સેન્સેકસ 41000ને પાર પણ સ્મોલકેપ શેરોમાં થયેલી પીછેહઠ
- ૪૮ જેટલા સ્મોલ કેપ શેરોમાં સપ્તાહ દરમિયાન ૨૦ ટકા સુધીના ગાબડા નોંધાયા
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2019, શનિવાર
ફંડોની નવી લેવાલી પાછળ ગત સપ્તાહના અંતે શુક્રવારે સેન્સેકસે પુન: ૪૧૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી છે. પણ વેચવાલીના ભારે દબાણે ગત સપ્તાહમાં આગેવાન એવા ૪૮ સ્મોલ કેપ શેરોમાં ૧૦ થી ૨૦ ટકાના ગાબડા નોંધાયા હતા.
પસંદગીના સ્ટોક સ્પેસીફીક શેરમાં નવી લેવાલી પાછળ વિતેલા સપ્તાહમાં સેન્સેકસમાં ૧.૩૯ ટકા અને નિફટીમાં ૧.૩૮ ટકાનો સુધારો નોંધાયો હતો. જેના પગલે સેન્સેકસે ૪૧૦૦૦ની અને નિફટીએ ૧૨૦૫૦-૧૨૦૮૦ની સપાટી હાંસલ કરી હતી. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પીછેહઠ થઇ હતી.
વેચવાલીના દબાણ પાછળ સ્મોલ કેપ સેગમેન્ટમાં આલોક ઇન્ડ., કવોલિટી કોફી ડે, કોકસ એન્ડ કિંગ્સ, રિલાયન્સ નેવલ, એચડીઆઇ સહિત અન્ય શેરોમાં ૧૦ થી ૨૦ ટકાની પીછેહઠ જોવા મળી હતી.
આ ઉપરાંત બીએસઇ-૫૦૦ ઇન્ડેક્સમાં રાખેલ પીએનબી હાઉસીંગ, રિલા. કેપિટલ, યસ બેંક સહિત ૧૧ જેટલા શેરો ૨૦ ટકા સુધી તુટાય હતા.