IMF ઇફેક્ટ-શૅરબજારમાં સતત બીજા દિવસે 220નો કડાકો
- વિકાસદર ઘટવાના અંદાજની પ્રતિકૂળ અસર નોંધાઇ
- આરંભની ક્ષણોમાં 41,400 અંકની નીચે વ્યવહાર થયા
મુંબઇ તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર
ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર ઘટવાના આંતરરાષ્ટ્રીય નાણાં કોષ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના અનુમાનની પ્રતિકૂળ અસર રૂપે મંગળવારે સવારે શૅરબજારમાં 220 આંકનો ઘટાડો નોંધાયો હતો.
આરંભની ક્ષણોમાં 41, 400 પોઇન્ટથી વ્યવહારો થયા હતા. નિફ્ટીમાં 30 પોઇન્ટનો ઘટાડો નોંધાતાં 12,200 અંક હેઠળ વ્યવહાર નોંધાયો હતો.
સતત બીજા દિવસે શૅરબજારમાં આ પ્રકારનો કડાકો નોંધાયો હતો. બેંકિંગ ક્ષેત્ર અને ઓટો સેક્ટરના શૅરમાં પણ સુસ્તી જોવા મળી હતી. ખાસ કરીને હીરો મોટોકોર્પ, એચડીએફસી બેંક અને કોટક મહીન્દ્ર બેકના શૅરમાં એક ટકાથી વધુ કડાકો જોવા મળ્યો હતો. તો ઓએનજીસી, ઇંડસઇંડ બેંક અને એનટીસીપીના શૅર ગ્રીન ઇન્ડિકેટર પર વ્યવહાર કરતા નોંધાયા હતા.
સપ્તાહના પહેલા દિવસે સોમવારે પણ શૅરબજાર કડાકા સાથે શરૂ થયું હતું. સોમવારે 416-46 પોઇન્ટનેા કડાકો નોંધાયો હતો.