Get The App

જીડીપી, ફિસ્કલ ડેફીસીટ, કોર સેક્ટરના આંકડા નબળા આવતાં રૂપિયો ગબડયો : ડોલર ઉંચકાતાં ઝવેરી બજારમાં પણ કિંમતી ધાતુઓ ઉંચકાઈ

- અમેરિકામાંમ થેંકસ ગિવીંગના તહેવાર વચ્ચે વિશ્વ બજારોમાં વેપારો ધીમા તથા હોલીડે મુડ જેવી સ્થિતિ : ક્રૂડમાં નબળાઈ

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
જીડીપી, ફિસ્કલ ડેફીસીટ, કોર સેક્ટરના આંકડા નબળા આવતાં રૂપિયો ગબડયો : ડોલર ઉંચકાતાં ઝવેરી બજારમાં પણ કિંમતી ધાતુઓ ઉંચકાઈ 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં મજબૂતાઈ આગળ વધી હતી સામે ચાંદીમાં પણ આંચકા પચાવી ભાવ ફરી ઉંચા બોલાયા હતા. વિશ્વ બજારમાં  જોકે કિંમતી ધાતુઓ બેતરફી વધઘટ વચ્ચે અથડાઈ ગયાના સમાચાર હતા જ્યારે  ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરમાં નવો ઉછાળો દેખાતાં  તેની અસર સોના-ચાંદીના ભાવ પર પોઝીટીવપડયાનું બજારના જાણકારોએ  જણાવ્યું હતું.  

કરન્સી બજારમાં  આજે ડોલરના ભાવ રૂ.૭૧.૬૨ૈ વાળા રૂ.૭૧.૮૮ થઈ રૂ.૭૧.૭૪ બંધ રહ્યા હતા.  ડોલરના ભાવ આજે વધુ ૧૨ પૈસા વધ્યા હતા.  ભારતમાં જીડીપી, ફિસ્કલ ડેફીસીટ તતા કોર સેકટરના વિકાસના આંકડા નબળા આવ્યાના સમાચાર હતા તથા  તેની પાછળ રૂપિયો નબળો પડયાની ચર્ચા બજારમાં  સંભળાઈ હતી.કરન્સી બજાકમાં આજે યુરોના ભાવ ૧૩ પૈસા વધી ૭૮.૯૦થી ૭૮.૯૧ રહ્યા હતા.

  જોકે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૨.૫૬થી ૯૨.૫૭ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઉંચામાં  ૧૪૫૯.૭૦ ડૅોલર તથા નીચામાં ૧૪૫૫.૪૦ ડોલર રહી સાંજે ભાવ ૧૪૫૬.૩૦ થી ૧૪૫૬.૪૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૭૭૮૧ વાળા રૂ.૩૭૮૮૮ થઈ રૂ.૩૭૮૬૭ બંધ રહ્યા હતા.   જ્યારે  ૯૯.૯૦ના ભાવ રૂ.૩૭૯૩૩ વાળા રૂ.૩૮૦૪૦ થઈ રૂ.૩૮૦૧૯ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૩૪૫ વાળા રૂ.૪૪૩૯૫ થઈ રૂ.૪૪૩૭૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૪૩૫૦થી ૪૪૩૭૫ રહ્યા હતા જ્યારે કેશમાં  ભાવ આ ભાવથીઆશરે રૂ.૧૨૦૦થી ૧૨૫૦ ઉંચા રહ્યા હતા તતા જીએસટી સાથેના ભવા આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવ ઔંંશના ઉંચામાં  ૧૭.૦૦ ડોલર તથા નીચામાં ૧૬.૯૦ થઈ સાંજે ભાવ ૧૬.૯૫થી ૧૬.૯૬ ડોલર  રહ્યા હતા.  અમેરિકામાંમ થેંકસ ગિવીંગના તહેવાર વચ્ચે વિશ્વ બજારોમાં  વેપારો  ધીમા તથા  હોલીડે મુડ જેવી સ્થિતિ નીચા મળ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન,  પ્લેટીનમના ભાવ આજે સાંજે  ૮૯૮.૪૦થી ૮૯૮.૫૦  ડોલર રહ્યા હતા.

જ્યારે  પેલેડીયમના ભાવ આજે સાંજે  ઔંશના ૧૮૪૩થી ૧૮૪૩.૧૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં  આજે ક્રૂડતેલના ભાવ પણ નરમ રહ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ આજે લસાંજે બેરલદીઠ ૬૩.૩૫થી ૬૩.૪૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ સાંજે  ૫૮.૦૦થી ૫૮.૦૫ ડોલર રહ્યા હતા. 


Tags :