સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 39872
- નિફટી સ્પોટ ૪૬ પોઈન્ટ વધીને ૧૧૭૦૮ : આઈટી-સોફટવેર શેરોમાં ધોવાણ : FPIs/FIIની કેશમાં રૂ.૧૨૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી, ફયુચર્સમાં રૂ.૧૧૯૦ કરોડની ખરીદી, DIIની કેશમાં રૂ.૧૨૮૬ કરોડની ચોખ્ખી ખરીદી
- બજેટ દિવસના કડાકા બાદ મેન્યુફેકચરીંગ પીએમઆઈ આઠ વર્ષની ઊંચી સપાટીએ આવતાં અફડાતફડીના અંતે રિકવરી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 03 ફેબુ્રઆરી 2020, સોમવાર
કેન્દ્રિય બજેટ ૨૦૨૦માં નાણા પ્રધાન નિર્મલા સીતારામને મૂડી બજાર માટે અપેક્ષિત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદી અને સિક્યરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં કોઈ રાહત નહીં આપ્યા સાથે એક તરફ આવક વેરામાં રાહતો આપ્યા સામે અનેક એક્ઝેમ્પશન પાછાં ખેચીને આ રાહતો પાછલા બારણેથી આંચકી લેતાં અને ઉદ્યોગો-બજારને અપેક્ષિત પ્રોત્સાહનો નહીં આપતાં નારાજ રોકાણકારો-ફંડોએ શનિવારે બજેટ દિવસે કડાકો બોલાવી દીધા બાદ આજે આરંભમાં નારાજગી કાયમ રાખીને ધોવાણ ચાલુ રાખ્યા બાદ ભારતના મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક ડિસેમ્બરના ૫૨.૭ થી વધીને જાન્યુઆરીમાં ૫૫.૩ની આઠ વર્ષની ઊંચાઈએ આવતાં અફડાતફડીના અંતે રિકવરી બતાવી હતી. વૈશ્વિક મોરચે ચાઈનાએ તેના અર્થતંત્રને કોરોના વાઈરસથી થયેલા નુકશાન સામે જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છતાં કોરોના વાઈરસનો ઉપદ્રવ સતત વધતો જતો હોઈ ચાઈનીઝ શેર બજારોમાં આઠ ટકા જેટલો કડાકો બોલાઈ જતાં અન્ય એશીયાના બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ નરમાઈ સાથે થઈ હતી. પરંતુ મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક આશ્ચર્યજનક રીતે વધીને આઠ વર્ષની ઊંચાઈએ આવતાં અને ઓટોમોબાઈલ કંપનીઓના જાન્યુઆરી મહિનાના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં ફંડોએ આજે શેરોમાં ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ઘટીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૫૬.૬૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૧.૮૬ ડોલર આવી ગયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર એક પૈસા ઘટીને રૂ.૭૧.૩૩ રહ્યો હતો. એફએમસીજી, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૧૩૬.૭૮ પોઈન્ટ વધીને ૩૯૮૭૨.૩૧ અને નિફટી સ્પોટ ૪૬.૦૫ પોઈન્ટ વધીને ૧૧૭૦૭.૯૦ બંધ રહ્યા હતા.
