Get The App

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818

- નિફટીમાં ૧૪૦ પોઈન્ટ વધ્યા : બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ

- રોકાણકારોની સંપતિ રૂપિયા ૨.૫૫ લાખ કરોડ વધી રૂપિયા ૪૬૬.૬૪ લાખ કરોડ

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 1 - image


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે ૦.૨૫ ટકા ઘટાડો કરાતા ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની સતત મંદી અટકી હતી અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ રહ્યા હતા. મિડકેપ ઈન્ડેકસ પણ ઊંચકાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આવનારા મહિનાઓમાં વ્યાજ દર યથાવત રાખવાના પણ સંકેત આપ્યા હતા અને ૨૦૨૬માં અમેરિકાના અર્થતંત્ર વિશે તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. અમેરિકામાં વ્યાજ દર હવે ઘટી ૩.૫૦ ટકા અને ૩.૭૫ ટકાની રેન્જ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પગલે વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં પ્રવાહ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુરુવારે ફાર્મા, આઈટી તથા ઓટો શેરોમાં વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૪૯૦૬.૯૩ અને નીચામાં ૮૪૧૫૦.૧૯ થઈ છેવટે ૪૨૬.૮૬ વધી ૮૪૮૧૮.૧૩ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૯૨૨.૮૦ અને નીચામાં ૨૫૬૯૩.૨૫ થઈ છેવટે ૧૪૦.૫૫ વધી ૨૫૮૯૮.૫૫  બંધ રહ્યો હતો. નિફટી મિડકેપ ઈન્ડેકસ પણ ઉપરમાં ૫૯૬૪૧.૧૦ અને નીચામાં ૫૮૮૮૯.૨૫ થઈ છેવટે ૫૭૦.૩૦ વધી ૫૯૫૭૮.૦૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૪૪૮ શેર વધીને બંધ આવ્યા હતા જ્યારે ૧૭૪૨ ઘટયા હતા અને ૧૬૦ શેરના ભાવ  સ્થિર બંધ રહ્યા હતા. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૫૫ લાખ કરોડ વધીરૂપિયા ૪૬૬.૬૪ લાખ કરોડ રહી હતી. 

નવી લેવાલી નીકળતા ઓટો શેરો ઊંચકાયા

છેલ્લા ત્રણ દિવસના સતત ઘટાડાને પરિણામ નોંધપાત્ર ગબડી ગયેલા ઓટો શેરોમાં નીચા ભાવે લેવાલી નીકળી હતી. અશોક લેલેન્ડ રૂપિયા ૨.૩૨ વધી રૂપિયા ૧૬૦.૩૩, મધરસન રૂપિયા ૩.૫૨ વધી રૂપિયા ૧૧૯.૮૦, ટાટા મોટર્સ રૂપિયા ૩.૨૫ વધી રૂપિયા ૩૪૬.૬૫, ટીવીએસ મોટર રૂપિયા ૩૦.૮૦ વધી રૂપિયા ૩૬૩૭.૪૦, હીરો મોટો કોર્પ રૂપિયા ૩૪.૦૦ વધી રૂપિયા ૫૯૭૯.૫૦ રહ્યો હતો. નિફટી ઓટો ઈન્ડેકસમાંના દરેક ઘટક શેરો સુધારા સાથે બંધ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં આકર્ષણ

અમેરિકા સાથે દરેક મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે અને માર્ચ સુધીમાં વેપાર કરાર થઈ જવાની અપેક્ષા  પાછળ પસંદગીના ફાર્મા શેરોમાં લેવાલી રહી હતી. નેટકો ફાર્મા  રૂપિયા ૫૦.૦૫ વધી રૂપિયા ૯૧૭.૫૫ , ડો. રેડ્ડી લેબ્સ રૂપિયા ૨૨.૭૦ વધી રૂપિયા ૧૨૭૩.૫૦, ગ્રેન્યુલ્સ ઈન્ડિયા રૂપિયા ૯.૯૦ વધી રૂપિયા ૫૬૪.૭૫, સન ફાર્મા રૂપિયા ૨૧.૭૦ વધી  રૂપિયા ૧૮૦૭.૨૦ બંધ રહ્યા હતા. 

નિફટી આઈટી ઈન્ડેકસ  ઉછળ્યો

વ્યાજ દરમાં ઘટાડાને પરિણામે અમેરિકા ખાતેથી વેપાર વધવાની આશાએ તથા ડોલર સામે રૂપિયો વધુ નબળો પડતા આઈટી સેવા નિકાસ કરતી કંપનીઓને લાભ થઈ રહેવાની ગણતરીએ આઈટી શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. નિફટી આઈટી ઈન્ડેકસમાંના દરેક શેરો સુધારા સાથે બંધ રહ્યા હતા. માર્કેટ લિડર ઈન્ફોસિસ રૂપિયા ૧૩.૨૦ વધી રૂપિયા ૧૫૯૮, વિપ્રો રૂપિયા ૧.૨૭ વધી રૂપિયા ૨૫૯.૨૫, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૭.૪૦ વધી રૂપિયા ૧૫૬૮.૨૦, ટીસીએસ રૂપિયા ૨.૭૦ વધી રૂપિયા ૩૧૯૧.૯૦ બંધ રહ્યા હતા. 

ઓઈલ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ

ડોલર સામે રૂપિયા વધુ તૂટી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી જતા ક્રુડ તેલ તથા ગેસની આયાત મોંઘી પડવાની ગણતરીએ રિફાઈનિંગ કરતી કંપનીઓના શેર ભાવ પર દબાણ આવ્યું હતું. બીપીસીએલ રૂપિયા ૩.૮૫ ઘટી રૂપિયા ૩૫૧.૩૦, આઈઓસી રૂપિયા ૧.૩૨ ઘટી રૂપિયા ૧૬૧.૭૫, ગુજરાત ગેસ રૂપિયા ૨.૯૦ ઘટી રૂપિયા ૩૯૧.૬૫, ઓએનજીસી રૂપિયા ૦.૮૮ ઘટી રૂપિયા ૨૩૮.૪૧ બંધ રહ્યા હતા. જો કે ઓઈલ ઈન્ડિયા રૂપિયા પાંચ વધી રૂપિયા ૪૦૪.૮૫, મહાનગર ગેસ રૂપિયા ૮.૦૦ વધી રૂપિયા ૧૧૨૩.૪૦, ગેઈલ રૂપિયા ૦.૯૩ વધી રૂપિયા ૧૬૮.૯૫ બંધ રહ્યો હતો. 

Tags :