Business

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઇલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ભારે તેજી જોવા જ મળી રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઇલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત

Market Updates : જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ભારે તેજી જોવા જ મળી રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલાઈ ગયો છે. 

સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ તેજી 

આજે નવા ટ્રેડિંગ વીકના પ્રથમ દિવસ સોમવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં પ્રચંડ તેજી જોવા મળી. શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 75415.35 પોઇન્ટ રહ્યું હતું જે આજે સીધું 76289.52 પર ખુલ્યું હતું. જે કુલ 870થી વધુ પોઇન્ટની તેજી દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેનું શુક્રવારનું ક્લૉઝિંગ 23,719.30 પર થયું હતું જે આજે સોમવારે સીધું 23,983.45 પોઇન્ટ પર ખુલ્યું હતું જે કુલ 260થી વધુ પોઇન્ટની તેજી દર્શાવે છે. જેના કારણે આજે શેરબજારના મોટા ભાગના શેરોમાં હરિયાળી છવાઈ ગઈ હતી. 

સોનુ-ચાંદી મોંઘા થયા 

બીજી બાજુ વાયદા બજારની વાત કરીએ તો સોનામાં આજે 800 રૂપિયા સુધીનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં સોનાની કિંમત 159200ની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં ચાંદી થોડી ઘટીને 275690ની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. 

ક્રૂડ ઓઇલમાં કડાકો 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોની વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા છેલ્લા તબક્કા સુધી પહોંચી જતા ક્રૂડ ઓઇલમાં કડાકો બોલાઈ ગયો હતો અને હાલમાં ક્રૂડ ઓઇલની કિંમતો 95 ડૉલરની પણ નીચે 94.79 ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહી છે. 

રૂપિયો મજબૂત થયો 

બીજી બાજુ આરબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને વૈશ્વિક સ્તરે ફરી એકવાર યુદ્ધમાં શાંતિના દેખાતા સંકેતો વચ્ચે રૂપિયો ફરી એકવાર ડૉલર સામે મજબૂત થયો હતો. હાલમાં ડૉલર સામે રૂપિયો 95.70 રૂપિયાના લેવલે આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રૂપિયો ડૉલર સામે 96.96ના લેવલે પહોંચી ગયો હતો.