Get The App

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત 1 - image


SEBI Fines And ban USA Trading Firm JS Group: ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અમેરિકાની કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેની રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે 3 જુલાઈના રોજ એક વચગાળાનો આદેશ આપતાં જેન સ્ટ્રીટ ગ્રૂપ અને તેની પેટા કંપનીઓ - JSI ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ., JSI2 ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. પર સ્ટોક માર્કેટ ગતિવિધિઓ કરવા પર રોક મૂકી છે. 

સેબીએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમમાં એકંદર વિશ્વાસ જાળવવા અને રોકાણકારોનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ સંસ્થાઓ પર ઇક્વિટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.

4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જેએસ ગ્રૂપની સંસ્થાઓ દ્વારા કથિત રૂપે ગેરરીતિ આચરી કરવામાં આવેલી રૂ. 4843 કરોડની કમાણીને જપ્ત કરવામાં આવશે. આ રકમ જમા કરવા માટે ભારતની કોમર્શિયલ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવા નિર્દેશ આપ્યો છે. સેબીની મંજૂરી વિના આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકાશે નહીં.

સેબીએ માર્ગદર્શિકા જાહેર

ડિપોઝિટરીને આદેશ આપવામાં આવ્યો છે કે, સેબીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ડેબિટ કરવામાં આવે નહીં. બેન્કો, કસ્ટોડિયન, ડિપોઝિટરીને તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી કરવા આદેશ છે. સેબીએ પોતાના આદેશમાં અમેરિકાની કંપનીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનાની અંદર કોન્ટેક્ટ બંધ કરી દે. જ્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપની ભારતમાં પોતાની કોઈપણ સંપત્તિમાં કાર્યવાહી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.

JS ગ્રૂપનો 45 દેશોમાં વેપાર

જેન સ્ટ્રીટ ગ્રુપ LLC ગ્લોબલ ટ્રેડિંગ કંપની છે. જે અમેરિકા, યુરોપ અને એશિયામાં પાંચ સ્થળો પર 3000થી વધુ કર્મચારીઓને રોજગાર આપે છે. જે 45 દેશોમાં 200થી વધુ સ્થળો પર વેપાર કરે છે. આ માર્કેટમાં ટ્રેડિંગની તકોની ઓળખ કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. કંપનીએ ભારતીય શેરબજારમાં પોતાની બિઝનેસ વ્યૂહનીતિનો દુરૂપયોગ કરી કરોડોની કમાણી કરી હતી. 

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં અશાંતિ: વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા વીસ ટન સોનાની ખરીદી

શું હતો કેસ

એપ્રિલ, 2024: સેબીએ મીડિયા રિપોર્ટ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં જેન સ્ટ્રીટ ગ્રૂપ સાથે સંકળાયેલા કાયદાકીય વિવાદનો ઉલ્લેખ હતો. તેના પર ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની માલિકીની રણનીતિઓનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ હતો. 

23 જુલાઈ, 2024: એનએસઈને કોઈપણ માર્કેટનો દુરૂપયોગ થયો હોવા મામલે JS ગ્રૂપની ટ્રેડિંગ ગતિવિધિઓની તપાસ કરવા આદેશ આપ્યો હતો.

ઓગસ્ટ, 2024: સેબીએ 20 ઓગસ્ટના જેએસ ગ્રૂપ સાથે વાતચીત કરી અને જેએસ ગ્રૂપે 30 ઓગસ્ટે પોતાની ટ્રેડિંગ કામગીરી વિશે માહિતી આપી હતી.

13 નવેમ્બર, 2024: JS ગ્રૂપ ટ્રેડિંગ એક્ટિવિટી પર એનએસઈ તપાસ રિપોર્ટ રજૂ કર્યો

ડિસેમ્બર, 2024: સેબીએ સાપ્તાહિક ઈન્ડેક્સ ઓપ્શન એક્સપાયરીના દિવસે ગેરરીતિ પકડી પાડી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમુક કંપનીઓ ટ્રેડિંગમાં ગેરરીતિ આચરી રહી છે. જે અન્ય ટ્રેડર્સ માટે જોખમ ઉભુ કરી રહી હતી. 

4 ફેબ્રુઆરી, 2025: અધિકારીઓેને જાણ થઈ હતી કે, જેએસ ગ્રૂપ સેબીના નિયમો વિરૂદ્ધ ટ્રેડિંગ કરી રહ્યું છે.

6 ફેબ્રુઆરી, 2025: સેબીના નિર્દેશાનુસાર, એએસઈએ જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને તેની સંબંધિત કંપનીઓને શૉ કૉઝ નોટિસ પાઠવી હતી. 

ફેબ્રુઆરી, 2025: જેએસ ગ્રૂપે 6 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 2025ના રોજ નોટિસનો જવાબ આપ્યો હતો.

15 મે, 2025: જેએસ ગ્રૂપે એનએસઈ દ્વારા શૉ કૉઝ નોટિસને અવગણતાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મોટા પ્રમાણમાં રોકડ સાથે હેરાફેરી કરતાં જોવા મળી હતી. આરોપો સાબિત થતાં સેબીએ કાર્યવાહી હાથ ધરી હતી.

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત 2 - image

Tags :