Get The App

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ 1 - image


SBI New Charges Effective Today: 15મી ઓગસ્ટથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા )SBI)એ ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (EPS) માટે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટના માટે હાલમાં કોઈ જ ચાર્જ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 25 હજાર રૂપિયાથી વધુના પેમેન્ટ પર 2 રૂપિયા અને 1 લાખ રૂપિયાથી વધુના પેમેન્ટ માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે.

ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસમાં ભારતના કોઈપણ શહેરમાંથી કોઈપણ વિસ્તારના બેન્ક એકાઉન્ટમાં 24 કલાક અને સાતેય દિવસ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ (EFT)ની સુવિધા આપવામાં આવે છે. આ સિસ્ટમમાં પેમેન્ટ કરવાની અને પેમેન્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ઓટોટેલરિંગ મશીન-એટીએમથી કરવામાં આવતા પેમેન્ટ માટે આ ચાર્જ લગાડવામાં આવશે. ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસને ફંડ ટ્રાન્સફરની સલામત સિસ્ટમ ગણવામાં આવે છે.

નવા ચાર્જ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ લાગુ થશે

એક લાખ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવા માટે ઓનલાઈન ચેનલથી કરવામાં આવનારા ફંડ ટ્રાન્સફર માટે 10 રૂપિયાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ત્રણેય ચાર્જ ઉપર ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) પણ લગાડવામાં આવશે. જો કે, બ્રાન્ચ મારફતે આ ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહીં. 15મી ઓગસ્ટથી નવા ચાર્જ લાગું થશે. સર્વિસ ચાર્જ તરીકે આ ચાર્જ વસૂલવામાં આવતા હોવાથી તેના પર જીએસટી પણ લાગુ થશે. પગારદાર ખાતેદારો પાસે ઓનલાઈન મની ટ્રાન્સફર માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. કોર્પોરેટ એકાઉન્ટ માટેના આ ચાર્જ આઠમી સપ્ટેમ્બરથી લાગું કરવામાં આવશે.

અત્યારે ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ, રેડિયમ કાર્ડ ધારક કે પછી સરકારી વિભાગો, સ્વાસય સંસ્થાઓ કે સ્ટેચ્યુટરી બોડીઓ દ્વારા કરવામાં આવતા ઓનલાઈન અને ઈમિડિયેટ મની ટ્રાન્સફર માટે કોઈ જ ચાર્જ લેવામાં આવતા નથી.

Tags :