સેન્સેક્સ 80 પોઈન્ટ ઘટીને 41873
- નિફટી ૧૯ પોઈન્ટ ઘટીને ૧૨૩૪૩ : ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : બેંકિંગ શેરોમાં ધોવાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૨૭૯ કરોડની ખરીદી, DIIની કેશમાં રૂ.૬૪૮ કરોડની વેચવાલી
- અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલ પર વિશ્વની નજર : ક્રુડ ઓઈલમાં નરમાઈ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને વિરામ : સેન્સેક્સ આરંભમાં ૩૦૫ પોઈન્ટ તૂટી અંતે રિકવરીએ ૮૦ પોઈન્ટ ઘટીને ૪૧૮૭૩
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે વિક્રમી તેજીને વિરામ મળ્યો હતો. ફુગાવાના ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના રીટેલ આંક પાંચ વર્ષની ઊંચાઈએ ૭.૫૬ ટકા આવ્યા બાદ હોલસેલ ફુગાવાનો આંક પણ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ આવતાં આ નેગેટીવ પરિબળ સાથે વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે થનારી ટ્રેડ ડીલ પર વિશ્વની નજરે આજે ઈન્ડેક્સ બેઝડ સાવચેતીમાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. અલબત આરંભમાં આ આંચકા બાદ ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓ ઈન્ફોસીસ બાદ વિપ્રોના એકંદર અપેક્ષાથી સારા પરિણામ સામે બેંકિંગ ક્ષેત્રે ઈન્ડસઈન્ડ બેંકની એનપીએમાં વધારાના પરિણામે પ્રોવિઝન્સમાં વધારો થતાં નબળા પરિણામે ફંડોની બેંકિંગ શેરોમાં સતત બીજા દિવસે વેચવાલીના આંચકાં અનુભવાયા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૪.૧૮ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૫૭.૯૩ ડોલર નજીક રહ્યા હતા. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ સામે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં ફંડો લેવાલ બનતાં સેન્સેક્સ, નિફટીએ મોટો ઘટાડો પચાવ્યો હતો. સેન્સેક્સ અંતે ૭૯.૯૦ પોઈન્ટ ઘટીને ૪૧,૮૭૨.૭૩ અને નિફટી સ્પોટ ૧૯ પોઈન્ટ ઘટીને ૧૨,૩૪૩.૩૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક આંચકામાં ૩૦૫ પોઈન્ટ તૂટીને ૪૧૬૪૮ સુધી આવી છેલ્લા કલાકમાં રિકવરીએ અંતે ૮૦ ઘટીને ૪૧૮૭૩
ટ્રેડીંગની શરૂઆત આજે આંચકા સાથે થઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ૧૫,જાન્યુઆરી બાદ ટ્રેડ ડીલ થવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ હવે આ માટેની ઘડી આવી પહોંચ્યા છતાં ટ્રેડ ડીલ થશે કે પછી ફરી ઘોંચમાં પડશે એની અનિશ્ચિતતા-અવિશ્વાસને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ટ્રેડીંગની શરૂઆત નરમાઈએ થઈ હતી. આ સાથે ફુગાવો સતત વધવાના નેગેટીવ પરિબળની પણ અસર જોવાઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૯૫૨.૬૩ સામે ૪૧૯૬૯.૮૬ મથાળે ખુલીને આરંભમાં જ ઈન્ડસ ઈન્ડ બેંકના નબળા પરિણામે સતત બીજા દિવસે બેંકિંગ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક સહિતમાં વેચવાલી થતાં અને ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, લાર્સન, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં પ્રોફિટ બુકિંગે એક સમયે ૩૦૪.૫૨ પોઈન્ટ ઘટીને નીચામાં ૪૧૬૪૮.૧૧ સુધી આવી ગયો હતો. જે છેલ્લા એક કલાકમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોની પસંદગીની લેવાલીએ ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સહિત વધી આવતાં અને ટાઈટન, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા સ્ટીલ, સન ફાર્મા, એનટીપીસી સહિતમાં આકર્ષણે ઘટાડો પચાવતો જઈ અંતે ૭૯.૯૦ પોઈન્ટ ઘટીને ૪૧૮૭૨.૭૩ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૨૩૦૦ની સપાટી અકબંધ રહી : નીચામાં ૧૨૨૭૮ સુધી આવી અંતે ૧૯ પોઈન્ટ ઘટીને ૧૨૩૪૩