અફડાતફડીમાં સેન્સેક્સ નીચામાં ૩૯૫૬૩ સુધી આવી વધીને ૪૦૦૧૫ થઈ અંતે ૧૩૭ પોઈન્ટ વધીને ૩૯૮૭૨
ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૭૩૫.૫૩ મથાળે ખુલીને આરંભમાં ફંડોની સતત આઈટીસીમાં મોટી વેચવવાલી અને આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતમાં પ્રોફિટ બુકિંગે અને ફાર્મા શેરોમાં સન ફાર્મા સહિતમાં વેચવાલી થતાં અને હીરો મોટોકોર્પ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં નરમાઈએ નીચામાં ૩૯૫૬૩.૦૭ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી સતત ચંચળતાં બતાવતો રહ્યા બાદ એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં આકર્ષણે અને ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વાહનોના વેચાણના આંકડા અને મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક બાદ ફંડોની લેવાલી વધતાં અને એશીયન પેઈન્ટસ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટસ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, ટાઈટન, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આકર્ષણે વધીને ૪૦૦૧૪.૯૦ સુધી પહોંચી અંતે ૧૩૬.૭૮ પોઈન્ટ વધીને ૩૯૮૭૨.૩૧ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧૭૦૦ની સપાટી કુદાવી : નીચામાં ૧૧૬૧૪ થઈ વધીને ૧૧૭૪૯ સુધી પહોંચી અંતે ૪૬ પોઈન્ટ વધીને ૧૧૭૦૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧,૬૬૧.૮૫ સામે ૧૧,૬૨૭.૪૫ મથાળે ખુલીને આરંભમાં સાવચેતીમાં આઈટીસી, ભારતી ઈન્ફ્રાટેલ, ટીસીએસ, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ગેઈલ, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દાલ્કો, સન ફાર્મા સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૧૬૧૪.૫૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનીયા સહિતમાં આકર્ષણે અને એશીયન પેઈન્ટસ, બીપીસીએલ, બજાજ ઓટો, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ગ્રાસીમ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં લેવાલીએ વધીને ૧૧૭૪૯.૮૫ સુધી પહોંચી અંતે ૪૬.૦૫ પોઈન્ટ વધીને ૧૧૭૦૭.૯૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૮૦૦નો કોલ ઘટીને ૨૧.૦૫ થઈ વધીને ૫૦.૯૫ થઈ અંતે ૨૯.૫૦ : નિફટી ૧૧,૬૦૦નો પુટ ઘટીને ૩૩
ડેરિવેટીવ્ઝમા ંનિફટી બેઝડ આજે બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૫,૩૬,૧૯૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૭,૫૮૧.૨૨ કરોડના કામકાજે ૪૫.૨૦ સામે ૩૦.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૦.૯૫ થઈ ઘટીને ૨૧.૦૫ સુધી આવી અંતે ૨૯.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૫,૨૫,૫૮૬ કોન્ટ્રેકટસમાં રૂ.૪૬,૩૮૨.૨૨ કરોડના કામકાજે ૭૫.૫૦ સામે ૫૦.૧૦ મથાળે ખુલીને નીચામાં ૪૬.૮૦ થઈ વધીને ૯૭.૯૦ સુધી પહોંચી અંતે ૬૭.૮૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૪,૭૯,૬૫૦ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧,૯૧૫.૦૩ કરોડના કામકાજે ૭૬.૨૫ સામે ૯૫ મથાળે ખુલીને નીચામાં ૩૦.૪૦ સુધી આવી અંતે ૩૩ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૪,૩૦,૩૫૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૨૦૪.૦૫ કરોડના કામકાજે ૪૧.૫૫ સામે ૬૦ મથાળે ખુલીને નીચામાં ૧૫.૩૦ સુધી આવી અંતે ૧૬.૩૦ રહ્યો હતો.
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨૯,૮૭૩ થી વધીને ૩૦,૦૬૦ : નિફટી ફયુચર ૧૧,૬૫૪ થી વધીને ૧૧,૭૧૦
બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨,૦૯,૩૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૫૩૦.૬૭ કરોડના કામકાજે ૨૯,૮૭૩.૪૦ સામે ૨૯,૭૨૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૨૯,૫૩૦ થઈ વધીને ૩૦,૧૧૦ સુધી પહોંચી અંતે ૩૦,૦૬૦ રહ્યો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૮૩,૩૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૦૬૪.૯૩ કરોડના કામકાજે ૧૧,૬૫૪.૯૦ સામે ૧૧,૫૯૮ મથાળે ખુલીને નીચામાં ૧૧,૫૯૮ થઈ વધીને ૧૧,૭૪૭ સુધી પહોંચી અંતે ૧૧,૭૧૦.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૨,૮૮,૪૩૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૯૭૪.૧૨ કરોડના કામકાજે ૧૪.૭૫ સામે ૯.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧ થઈ ઘટીને ૪.૫૫ સુધી આવી અંતે ૫.૧૫ રહ્યો હતો.
