સતત બે નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા S&Pની ધારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એશિયા પેસિફિકમાં ભારત તથા વિયેતનામની મજબૂત સ્થિતિ જ્યારે ચીનમાં નબળાઈ
મુંબઈ : એશિયા-પેસિફિક વિસ્તારમાં આર્થિક વિકાસની દ્રષ્ટિએ ભારત તથા વિયેતનામની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે જ્યારે ચીનના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે. વર્તમાન તથા આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારત સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર છે.
અલ નિનોને કારણે એશિયા પેસિફિક વિસ્તારમાં ખાદ્ય પદાર્થોના ભાવ ખાસ કરીને ભારતમાં વધવાની સંભાવના છે. ડિસેમ્બર, સુધીમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં બીજા ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો આવવાની પણ ધારણાં મૂકવામાં આવી છે.
ઊર્જાના ઊંચા ભાવ સૌથી મોટા બૃહદ્ પડકારો તરીકે જળવાઈ રહેશે એમ એસએન્ડપીએ એશિયા-પેસિફિક માટેના આર્થિક આઉટલુકમાં જણાવ્યું છે. ૨૦૨૭માં ભારત તથા વિયેતનામ આ વિસ્તારના સૌથી ઝડપથી વિકસતા દેશો બની રહેવાની પણ અપેક્ષા વ્યકત કરાઈ હતી.
જો કે ચીનનો વિકાસ દર જે ૨૦૨૬માં ૪.૫૦ ટકા રહેવાની ધારણાં છે તે ૨૦૨૭માં ઘટી ૪.૩૦ ટકા રહેવા અંદાજ છે. વિયેતનામનો વિકાસ દર આગામી વર્ષમાં વધી ૭.૫૦ ટકા રહેવા ધારણાં છે.