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૩૬૨.૩૦ સામે ૧૨૩૪૯.૪૦ મથાળે ખુલીને આરંભમાં આંચકામાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંકમાં ઓફલોડિંગે અને વિપ્રો, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને બીપીસીએલ, આઈઓસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ અને ડો.રેડ્ડીઝ લેબ., આઈટીસી, વેદાન્તા, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, ઈન્ફ્રાટેલ સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૧૨૨૭૮.૭૫ સુધી આવ્યો હતો. જે છેલ્લા એક કલાકમાં શોર્ટ કવરિંગ સાથે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન સહિતમાં પસંદગીની લેવાલીએ અંતે ૧૯ પોઈન્ટ ઘટીને ૧૨૩૪૩.૩૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૩૦૦નો પુટ વધીને ૪૫ થઈ અંતે ૧૫.૬૦ : નિફટી ૧૨,૩૦૦નો કોલ ૮૬.૫૦ થી ઘટીને ૫૯.૧૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે અફડાતફડીના અંતે ફંડોએ ફરી તેજીનો વેપાર વધાર્યાની ચર્ચા હતી. નિફટી ૧૨,૩૦૦નો પુટ ૬,૬૩,૫૮૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૧,૩૭૫.૮૮ કરોડના કામકાજે ૨૩.૪૦ સામે ૨૯.૫૦ સામે ૨૯.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૫ થઈ ઘટીને ૧૩.૪૫ સુધી આવી અંતે ૧૫.૬૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૫,૯૫,૭૫૬ કોન્ટ્રેકટસમાં રૂ.૫૫,૧૪૪.૯૪ કરોડના કામકાજે ૮૬.૫૦ સામે ૬૫ મથાળે ખુલીને નીચામાં ૨૫.૨૦ સુધી આવી વધીને ૭૫ સુધી પહોંચી અંતે ૫૯.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૩૫૦નો કોલ ૫૩ સામે ૪૨ મથાળે ખુલીને નીચામાં ૧૧.૩૦ સુધી પટકાઈ અંતે ૨૮.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૪,૦૦,૫૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૨૭૭.૨૧ કરોડના કામકાજે ૨૮.૪૫ સામે ૨૧.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૨ થઈ ઘટીને ૪.૭૦ સુધી આવી અંતે ૧૧.૩૦ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૨,૧૬૯ થી તૂટીને ૩૧,૯૫૦ : નિફટી ફયુચર ૧૨,૩૯૭ થી ઘટીને ૧૨,૩૧૯ થઈ અંતે ૧૨,૩૭૪
બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૪૯,૩૦૩ કોન્ટ્રેકટસમાં રૂ.૯૫૧૮.૦૮ કરોડના કામકાજે ૩૨,૧૬૯.૦૫ સામે ૩૨,૦૮૯ મથાળે ખુલીને ઉપરમાં ૩૨,૧૦૫.૫૦ થઈ ઘટીને ૩૧,૭૬૫.૮૦ સુધી આવી અંતે ૩૧,૯૫૦ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૮૫,૨૩૧ કોન્ટ્રેકટસમાં રૂ.૭૮૯૨.૩૬ કરોડના કામકાજે ૧૨,૩૯૭ સામે ૧૨,૩૬૩.૪૦ મથાળે ખુલીને નીચામાં ૧૨,૩૧૯.૦૫ થઈ ઉપરમાં ૧૨,૩૯૧.૯૫ સુધી જઈ અંતે ૧૨,૩૭૪.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૪.૯૦ સામે ૩.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૫ થઈ ઘટીને ૧.૨૦ સુધી આવી અંતે ૧.૫૫ રહ્યો હતો.
