Get The App

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી

- ૧૪૮ પોઈન્ટ વધી નિફટીએ ૨૬૦૦૦ની સપાટી કુદાવી: નિફટી મિડકેપ શેરોમાં આકર્ષણ જળવાયું

- વિદેશી રોકાણકારો ઉછાળે સતત વેચવાલ : રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૬૫ લાખ કરોડનો વધારો નોંધાયો

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે  85000 ની સપાટી કુદાવી 1 - image


મુંબઈ : નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે ગુરુવારે થયેલી ટેલિફોનિક વાતચીતમાં અન્ય કેટલાક મુદ્દા ઉપરાંત વેપાર કરાર બાબતે પણ ચર્ચા થયાના અહેવાલે સપ્તાહના અંતે ભારતીય શેરબજારના માનસમાં વધુ સુધારો કર્યો હતો જેને પગલ ે બેન્ચમાર્ક  ઈન્ડાઈસિસ  સતત બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા હતા. સેન્સેકસે ૮૫૦૦૦ જ્યારે નિફટીએ ૨૬૦૦૦ની સપાટી પાર કરી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫ ટકા ઘટાડાને કારણે ગુરુવારે આવેલી રેલી સપ્તાહ અંતે જળવાઈ રહેતા રોકાણકારોની સંપત્તિ (બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ) પણ રૂપિયા૩.૬૫ લાખ કરોડ વધી  રૂપિયા  ૪૭૦.૨૯ લાખ કરોડ પહોંચી હતી.  બેન્ચમાર્ક ઉપરાંત નિફટી મિડકેપમાં ૭૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. ક્રુડ તેલના ભાવમાં પ્રમાણમાં નરમાઈ પણ બજારને ટેકો આપી રહી છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયાની નવી નીચી સપાટીથી નિકાસ મોરચે લાભ થવાની પણ ગણતરી મુકાતી હતી. સેન્સેકસ ૪૪૯.૫૩ પોઈન્ટ વધી ૮૫૨૬૭.૬૬ જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૧૪૮.૪૦ વધી ૨૬૦૪૬.૯૫ પોઈન્ટ બંધ રહ્યો હતો જ્યારે નિફટી મિડકેપ ૭૦૫.૨૫ વધી ૬૦૨૮૩.૩૦ના સ્તરે બંધ આવ્યો હતો. આઈટી, મેટલ, રિઅલ્ટી તથા કન્ઝ્યૂમર ડયૂરેબલ્સ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું જ્યારે એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. 

ચાંદી તાૃથા કોપરના વૈશ્વિક ભાવમાં રેલીને પરિણામે કોપર સહિતની મેટલ કંપનીના શેરભાવ ઊંચકાયા 

ચાંદી તથા કોપર જેવી કોમોડિટીઝના વૈશ્વિક ભાવમાં સતત રેલીને પરિણામે ઘરઆંગણે પણ આવી કોમોડિટીઝના ભાવને ટેકો મળી રહ્યો છે જેને કારણે મેટલ શેરોમાં રેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા માળખાકીય ખર્ચને કારણે પણ એલ્યુમિનિયમ તથા સ્ટીલ જેવા મેટલ્સની માગ ઊંચી જોવા મળી રહી છે. હિન્દુસ્તાન કોપર રૂપિયા ૨૫.૨૫ વધી રૂપિયા ૩૮૨.૩૦, માધવ કોપર રૂપિયા ૨.૬૬ વધી રૂપિયા ૪૮.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂપિયા ૩૯ વધી રૂપિયા ૫૬૧.૬૫ રહ્યો હતો. ઈન્ટ્રાડેમાં ભાવ ૫૬૭.૪૫ સાથે ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. નેલ્કો રૂપિયા ૧૩.૮૫ વધી રૂપિયા ૨૭૮.૧૫ બંધ રહ્યો હતો. એનએમડીસી રૂપિયા  ૨.૬૩ વધી રૂપિયા ૭૭.૯૪, હિન્દાલકો રૂપિયા ૨૭.૭૫, ટાટા સ્ટીલ રૂપિયા ૫.૫૧ વધી રૂપિયા ૧૭૧.૮૯ રહ્યો હતો. 

રેપો રેટમાં ઘટાડા બાદ રિઅલ્ટી શેરોમાં આકર્ષણ: ગોદરેજ પ્રોપ., ફિનિકસ મિલ્સ, ડીએલએફ, લોઢા ઊંચકાયા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ કેટલીક બેન્કોએ પણ ધિરાણ દર  ઘટાડવાનું ચાલુ કરતા પ્રોપર્ટી માટેની માગમાં વધારો થવાની ધારણાંએ રિઅલ્ટી સ્ટોકસને ટેકો મળી રહ્યો છે. ગોદરેજ પ્રોપ. રૂપિયા ૩૯.૫૦ વધી રૂપિયા ૨૦૭૫.૧૦, ફિનિકસ મિલ્સ રૂપિયા ૨૭.૧૦ વધી રૂપિયા ૧૭૭૦.૯૦, ડીએલએફ રૂપિયા ૫.૭૫ વધી રૂપિયા ૬૯૯.૪૦, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૨૭.૦૦ વધી રૂપિયા ૧૬૫૯.૮૦ તથા લોઢા ડેવલપર રૂપિયા ૧૦.૬૦ વધી રૂપિયા ૧૦૯૧.૧૦ રહ્યો હતો. 

