. ફેડ રિઝર્વે આ વર્ષે એક જ વાર વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપ્યો છે. જેના પગલે અમેરિકન, યુરોપિયન અને એશિયન શેરબજારમાં કડાકો નોંધાયો હતો.

2. યુએસનું દેવું વધવાની ભીતિઃ રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના સોવરિન ડેટનો આઉટલુક ઘટાડ્યો છે. તેમજ તેના પર દેવાનો બોજો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. જેના લીધે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરડાયા છે.

3. FIIનું વેચાણઃ ફેડ રિઝર્વના સંકેત વચ્ચે ગઈકાલે વિદેશી રોકાણકારોએ રૂ. 525.95 કરોડની વેચવાલી નોંધાવી હતી. માર્કેટ ટેક્નિકલી કોન્સોલિડેશન તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાથી પ્રોફિટ બુકિંગ વધ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

4. ભારત-અમેરિકા વેપાર મંત્રણાઃ દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વેપાર મંત્રણા માટે અમેરિકાની ચાર દિવસીય મુલાકાત લીધી હતી. જે આજે પૂર્ણ થઈ હોવા છતાં બંને પક્ષ તરફથી કોઈ મહત્ત્વના નિર્ણયની જાહેરાત થઈ નથી. અમેરિકાના ટેરિફ સામે હાલ કોઈ ઉકેલ જોવા મળ્યો નથી.

5. રૂપિયો તૂટ્યોઃ અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સામે ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો છે. જેના લીધે આજે રૂપિયો 13 પૈસા તૂટી 85.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ સુધારો નોંધાયો છે. 

શેરબજારમાં ગાબડું, સેન્સેક્સમાં 800 પોઇન્ટની અફરાતફરી, નિફ્ટી 24800 અંદર, ઓટો શેર્સમાં કડાકો 2 - image

Tags :