ઓટો ઉદ્યોગને બજેટમાં પ્રોત્સાહનોની અપેક્ષાએ ફંડોની તેજી : ટીવીએસ મોટર, હીરો, ટાટા મોટર્સ, અમરરાજા, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ ઉદ્યોગ મંદ માંગ સંકટમાંથી લાંબા સમયથી પસાર થઈ રહ્યો હોઈ ઉદ્યોગની જીએસટી સહિતમાં રાહત સહિતની માંગ સાથે બજેટમાં આ વખતે પ્રોત્સાહનો-રાહતો જાહેર થવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ ઓટો શેરોમાં વ્યાપક લેવાલી કરી હતી. ટીવીએસ મોટર રૂ.૧૭.૬૫ વધીને રૂ.૪૮૯.૩૦, હીરો મોટોકોર્પ રૂ.૬૨.૧૫ વધીને રૂ.૨૪૭૦.૯૫, ટાટા મોટર્સ રૂ.૪.૫૫ વધીને રૂ.૨૦૦.૩૦, અમરરાજા બેટરીઝ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૭૭૨.૮૦, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૯૩.૯૫, અશોક લેલેન્ડ રૂ.૧.૧૦ વધીને રૂ.૮૨.૫૦, અપોલો ટાયર રૂ.૨.૩૫ વધીને રૂ.૧૭૫.૯૫, મારૂતી સુઝુકી રૂ.૯૪.૨૦ વધીને રૂ.૭૪૮૨.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫.૮૦ વધીને રૂ.૫૬૮.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૮૫ વધીને રૂ.૧૦૮૦, બજાજ ઓટો રૂ.૨૩.૪૫ વધીને રૂ.૩૧૨૫, આઈશર મોટર્સ રૂ.૧૨૯.૦૫ વધીને રૂ.૨૦,૬૨૭.૭૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : ઓરિએન્ટલ ઈલેક્ટ્રિકલ, સિમ્ફની, ટાઈટન, ટીટીકે પ્રેસ્ટિજ, વ્હર્લપુલ, ક્રોમ્પ્ટન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઓરિએન્ટલ ઈલેક્ટ્રિકલ રૂ.૧૨ વધીને રૂ.૨૦૫.૫૦, સિમ્ફની રૂ.૨૨.૬૫ વધીને રૂ.૧૧૭૧.૭૫, ક્રોમ્પ્ટન રૂ.૪.૬૦ વધીને રૂ.૨૪૭.૧૦, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૧૦૪.૨૫ વધીને રૂ.૫૯૩૯.૭૫, વ્હર્લપુલ રૂ.૩૯.૯૫ વધીને રૂ.૨૩૭૧.૯૦, ટાઈટન રૂ.૧૫.૩૦ વધીને રૂ.૧૧૮૨.૧૦, બ્લુ સ્ટાર રૂ.૬.૫૦ વધીને રૂ.૮૪૯.૩૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૫.૧૦ વધીને રૂ.૭૦૬.૮૫, વોલ્ટાસ રૂ.૨.૭૦ વધીને રૂ.૬૯૫.૭૦ રહ્યા હતા.
પિરામલ રૂ.૯૧ વધીને રૂ.૧૫૩૬ : ગ્રેન્યુઅલ્સ, આરપીજી લાઈફ, ન્યુલેન્ડ લેબ., કેડિલા, એફડીસી, ઈપ્કા, અબોટ ઈન્ડિયા વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી રહી હતી. પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૯૦.૮૫ વધીને રૂ.૧૫૩૬.૨૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૩૭.૨૫, આરપીજી લાઈફ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૧૫.૦૫, વિમતા લેબ રૂ.૩.૦૫ વધીને રૂ.૧૦૨, ન્યુલેન્ડ લેબ રૂ.૧૪.૩૫ વધીને રૂ.૪૯૨, કેડિલા હેલ્થકેર રૂ.૫.૮૫ વધીને રૂ.૨૬૨.૯૫, એફડીસી રૂ.૫.૦૫ વધીને રૂ.૨૩૦, ઈપ્કા લેબ રૂ.૨૭.૦૫ વધીને રૂ.૧૨૪૩.૪૦, અબોટ ઈન્ડિયા રૂ.૨૧૦.૪૫ વધીને રૂ.૧૨,૮૫૧, અપોલો હોસ્પિટલ રૂ.૧૯.૯૫ વધીને રૂ.૧૫૧૩.૩૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૪.૯૦ વધીને રૂ.૧૯૦૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૫.૬૫ વધીને રૂ.૪૮૬ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં સતત તેજી : એટીએફએલ રૂ.૩૦ વધીને રૂ.૭૦૯ : ડીએફએમ, ત્રિવેણી, અવન્તિ, વાડીલાલ, ગોદરેજ વધ્યા
