Get The App

સોનામાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
સોનામાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ 1 - image


Gold Price Today: શેરબજારમાં આકર્ષક ઉછાળો અને ડોલર ઈન્ડેક્સમાં પણ નજીવા ઉછાળાના પગલે કિંમતી ધાતુ બજારની તેજીને બ્રેક લાગ્યો છે. એમસીએક્સ સોનું બપોરના સેશનમાં 3.31 ટકા તૂટ્યું છે. એમસીએક્સ પર સોનું રૂ. 4000 તૂટી રૂ. 92500 થયું છે. જ્યારે એમસીએક્સ ચાંદી રૂ. 500થી વધુ તૂટી છે. અમદાવાદમાં રિટેલ 999 સોનાનો ભાવ આજે રૂ. 2500 ગગડી રૂ. 96000 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી રૂ. 1500 તૂટી રૂ. 95000 પ્રતિ કિગ્રા નોંધાઈ હતી.  

ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, યુક્રેન-રશિયા પણ શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો છે. અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું છે. જેથી બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન પરિબળોના પગલે સોનામાં કરેક્શનની શક્યતાઓને નકારી શકાય નહીં.

આ પણ વાંચોઃ હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો

એમસીએક્સ સોના-ચાંદીમાં કડાકો

એમસીએક્સ ખાતે આજે 5 જૂનનો સોનાનો વાયદો ઘટાડા તરફી ખૂલ્યા બાદ રૂ. 4000 સુધી તૂટ્યો હતો. સાંજના સેશનમાં એમસીએક્સ સોનાનો વાયદો 3933 રૂપિયા ગગડી રૂ. 92585 થયો હતો. ચાંદી રૂ. 2064 પ્રતિ કિગ્રા તૂટી 94665 (4 જુલાઈ વાયદો) પર ટ્રેડ થઈ રહી હતી. વૈશ્વિક સોનું 119.70 ડોલર તૂટી 3224.30 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી પણ રેડઝોનમાં ટ્રેડેડ હતી. ટેક્નિકલી ધોરણે સોનું રૂ. 94000-95000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહેવાનો આશાવાદ કોમોડિટી નિષ્ણાતે આપ્યો છે. તેની ટેકાની સપાટી રૂ. 90000 છે.

અમદાવાદમાં સોનું રૂ. 5500 સસ્તું થયું

અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનુ તેની રેકોર્ડ ટોચ રૂ. 1,01,500થી રૂ. 5500 સસ્તું થયું છે. શનિવારે ભાવ રૂ. 98500 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ઘટી આજે રૂ. 96000 પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદી ચોરસા રૂ. 96500 પ્રતિ કિગ્રા સામે રૂ. 1500 તૂટી રૂ. 95000 થઈ હતી. ગત સપ્તાહમાં જ સોનાના ભાવમાં રૂ. 2000નો ઘટાડો જોવા મળ્યો છે. 


સોનામાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ 2 - image

Tags :