સેન્સેક્સે 41000ની સપાટી કુદાવી : બેંકિંગ, ઓટો, આઈટી, ઓઈલ, મેટલ, પાવર શેરોમાં તેજીએ સેન્સેક્સ 428 પોઈન્ટ ઉછળીને 41009
- નિફટી સ્પોટ ૧૧૫ પોઈન્ટ ઉછળીને ૧૨૦૮૭ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ફરી વેલ્યુબાઈંગ : FPIs/FIIની કેશમાં રૃ.૧૧૫ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૃ.૩૮૫ કરોડની ચોખ્ખી ખરીદી
- યુ.એસ.-ચાઈના ટ્રેડ ડિલને ટ્રમ્પની મંજૂરીના સંકેતે વૈશ્વિક તેજી : ક્રુડ ઓઈલ વધીને ૬૫ ડોલર પાર
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧૫,ડિસેમ્બરથી ચાઈનીઝ ચીજો પર ટેરિફના અમલીકરણને અટકાવવા અમેરિકા-ચાઈના ટ્રેડ ડિલને સૈધ્ધાંતિક મંજૂર કરાયાના અને યુ.કે.માં વડાપ્રધાન બોરીસ જોહન્સનની કન્ઝર્વેશન પાર્ટી વિજયી થયા સાથે યુરોપીય સેન્ટ્રલ બેંક(ઈસીબી) દ્વારા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યાના પોઝિટીવ સમાચારોએ વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય બજારોમાં આજે આક્રમક તેજી જોવાઈ હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામને દેશની કથળતી આર્થિક પરિસ્થિતિના આવી રહેલા આંકડાને લઈ સેન્ટીમેન્ટ ડહોળાઈ રહ્યું છે, ત્યારે આજે સંવાદદાતાને સંબોધતા પૂર્વે કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહનો-રાહતોના વધુ પગલાં જાહેર થવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ શેરોમાં ફરી ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવીને સેન્સેક્સને ૪૧૦૦૦ની સપાટી અને નિફટીને ૧૨૦૦૦ની સપાટી પાર કરાવી દીધી હતી. ક્રુડ ઓઈલમાં ઓપેક દ્વારા નવા વર્ષમાં પુરવઠાની ખાધ રહેવાના અપાયેલા સંકેત વચ્ચે બ્રેન્ટ ક્રુડ આજે ૯૮ સેન્ટ વધીને ૬૫.૧૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૫ સેન્ટ વધીને ૫૯.૯૩ ડોલર નજીક રહ્યા હતા. ફુગાવા-રીટેલ મોંઘવારીનો આંક વધીને આવ્યા સાથે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)નો આંક ઘટીને આવ્યા બાદ બજારમાં નિરાશા છવાઈ જવાની વધેલી શકયતાને લઈ નાણા પ્રધાને ફરી પિકચરમાં આવી જઈ સંવાદદાતાઓને સંબોધવાનું સવારે જ જાહેર કરી દેતાં આર્થિક સુધારાના પગલાંની અપેક્ષાએ ફંડોની આજે આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં લેવાલી નીકળી હતી. બજાર બંધ થયા બાદ રેવન્યુ સેક્રેટરી અરવિંદ પાંડે દ્વારા ભારતમાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ૩૫ અબજ ડોલરનો એફડીઆઈ પ્રવાહ નોંધાયો હોવાનું અને રૃ.૧૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં તમામ કરદાતાઓ માટે બી ટુ બી વ્યવહારોમાં ઈ-ઈનવોઈસ ફરજિયાત કરવા સહિતના નિર્ણયો જાહેર કરાયા છે. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, ઓટો, મેટલ, ઓઈલ-ગેસ, પાવર શેરોમાં તેજીએ સેન્સેક્સ ૪૨૮ પોઈન્ટ વધીને ૪૧૦૦૯.૭૧ અને નિફટી સ્પોટ ૧૧૪.૯૦ પોઈન્ટ વધીને ૧૨૦૮૬.૭૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ફરી ૪૧,૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૪૧૦૫૫ સુધી જઈ અંતે ૪૨૮ પોઈન્ટ વધીને ૪૧૦૦૯
