વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 336 પોઈન્ટ વધીને 83871
- નિફટી ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૨૫૬૯૫ : FPIs/FIIની કેશમાં રૂ.૮૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી
- ઓટો, કેપિટલ ગુડઝ, શેરોમાં તેજી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો સતત વેચવાલ ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ

અમેરિકામાં શટડાઉનના અંત અને ભારત સાથે ટ્રેડ ડિલની તૈયારી
મુંબઈ : અમેરિકામાં ૪૨ દિવસથી ચાલી રહેલા શટડાઉન મામલે બન્ને પક્ષો વચ્ચે સમજૂતીથી સાંજે ઉકેલ આવી જતાં પૂર્વે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાની તૈયારીના સંકેત આપતાં આજે ભારતીય શેર બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. પ્રાઈમરી માર્કેટમાં ખેંચાઈ ગયેલા રોકાણકારોના નાણા હવે આઈપીઓ લિસ્ટિંગ નિરાશાજનક ડિસ્કાઉન્ટે થઈ રહ્યું હોઈ રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં રોકાણમાં સાવચેત બની ફરી સેકન્ડરી માર્કેટમાં સક્રિય બનતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રોકાણમાં સાવચેત રહી ડાયરેક્ટ શેર બજારોમાં રોકાણ કરતાં શેરોમાં આજે તેજી રહી હતી. કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, બેંકિંગ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની ખરીદી રહી હતી. નિફટીમાં વિકલી એક્સપાયરીને લઈ ઈન્ડેક્સ બેઝડ આજે બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. સેન્સેક્સ ૮૩૧૨૪થી ૮૩૯૩૭ વચ્ચે અથડાઈ અંતે ૩૩૫.૯૭ પોઈન્ટ વધીને ૮૩૮૭૧.૩૨ અને નિફટી સ્પોટ ૨૫૪૪૯થી ૨૫૭૧૬ વચ્ચે ફંગોળાઈ અંતે ૧૨૦.૬૦ પોઈન્ટ વધીને ૨૫૬૯૪.૯૫ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૩૬ પોઈન્ટ ઉછળ્યો : જયોતી સીએનસી રૂ.૪૭, ભેલ રૂ.૧૨, અપાર રૂ.૨૭૭ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે સતત મોટી ખરીદી કરી હતી. જયોતી સીએનસી રૂ.૪૭.૨૫ વધીને રૂ.૯૫૨.૩૦, ભેલ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૨૮૫.૫૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭૬.૬૫ વધીને રૂ.૮૫૫૨.૦૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૧૦.૧૦ વધીને રૂ.૩૫૬૨.૬૫, પાવર ઈન્ડિયા રૂ.૫૫૭.૬૫ વધીને રૂ.૨૧,૮૪૫.૮૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૪૨૭.૨૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૪૮૫.૫૦, ટીટાગ્રહ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૮૬૫.૮૫, મઝગાંવ શીપ રૂ.૪૬.૪૫ વધીને રૂ.૨૭૫૧.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૫.૭૦ વધીને રૂ.૪૪૧૩.૭૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૩.૭૦ વધીને રૂ.૪૮૬૩.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૩૫.૯૮ પોઈન્ટ વધીને ૭૧૦૬૧.૬૨ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી : ભારત ફોર્જ રૂ.૭૫, મહિન્દ્રા રૂ.૮૮, બજાજ ઓટો રૂ.૧૩૧, હીરો રૂ.૫૫ ઉછળ્યા
ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના સંકેતે ઓટોમોબાઈલ કોમ્પોનન્ટની નિકાસને વેગ મળવાની અપેક્ષાએ ઓટો શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. ભારત ફોર્જ રૂ.૭૪.૬૫ ઉછળીને રૂ.૧૪૦૧.૮૦, મધરસન સુમી રૂ.૨.૮૦ વધીને રૂ.૧૦૫.૫૫, અશોક લેલેન્ડ રૂ.૩.૮૦ વધીને રૂ.૧૪૬.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૭.૯૦ વધીને રૂ.૩૭૫૧.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૭.૯૦ વધીને રૂ.૩૭૫૧.૧૫, બજાજ ઓટો રૂ.૧૩૦.૭૫ વધીને રૂ.૮૯૦૧.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૫૪.૭૦ વધીને રૂ.૫૪૧૫, મારૂતી સુઝુકી રૂ.૫૬.૩૦ વધીને રૂ.૧૫,૬૩૮.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૦૦.૭૫ પોઈન્ટ ઉછળીને ૬૦૫૪૧.૭૮ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં અમેરિકા પાછળ સતત તેજી : સુબેક્ષ, લેટેન્ટ વ્યુ, ઝેગલ, નેટવેબ, પર્સિસ્ટન્ટ વધ્યા