FMCG શેરોમાં નેસ્લે રૂ.૮૭૫ વધ્યો : હિન્દ યુનિલિવર રૂ.૧૦૫ વધીને રૂ.૨૧૭૮ : સીસીએલ પ્રોડક્ટસ, બ્રિટાનીયા વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફરી ફંડોની વ્યાપક તોફાની તેજી થઈ હતી. નેસ્લે ઈન્ડિયા રૂ.૮૭૫.૮૫ ઉછળીને રૂ.૧૬,૩૦૧.૬૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૦૪.૯૦ વધીને રૂ.૨૧૭૮.૫૦, સીસીએલ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૨૩૧.૩૫, ગ્લેક્સો કન્ઝયુમર રૂ.૪૩૩.૦૫ ઉછળીને રૂ.૯૪૧૧.૫૦, બ્રિટાનીયા રૂ.૧૩૩.૪૦ વધીને રૂ.૩૨૩૧.૪૦, ગોદરેજ એગ્રો રૂ.૨૨.૩૫ વધીને રૂ.૫૭૦.૪૫, કોલગેટ પામોલીવ રૂ.૪૪ વધીને રૂ.૧૩૫૦.૫૫, ડાબર ઈન્ડિયા રૂ.૧૨ વધીને રૂ.૪૯૭.૪૫, જીલેટ રૂ.૧૩૯.૨૫ વધીને રૂ.૬૩૭૪.૯૦, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૬.૭૦ વધીને રૂ.૩૭૯.૧૦, મેરિકો રૂ.૨.૦૫ વધીને રૂ.૩૦૬.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૮૧.૫૪ પોઈન્ટ વધીને ૧૧૪૬૧.૬૪ બંધ રહ્યો હતો.
ઓટો વાહનોના નબળા આંકડા છતાં મેન્યુ. પીએમઆઈ આંક પાછળ ફંડોની તેજી : અમરરાજા, બજાજ, મારૂતી, મહિન્દ્રા વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના જાન્યુઆરી મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર નબળા આવ્યા છતાં મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક આઠ વર્ષની ઊંચી સપાટીએ આવતાં ફંડોની આજે ઓટો શેરોમાં લેવાલી રહી હતી. અમરરાજા બેટરીઝ રૂ.૪૨.૭૦ ઉછળીને રૂ.૭૮૫.૮૫, બજાજ ઓટો રૂ.૧૪૮.૦૫ વધીને રૂ.૩૨૮૯.૫૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૯૦ વધીને રૂ.૧૦૮૦.૩૫, મારૂતી સુઝુકી રૂ.૨૦૩.૨૦ વધીને રૂ.૭૦૦૯.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૪૫ વધીને રૂ.૫૫૮.૯૫, ટીવીએસ મોટર રૂ.૮.૩૫ વધીને રૂ.૪૭૧.૨૫, એકસાઈડ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૯૫.૫૦, એમઆરએફ રૂ.૮૦૬.૫૦ વધીને રૂ.૬૯,૪૬૨.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૨.૫૪ પોઈન્ટ વધીને ૧૭૯૫૪.૭૧ બંધ રહ્યો હતો.
ઈન્ડઈન્ડ બેંક, RBL બેંક, ICICI બેંક, કોટક બેંક, મેક્સ ફાઈનાન્સ, કેનફિન હોમ, બજાજ ફાિઈનાન્સ, SBI લાઈફ વધ્યા
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની લેવાલી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૨ વધીને રૂ.૧૨૬૨.૯૦, આરબીએલ બેંક રૂ.૧૧.૧૦ વધીને રૂ.૩૧૩.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૧૦ વધીને રૂ.૫૧૫.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૭૫ વધીને રૂ.૧૬૭૭.૪૫, એક્સીસ બેંક રૂ.૩.૪૦ વધીને રૂ.૭૦૯.૧૦, મેક્સ ફાઈનાન્સ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૪૭૬.૯૫, કેનફિન હોમ ફાઈનાન્સ રૂ.૧૭.૭૦ વધીને રૂ.૪૮૮.૨૦, પીએફસી રૂ.૪.૧૦ વધીને રૂ.૧૧૪.૧૫, રેપકો હોમ રૂ.૭.૧૫ વધીને રૂ.૩૨૭.૧૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૨૦ વધીને રૂ.૧૦૨.૬૫, એસબીઆઈ લાઈફ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૯૧૨.૭૦, બજાજ ફાઈનાન્સ રૂ.૮૮.૨૫ વધીને રૂ.૪૩૬૨.૦૫, ઉજ્જિવન રૂ.૭.૧૫ વધીને રૂ.૩૭૫.૩૦, બજાજ ફિનસર્વ રૂ.૧૪૫.૩૫ વધીને રૂ.૯૦૯૪.૬૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૧.૨૫ વધીને રૂ.૧૧૧.૦૫, ટાટા ઈન્વેસ્ટ રૂ.૪.૬૦ વધીને રૂ.૮૮૨.૭૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ : જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા વધ્યા
