Get The App

શેરબજારમાં ટ્રેડિંગથી માંડી એક્સયાપરી સુધીના નિયમોમાં કરાયા ફેરફારો, SEBI એ રજૂ કરી ગાઈડલાઈન

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં ટ્રેડિંગથી માંડી એક્સયાપરી સુધીના નિયમોમાં કરાયા ફેરફારો, SEBI એ રજૂ કરી ગાઈડલાઈન 1 - image


SEBI New Rules: માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફએન્ડઓ માર્કેટમાં વધી રહેલી સટ્ટાખોરીને ધ્યાનમાં લેતાં જોખમના નવા માપદંડો રજૂ કર્યા છે. ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા કન્સલ્ટન્ટ પેપરના આધારે હવે ઓપન ઈન્ટરેસ્ટની ગણતરી, પોઝિશન લીમિટ અને એક્સપાયરી નિયમોમાં મોટા ફેરફારો થશે. રિટેલ ટ્રેડર્સને થતાં નુકસાનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે ફેરફારો કરવામાં આવ્યા છે. સેબી ટ્રેડિંગ ગતિવિધિઓને મર્યાદિત કરવા માંગે છે પરંતુ તે જ સમયે માર્કેટની લિક્વિડિટી જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. નવા નિયમો સટ્ટાખોરી પર અંકુશ લગાવશે અને રિટેલ ટ્રેડર્સને તેમના જોખમોને વધુ સારી રીતે સમજવાની તક પણ આપશે.

1. ઓપન ઈન્ટરેસ્ટ (OI)ની ગણતરીઃ ફ્યુચર ઈક્વિલન્ટ તથા ડેલ્ટા આધારિત મોડલ લાગુ કરાશે. જેનાથી ડેરિવેટિવ્ઝની કિંમતોને બેઝ સિક્યુરિટી સાથે જોડી યોગ્ય પોઝિશનિંગને ચેક કરી શકાશે.

2. ઇન્ડેક્સ ઓપ્શન્સની કુલ મર્યાદાઃ ફેબ્રુઆરીમાં જારી કરાયેલા કન્સલ્ટેશન પેપરમાં, સેબીએ કહ્યું હતું કે આ મર્યાદા રૂ. 1,500 કરોડ હોવી જોઈએ. જો કે, ઈન્ડસ્ટ્રીની પ્રતિક્રિયા બાદ, તેને વધારીને રૂ. 10,000 કરોડ કરવામાં આવી છે.

૩. સિંગલ સ્ટોક પર MWPL (માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટ): હવે તે "ફ્રી ફ્લોટના 15%" અથવા "એવરેજ ડેઈલી ડિલિવરી વેલ્યૂના 65 ગણાં" - જે ઓછું હોય તે મુજબ નિર્ધારિત કરાશે.  FPIs અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે MWPL 30% સુધી મર્યાદિત છે. રિટેલ રોકાણકારો માટે MWPL મહત્તમ 10% છે.

આ પણ વાંચોઃ સોનામાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ

4. એક્સપાયરીની તારીખઃ એક્સપાયરીની તારીખ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે F&O એક્સપાયરી અઠવાડિયામાં ફક્ત બે દિવસ જ માન્ય રહેશે. એક્સપાયરીની તારીખમાં ફેરફારો માટે સેબીની મંજૂરી જરૂરી રહેશે. ખાસ કરીને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ જેવા નવા એક્સચેન્જ પ્લેયર્સ પર  તે અસર કરશે.

F&O માર્કેટના ટ્રેન્ડ

સેબીના જૂના સર્વે (2021-24) મુજબ, 93% વ્યક્તિગત ટ્રેડર્સને F&O માં નુકસાન થયું હતું. જોકે ઇન્ડેક્સ ઓપ્શન વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 15%નો ઘટાડો થયો છે, તે 2022 કરતાં 11% વધુ છે. વ્યક્તિગત ભાગીદારીમાં પણ વાર્ષિક ધોરણે 5%નો ઘટાડો થયો છે, પરંતુ 2022ની સરખામણીમાં હજુ પણ 34% વૃદ્ધિ દર્શાવે છે.

શેરબજારમાં ટ્રેડિંગથી માંડી એક્સયાપરી સુધીના નિયમોમાં કરાયા ફેરફારો, SEBI એ રજૂ કરી ગાઈડલાઈન 2 - image

Tags :