ટ્રેડીંગની શરૃઆત આજે અપેક્ષિત તેજીએ થઈ હતી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલને મંજૂરીના અહેવાલ અને યુ.કે.ની ચૂંટણીમાં બોરિસ જોન્શનના વિજયના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૮૧.૭૧ સામે ૪૦૭૫૪.૮૨ મથાળે ખુલીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં લેવાલીએ અને ઓટોમોબાઈલ શેરોમાં મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા તેમ જ આઈટી શેરોમાં ઈન્ફોસીસ દ્વારા અમેરિકામાં કોઈ એકશન લોસ્યુટ દાખલ થયાનું તેની જાણમાં નહીં હોવાનું જણાવાતા આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ અને મેટલ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ સાથે લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૪૧૦૫૫.૮૦ સુધી પહોંચી અંતે ૪૨૮ પોઈન્ટ વધીને ૪૧૦૦૯.૭૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૨૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૨૦૯૮ થઈ અંતે ૧૧૫ પોઈન્ટ ઉછળીને ૧૨૦૮૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૭૧.૮૦ સામે ૧૨૦૨૬.૪૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા સાથે ઓટો શેરો મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ આઈટી શેરો ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસીમ, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, ગેઈલ, એનટીપીસી, બીપીસીએલ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૧૨૦૯૮.૮૫ સુધી પહોંતી અંતે ૧૧૪.૯૦ પોઈન્ટ વધીને ૧૨૦૮૬.૭૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩૧.૨૫ થી ઉછળીને ૮૪.૯૫ : નિફટી ૧૨,૦૦૦નો પુટ ૬૩.૨૦ થી ઘટીને ૨૮.૯૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૨૦,૮૩૯ કોન્ટ્રેકટસમાં રૃ.૨૯,૨૭૧.૬૩ કરોડના કામકાજે ૩૧.૨૫ સામે ૪૦.૫૦ મથાળે ખુલીને નીચામં ૩૬.૫૦ થઈ વધીને ૮૬.૬૫ સુધી પહોંચી અંતે ૮૪.૯૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૨,૬૧,૧૫૦ કોન્ટ્રેકટસમાં રૃ.૨૩,૫૭૫.૫૩ કરોડના કામકાજે ૬૩.૨૦ સામે ૪૮.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૩.૬૫ થઈ ઘટીને ૨૭.૦૫ સુધી આવી અંતે ૨૮.૯૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨,૧૨,૪૩૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૪૮૩.૨૩ કરોડના કામકાજે ૧૦.૪૫ સામે ૧૧.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૪૩.૪૫ સુધી પહોંચી અંતે ૪૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧,૫૫,૧૧૪ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૧૦૧.૩૪ કરોડના કામકાજે ૭૩.૩૦ સામે ૮૭ મથાળે ખુલીને નીચામાં ૮૫.૧૦ થઈ વધીને ૧૫૫.૧૫ સુધી પહોંચી અંતે ૧૫૨.૭૫ રહ્યો હતો.
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૧,૭૧૭ થી ઉછળીને ૩૨,૦૯૫ : નિફટી ફયુચર ૧૨,૦૨૮ થી વધીને ૧૨,૧૫૧
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૪૮,૧૫૫ કોન્ટ્રેકટસમાં રૃ.૯૪૯૪.૨૩ કરોડના કામકાજે ૩૧,૭૧૭ સામે ૩૧,૮૬૦.૪૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૮૦૫.૩૫ થઈ વધીને ૩૨,૨૩૦ સુધી પહોંચી અંતે ૩૨,૦૯૫.૬૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૦૮,૨૭૭ કોન્ટ્રેકટસમાં રૃ.૯૮૩૬.૨૨ કરોડના કામકાજે ૧૨,૦૨૮.૬૫ સામે ૧૨,૦૬૦.૩૫ મથાળે ખુલીને નીચામાં ૧૨,૦૫૪.૯૫ થઈ વધીને ૧૨,૧૫૨ સુધી જઈ અંતે ૧૨,૧૫૧.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૧૧.૬૦ સામે ૮.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧.૬૦ થઈ ઘટીને ૫.૯૫ સુધી આવી અંતે ૭.૧૫ રહ્યો હતો.