અમેરિકામાં ૪૨ દિવસથી ચાલી રહેલા અત્યાર સુધીના સૌથી લાંબા શટડાઉનનો અંત આવવાની તૈયારીએ ફરી આઈટી-સોફ્ટવેર ઉદ્યોગ માટે બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ ફંડોની આઈટી શેરોમાં સતત મોટી ખરીદી રહી હતી. સુબેક્ષ રૂ.૧.૨૨ ઉછળી રૂ.૧૩.૫૮, લેટેન્ટ વ્યુ રૂ.૨૯.૭૫ વધીને રૂ.૪૮૪.૯૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૩૭૪.૬૫, નેટવેબ રૂ.૧૧૮.૫૫ વધીને રૂ.૩૪૯૨.૨૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૬૫.૦૫ વધીને રૂ.૬૦૩૧, માસ્ટેક રૂ.૪૮.૫૫ વધીને રૂ.૨૨૦૬.૩૦, કોફોર્જ રૂ.૩૯.૩૦ વધીને રૂ.૧૭૯૬.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૭૩.૭૩ પોઈન્ટ વધીને ૩૫૩૪૧.૬૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : ઇન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, પ્રાઈમ સિક્યુ., પૂનાવાલા ફિન વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું કંપનીઓના ત્રિમાસિક પરિણામોનું સિલેક્ટિવ ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૬.૮૦ વધીને રૂ.૮૨૫.૮૫, એચડીએફસી બેંક રૂ.૭.૩૫ વધીને રૂ.૯૯૧.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૯૦ વધીને રૂ.૧૩૫૮.૪૦ રહ્યા હતા. પ્રાઈમ સિક્યુરિટીઝ રૂ.૯.૭૦ વધીને રૂ.૩૨૨.૬૦, સિટી યુનિયન બેંક રૂ.૬.૮૦ વધીને રૂ.૨૬૦.૬૦, પૂનાવાલા ફિન રૂ.૧૧.૨૫ વધીને રૂ.૪૬૯.૪૫, એડલવેઈઝ રૂ.૨.૧૫ વધીને રૂ.૧૦૯.૦૫, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૫.૭૪ પોઈન્ટ વધીને ૬૫૨૩૦.૮૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં આરતી ડગ્ઝ રૂ.૪૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૯૦૭, એમ્ક્યોર રૂ.૬૦, ફાઈઝર રૂ.૧૫૦ ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. આરતી ડ્રગ્ઝ રૂ.૪૪.૮૫ ઘટીને રૂ.૪૭૪.૬૫, ન્યુલેન્ડ લેબ રૂ.૯૦૭.૨૫ ઘટીને રૂ.૧૭,૨૦૧.૪૦, એમ્ક્યોર રૂ.૬૦.૩૦ ઘટીને રૂ.૧૩૬૭.૩૫, ફર્મેન્ટા રૂ.૯.૮૦ ઘટીને રૂ.૨૬૭.૫૦, ફાઈઝર રૂ.૧૫૦ ઘટીને રૂ.૪૯૯૬.૨૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૬૩.૫૫ ઘટીને રૂ.૨૪૭૬.૭૫, દિવીઝ લેબ. રૂ.૧૫૮.૧૦ ઘટીને રૂ.૬૫૩૪.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૮.૪૮ પોઈન્ટ ઘટીને ૪૪૨૨૮.૭૪ બંધ રહ્યો હતો. હતા.
FPIs/FIIની રૂ.૮૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૧૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૮૦૩.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૪૮૭.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૨૯૦.૬૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૧૮૮.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૮૩૨.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૪૪.૫૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૮.૯૪ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની તેજીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭૪ હજાર કરોડ વધીને રૂ.૪૬૮.૯૪ લાખ કરોડ પહોંચ્યું હતું.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત નેગેટીવ : ૨૨૯૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે તેજી સામે આજે અનેક સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં વેચીને હળવા થવાનું ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૯૮ અને ઘટનારની સંખ્યા ૨૨૯૪ રહી હતી.
યુ.એસ. સેનેટ ફંડિંગ બિલ મંજૂર : વૈશ્વિક બજારોમાં યુરોપમાં મજબૂતી
અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા શટડાઉનનો અંત સેનેટ ફંડિંગ બિલને મંજૂરીના પરિણામે મોકળો થતાં અને ટ્રમ્પના પણ પોઝિટીવ નિવેદને આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવાઈ હતી. યુરોપમાં જર્મનીનો ડેક્ષ ૨૪ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૫૯ પોઈન્ટ, લંડન શેર બજારનો ફુત્સી ૭૭ પોઈન્ટ વધારો બતાવતા હતા. અમેરિકી બજારોમાં ફયુચર્સમાં એકંદર નરમાઈ રહી હતી.