ચાઈનાના બજારોમાં આઠ ટકાનો કડાકો બોલાઈ જવા છતાં સ્થાનિકમાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી થઈ હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૭.૪૫ વધીને રૂ.૧૭૪.૮૫, ટાટા સ્ટીલ રૂ.૧૨.૯૫ વધીને રૂ.૪૩૬.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૧૦ વધીને રૂ.૨૫૧.૮૫, કોલ ઈન્ડિયા રૂ.૪.૯૫ વધીને રૂ.૧૭૮.૬૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ ઘટીને બ્રેન્ટ ૫૬ ડોલર : બીપીસીએલ ડિસઈન્વેસ્ટમેન્ટ આકર્ષણે રૂ.૧૮ વધીને રૂ.૪૬૦ : કેસ્ટ્રોલ, પેટ્રોનેટ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ચાઈનાના કોરોના વાઈરસના કારણે વૈશ્વિક મંદીના એંધાણે ઘટતાં રહીને બ્રેન્ટ ક્રુડ ૫૬.૬૦ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૫૧.૮૬ ડોલર નજીક આવી જતાં ફંડોની આજે પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી રહી હતી. કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૭.૮૦ વધીને રૂ.૧૪૭.૧૫, બીપીસીએલમાં ચાલુ વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટના સરકારના લક્ષ્યાંકે શેર રૂ.૧૭.૯૦ વધીને રૂ.૪૬૦.૭૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૯૫ વધીને રૂ.૨૬૬.૦૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૯૫ વધીને રૂ.૫૦૯.૦૫, જીએસપીએલ રૂ.૧.૩૦ વધીને રૂ.૨૫૦.૦૫ રહ્યા હતા.
આઈટી-સોફટવેર શેરોમાં ફરી પ્રોફિટ બુકિંગ : ઈન્ફ્રાટેલ, જસ્ટ ડાયલ, ટીસીએસ, એચસીએલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ ઘટયા
આઈટી-ટેલીકો-સોફટવેર શેરોમાં આજે ફંડોની ફરી નફારૂપી વેચવાલી નીકળી હતી. ઈન્ફ્રાટેલ રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૨૩૦.૩૦, જસ્ટ ડાયલ રૂ.૩૨.૫૦ ઘટીને રૂ.૫૧૪.૨૦, ટીસીએસ રૂ.૬૧.૯૫ ઘટીને રૂ.૨૧૦૩.૧૫, એમ્ફેસીસ રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૮૯૭.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૫૭૯, ઈન્ફોસીસ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૭૬૭.૨૦ રહ્યા હતા.
મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ છતાં અનેક શેરોમાં વેચવાલી : ૧૫૨૨ શેરો નેગેટીવ બંધ : ૨૮૬ શેરોમાં મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં રિકવરી સાથે આજે મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની પસંદગીની લેવાલી થવા છતાં સ્મોલ કેપ અને રોકડાના અન્ય ઘટનાર શેરોની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૪૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૯૪૫ અને ઘટનારની સંખ્યા ૧૫૨૨ રહી હતી. ૧૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIનીરૂ.૧૨૦૦ કરોડની કેશમાં વેચવાલી, ફયુચર્સમાં રૂ.૧૨૦૦ કરોડની ખરીદી : DIIની રૂ.૧૨૮૬ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે સોમવારે કેશમાં રૂ.૧૨૦૦.૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૮૩૪.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૩૪.૬૫ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈ-એફપીઆઈઝની આજે ફયુચર્સમાં કુલ રૂ.૧૧૯૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી, જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૪૦૬.૧૮ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૭૮૩.૭૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨૮૬.૬૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૮૨૫.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫૩૮.૫૮ કરોડની વેચવાલી થઈ હતી.