બેંકેક્સ ઈન્ડેક્સની ૩૬૨ પોઈન્ટની છલાંગ : એક્સીસ બેંક, સ્ટેટ બેંક, આરબીએલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક ઉંચકાયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ આક્રમક લેવાલી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૧.૯૬ પોઈન્ટની છલાંગે ૩૬૪૯૬.૩૦ બંધ રહ્યો હતો. એક્સીસ બેંક રૃ.૩૦.૪૦ ઉછળીને રૃ.૭૫૨, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૦.૯૦ વધીને રૃ.૩૩૨.૭૦, આરબીએલ બેંક રૃ.૧૦.૬૫ વધીને રૃ.૩૪૫.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૪૪.૩૦ વધીને રૃ.૧૪૮૬.૯૫, યશ બેંક રૃ.૧.૩૦ વધીને રૃ.૪૬.૬૫, ફેડરલ બેંક રૃ.૧.૬૦ વધીને રૃ.૮૬.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨.૩૫ વધીને રૃ.૫૩૭.૪૦, યુકો બેંક રૃ.૧.૮૦ વધીને રૃ.૧૭, કોર્પોરેશન બેંક રૃ.૨ વધીને રૃ.૨૫.૭૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૃ.૩.૮૫ વધીને રૃ.૫૯.૬૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૃ.૧૭.૭૫ વધીને રૃ.૩૦૯.૩૦, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૃ.૩.૧૫ વધીને રૃ.૫૫.૫૦, જેએમ ફાઈનાન્શિયલ રૃ.૪.૫૫ વધીને રૃ.૯૧.૧૫, આઈડીબીઆઈ બેંક રૃ.૧.૬૦ વધીને રૃ.૩૮.૫૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨.૨૦ વધીને રૃ.૭૦.૯૫ રહ્યા હતા.
આઈટી-સોફટવેર શેરોમં શોર્ટ કવરિંગ : ઈન્ફોસીસ કોઈ ક્લાસ એકશન લોસ્યુટ નહીંની સ્પષ્ટતાએ વધ્યો : ટીસીએસ, વિપ્રો વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. ઈન્ફોસીસ સામે લોસ એન્જેલિસની લો ફર્મ દ્વારા ક્લાસ એકશન લોસ્યુટ ફાઈલ કરાયાના ગઈકાલે અહેવાલ બાદ આજે કંપનીએ આવા કોઈ કેસ કે ફરિયાદની જાણ નહીં હોવાની સ્પષ્ટતા કરવામાં આવતાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. ટીસીએસ રૃ.૫૪.૯૫ ઉછળીને રૃ.૨૦૭૧.૭૦, વિપ્રો રૃ.૪.૪૦ વધીને રૃ.૨૪૩.૮૦, માઈન્ડટ્રી રૃ.૧૧.૮૫ વધીને રૃ.૭૬૩.૮૫, એચસીએલ ટેકનોલોજી રૃ.૭.૦૫ વધીને રૃ.૫૪૩.૩૫, ટેક મહિન્દ્રા રૃ.૫.૪૫ વધીને રૃ.૭૬૧.૪૦, ઓરેકલ ફિનસર્વ રૃ.૭.૬૫ વધીને રૃ.૨૯૨૬.૫૫, એમ્ફેસીસ રૃ.૧ વધીને રૃ.૮૬૪.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૮.૧૧ પોઈન્ટ વધીને ૧૫૦૦૫.૮૨ બંધ રહ્યો હતો.