રૂપિયામાં નબળાઈને પરિણામે આઈટી શેરોમાં આગેકૂચ જારી: ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ઊંચકાયા

રૂપિયામાં સતત નબળાઈને પરિણામે આઈટી સેવા નિકાસ ક્ષેત્રની કંપનીઓની આવકમાં વધારો થવાની ગણતરીએ પસંદગીના શેરોમાં લેવાલી જળવાઈ રહી હતી. ટીસીએસ રૂપિયા ૨૮.૬૦ વધી રૂપિયા ૩૨૨૦.૫૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૦.૨૦ વધી રૂપિયા ૧૫૭૮.૪૦, વિપ્રો રૂપિયા ૧.૩૫ વધી રૂપિયા ૨૬૦.૬૦, એચસીએલ ટેક રૂપિયા ૦.૮૦ વધી રૂપિયા ૧૬૭૩.૨૦ રહ્યા હતા. જોકે ઓરેકલ ફાઈન સર્વિ.રૂપિયા ૧૫ ઘટી રૂપિયા ૭૯૯૦.૦૦ બંધ રહ્યો હતો. 

એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહ: નેસ્લે, ઈમામી, પતંજલિ ફૂડસ વધ્યા જ્યારે એચયુએલ, આઈટીસી, ડાબરમાં કરેકશન

ફુગાવાના આંક જાહેર થવા પહેલા ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રના શેરોમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. નેસ્લે રૂપિયા ૨૩.૩૦ વધી રૂપિયા ૧૨૩૮.૩૦, ઈમામી રૂપિયા ૮.૬૫ વધી રૂપિયા ૫૩૯.૫૫, પતંજલિ ફૂડસ રૂપિયા ૨.૮૦ વધી રૂપિયા ૫૩૬.૮૫, મેરિકો રૂપિયા ૨.૩૫ વધી રૂપિયા ૭૨૭.૦૫ બંધ રહ્યો હતો. એચયુએલ રૂપિયા ૪૫ ઘટી રૂપિયા ૨૨૬૦.૬૦, ડાબર ઈન્ડિયા રૂપિયા ૬.૭૫ ઘટી રૂપિયા ૪૯૫.૦૦ તથા આઈટીસી રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૪૦૦.૧૦ બંધ રહ્યો હતો. 

નવેમ્બરના હોલસેલ વેચાણના આંકડા પ્રોત્સાહક રહેતા ઓટો શેરોમાં લેવાલી : અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ વધ્યા

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં  પણ ઓટોની હોલસેલ વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેતા ઓટો શેરોમાં લેવાલી નીકળી હતી. અશોક લેલેન્ડ રૂપિયા ૩.૫૩ વધી રૂપિયા ૧૬૩.૮૬, મધરસન  રૂપિયા ૧.૫૦ વધી રૂપિયા ૧૨૧.૩૦, ટીવીએસ મોટર રૂપિયા ૧૭.૮૦ વધી રૂપિયા ૩૬૫૫.૨૦, ટાટા મોટર્સ રૂપિયા ૦.૮૦ વધી રૂપિયા ૩૪૭.૪૫ બંધ રહ્યો હતો. ઓટો હેવીવેઈટ એમઆરએફ રૂપિયા ૧૦૧૦ ઘટી રૂપિયા ૧,૫૨,૫૫૦.૦૦ રહ્યો હતો. બજાજ ઓટો રૂપિયા ૩૮.૫૦ ઘટી રૂપિયા ૯૦૧૫.૦૦, હીરો મોટોકોર્પ રૂપિયા ૧૯.૫૦ ઘટી રૂપિયા ૫૯૬૦.૦૦ બંધ રહ્યો હતો. 

વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને કેબિનેટની મંજુરી મળતા વીમા ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ઉછાળો

વીમા ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઈને કેન્દ્રની કેબિનેટ મંજુરી આપતા ઘરઆંગણે આ ક્ષેત્રમાં વિદેશી મૂડી ઠલવાશે એટલું જ નહીં સ્પર્ધામાં વધારો થતા ગ્રાહક સેવામાં વધારો થશે તેવી ગણતરીએ વીમા કંપનીઓના શેરોમાં ઉછાળો આવ્યો હતો. એલઆઈસી ઈન્ડિયા રૂપિયા ૯.૨૫ વધી રૂપિયા ૮૬૭.૬૦, એસબીઆઈ લાઈફ ઈન્સ્યૂરન્સ રૂપિયા ૧૯.૦૦ વધી રૂપિયા ૨૦૨૫.૯૦, એચડીએફસી લાઈફ રૂપિયા ૨.૩૦ વધી રૂપિયા ૭૭૭.૫૦, જનરલ ઈન્સ્યૂરન્સ રૂપિયા ૭.૨૫ વધી રૂપિયા ૩૮૨.૩૫ રહ્યો હતો. 

વિદેશી રોકાણકારોની રૂ. ૧૧૧૪ કરોડની નેટ વેચવાલી  જ્યારે ડીઆઈઆઈની રૂપિયા ૩૮૬૮ કરોડની નેટ ખરીદી

શુક્રવારે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ)ની કેશમાં  રૂપિયા  ૧૦૯૭૯.૮૦ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૨૦૯૪.૦૨ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૧૧૪.૨૨ કરોડની વેચવાલી રહી હતી. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની રૂપિયા  ૧૫૬૧૬.૯૮ કરોડની ખરીદી સામે રૂપિયા ૧૧૭૪૮.૦૪ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૮૬૮.૯૪ કરોડની લેવાલી રહી હતી. ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો ઉછાળે સતત વેચવાલ જોવા મળી રહ્યા છે. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારો કેશમાં સતત વેચવાલ રહ્યા છે. 

Tags :