એફએમસીજી શેરોમાં આજે સતત ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. એટીએફએલ રૂ.૩૦.૨૦ વધીને રૂ.૭૦૯, ડીએફએમ રૂ.૩૨.૫૦ વધીને રૂ.૨૮૨.૨૫, ત્રિવેણી એન્જિનિયરીંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૦૫ વધીને રૂ.૮૪.૮૦, અવન્તિ રૂ.૪૮.૧૫ વધીને રૂ.૬૯૭.૨૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૯.૭૫ વધીને રૂ.૧૫૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૦૫ વધીને રૂ.૭૭૪.૧૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૩.૭૦ વધીને રૂ.૭૬૪.૨૫, ડાબર ઈન્ડિયા રૂ.૭.૦૫ વધીને રૂ.૪૮૯.૫૦, ઝાયડસ વેલનેસ રૂ.૨૧.૩૫ વધીને રૂ.૧૪૮૭, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૧.૮૦ વધીને રૂ.૩૯૧.૨૦, હિન્દુસ્તાન યુનિલીવર રૂ.૧૧.૪૫ વધીને રૂ.૨૦૨૦.૪૫ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંકની જોગવાઈ વધતાં શેર રૂ.૮૦ ઘટીને રૂ.૧૪૦૦ : આરબીએલ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, ૈંભૈંભૈં ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સતત બીજા દિવસે વેચવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક દ્વારા ગઈકાલે જાહેર થયેલા ડિસેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિક પરિણામમાં બેંક દ્વારા ડૂબત લોન પેટે જોગવાઈમાં વધારો કરવામાં આવતાં નેગેટીવ અસરે શેર રૂ.૮૦.૫૦ ઘટીને રૂ.૧૪૦૦.૬૦ રહ્યો હતો. આરબીએલ બેંક રૂ.૭.૦૫ ઘટીને રૂ.૩૪૯.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૭૦ ઘટીને રૂ.૩૨૪.૨૦, એચડીએફસી બેંક રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૨૮૪.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨.૦૫ ઘટીને રૂ.૫૩૫.૪૦, બંધન બેંક રૂ.૨૬.૮૦ તૂટીને રૂ.૪૯૨.૧૫, સેન્ટ્રમ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૨૪.૪૫, કેનફિન હોમ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૩૭૫.૪૫, ઈક્વિટાસ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૦૪.૮૦, આઈઆઈએફએલ રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૪૭.૩૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૭૬૦.૬૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૮૭૦.૨૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ ઘટયા : માઈન્ડટ્રી, ટીસીએસ વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. વિપ્રોના ત્રીજા ત્રિમાસિકના ગઈકાલે જાહેર થયેલા પરિણામો એકંદર નબળા રહેતાં શેરમાં વેચવાલીએ રૂ.૯ ઘટીને રૂ.૨૪૮.૧૫ રહ્યો હતો. ટેક મહિન્દ્રા રૂ.૪.૨૫ ઘટીને રૂ.૭૯૧.૯૫, ઈન્ફોસીસ રૂ.૯.૪૦ ઘટીને રૂ.૭૬૫.૯૫ રહ્યા હતા. જ્યારે માઈન્ડટ્રી રૂ.૧૯.૫૫ વધીને રૂ.૮૮૩.૩૦, ટીસીએસ રૂ.૧૯.૩૫ વધીને રૂ.૨૨૨૬.૫૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેંલદાઓની સતત તેજી : ૧૪૮૩ શેરો પોઝિટીવ બંધ : ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ ફરી આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં દિગ્ગજો, ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં લેવાલી સતત જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૮૩ અને ઘટનારની સંખ્યા ૧૦૪૬ રહી હતી. ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૭૯ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૬૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૨૭૯.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૦૨૬.૮૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૪૭.૨૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૪૮.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૮૯૭.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૫૪૬.૨૦ કરોડની વેચવાલી થઈ હતી.