ચાઈના-અમેરિકા ટ્રેડ ડિલના મંજૂરીના સંકેતે મેટલ શેરોમાં વેદાન્તા, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ વધ્યા
ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈધ્ધાંતિક મંજૂરી આપ્યાના અહેવાલ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની વ્યાપક લેવાલી થઈ હતી. વેદાન્તા રૃ.૫.૪૦ વધીને રૃ.૧૪૯.૩૫, હિન્દાલ્કો રૃ.૭.૧૦ વધીને રૃ.૨૦૮.૩૫, કોલ ઈન્ડિયા રૃ.૫.૯૫ વધીને રૃ.૧૯૬.૩૦, ટાટા સ્ટીલ રૃ.૧૦ વધીને રૃ.૪૨૮.૭૫, સેઈલ રૃ.૪૦.૬૦, નાલ્કો રૃ.૪૩.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૧.૭૦ વધીને રૃ.૨૫૭.૪૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ બ્રેન્ટ વધીને ૬૫.૧૮ ડોલર : ઓઈલ-ગેસ શેરોમાં જીએસપીએલ, બીપીસીએલ, પેટ્રોનેટ, રિલાયન્સ, ગેઈલ વધ્યા
ક્રુડ ઓઈલમાં ઓપેક દ્વારા નવા વર્ષમાં પુરવઠાની ખાધ રહેવાના અપાયેલા સંકેત વચ્ચે બ્રેન્ટ ક્રુડ આજે ૯૮ સેન્ટ વધીને ૬૫.૧૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૫ સેન્ટ વધીને ૫૯.૯૩ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે જીએસપીએલ રૃ.૨.૪૫ વધીને રૃ.૨૧૮.૫૦, બીપીસીએલ રૃ.૫.૪૫ વધીને રૃ.૪૯૬.૫૦, પેટ્રોનેટ એલએનજી રૃ.૨.૯૦ વધીને રૃ.૨૭૪.૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૪.૯૫ વધીને રૃ.૧૫૮૨.૪૫, ગેઈલ ઈન્ડિયા રૃ.૧૧૯.૭૫, એચપીસીએલ રૃ.૧.૬૦ વધીને રૃ.૨૬૭.૪૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી આકર્ષણ : મધરસન સુમી, બાલક્રિષ્ન ઈન્ડ., મારૃતી, અશોક લેલેન્ડ, એમઆરએફ, ટાટા મોટર્સ, બોશ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી શોર્ટ કવરિંગ સાથે ફંડોની લેવાલી શરૃ થઈ હતી. મધરસન સુમી રૃ.૫.૪૦ વધીને રૃ.૧૪૦.૮૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩૦.૯૫ વધીને રૃ.૯૫૩.૫૦, મારૃતી સુઝુકી રૃ.૨૨૩.૬૦ વધીને રૃ.૭૨૨૧.૩૫, અશોક લેલેન્ડ રૃ.૨.૫૦ વધીને રૃ.૮૧, ટીવીએસ મોટર રૃ.૧૩.૨૫ વધીને રૃ.૪૫૭.૭૫, એમઆરએફ રૃ.૧૨૫૯.૪૫ વધીને રૃ.૬૩,૯૨૮.૧૫, ટાટા મોટર્સ રૃ.૩.૩૦ વધીને રૃ.૧૭૬.૬૫, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૯.૯૦ વધીને રૃ.૫૪૮.૪૫, બોશ રૃ.૨૧૫.૭૫ વધીને રૃ.૧૫,૧૯૧.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૪.૨૫ વધીને રૃ.૫૧૬, એકસાઈડ રૃ.૧.૨૫ વધીને રૃ.૧૮૬, આઈશર મોટર્સ રૃ.૮૭.૮૦ વધીને રૃ.૨૨,૦૩૧.૧૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ પસંદગીનું આકર્ષણ : ૧૫૪૮ શેરો પોઝિટીવ બંધ : ૨૩૮ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં આજે આકર્ષણ વધતાં વધનાર શેરોની સંખ્યા વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૪૮ અને ઘટનારની સંખ્યા ૯૮૫ રહી હતી. ૧૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૩૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૃ.૧૧૫ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૃ.૩૮૫ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૃ.૧૧૫.૭૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૪૬૩૨.૩૮ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૫૧૬.૬૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૩૮૪.૯૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૩૯૫૪.૮૪ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૫૬૯.૯૨કરોડની વેચવાલી થઈ હતી.