ડોલર સામે રૂપિયો વધુ ગબડયો: ઈન્ટ્રા-ડે 81ની સપાટી ગુમાવી

- ઉંચામાં રૂ.૮૧.૨૫ બતાવી ડોલર રૂ.૮૧ની અંદર બંધ આવ્યો:

- જો કે રૂપિયા સામે પાઉન્ડ તથા યુરોના ભાવ ઝડપી તૂટયા : ઉછાળે બેન્કોની વેચવાલી નિકળી


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરમાં રેકોર્ડ તેજી  આગળ વધતાં  ભાવ એક તબક્કે  રૂ.૮૧ની ઐતિહાસિક  સપાટી વટાવી  ગયા હતા.  શેરબજારમાં ઝડપી ઘટાડો  તથા વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ  કરન્સીઓ સામે  ડોલરનો  ઈન્ડેક્સ ઉછળતાં  ઘરઆંગણે   ડોલરમાં   રેકોર્ડ તેજી  આગળ વધી હતી સામે રૂપિયો વધુ ગબડી નવા નીચા  તળિયે  ખાબક્યો  હતો. ડોલરના  ભાવ રૂ.૮૦.૮૬  વાળા આજે  સવારે ૮૧.૦૯  ખુલી ઉંચામાં  ભાવ  રૂ.૮૦.૭૭ થઈ, ઘટીને ૮૧.૨૫ થઇ અંતે  રૂ.૮૦.૯૯ બંધ રહ્યો  હતા.

બજારમાં  ચર્ચાતી વાતો  મુજબ આજે  આરબીઆઈની  કહેવાતી  સુચનાથી  અમુક સરાકીર બેંકો ઉછાળે  ડોલર વેંચવા  નિકળી હતી અનવે  તેના પગલે ડોલરના ભાવ  રૂ.૮૧ની અંદર  બંધ રહ્યા હતા.   રૂપિયો  આજે ડોલર  સામે વધુ ૧૩  પૈસા તૂટ્યો હતો.   આ સપ્તાહમાં  રૂપિયો ઝડપી  તૂટતાં  સાપ્તાહિક ઘટાડામાં  દોઢ વર્ષનો રેકોર્ડ તૂટયો  હોવાનું બજારના  સૂત્રોએ  જણાવ્યું હતું.

આ સપ્તાહમાં  રૂપિયો ૧.૬૦ ટકા તૂટયો  છે તથા વિશેષ કડાકો  છેલ્લા બે દિવસમાં  જોવા મળ્યો  છે. અમુક  બેન્કરોના  જણાવ્યા મુજબ  આરબીઆઈ દ્વારા કરન્સી બજારમાં  મધ્યસ્થી  ઓકટોબરથી માર્ચના ગાળામાં  ધીમી  રહેવાની  શક્યતા છે એ જોતાં  ડોલર હજી વધુ ઉંચો જાય  તો નવાઈ નહિં  એવી ગણતરી   બજારમાં ચર્ચાઈ  રહી હતી.   

વિશ્વ બજારમાં   આજે ડોલરનો  ગ્લોબલ ઈન્ડેક્સ  વધુ ઉછળી ૧૧૨ની  સપાટી વટાવી   ઉંચામાં ભાવ  ૧૧૨.૩૪  થઈ  ૧૧૨.૧૪  રહ્યાના નિર્દેશો હતા.  અમેરિકામાં  વ્યાજ દર વધતા  રહ્યા છે  તથા હજી વધુ  વધવાની શક્યતા  બતાવાઈ  રહી છે.  ભારતમાં હવે  ડોલર  વધુ વધી  રૂ.૮૨  થવાની ભીતિ  જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં  આજે રૂપિયા સામે  ડોલરના ભાવ ઉછળી  રહ્યા હતા ત્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ   ૧૧૪ પૈસા તૂટી   ગયા હતા.   વિશ્વ બજારમાં  પણ ડોલર સામે  પાઉન્ડ  ગબડયાના   સમાચાર હતા. મુંબઈ બજારમાં પાઉન્ડના  ભાવ તૂટી નીચામાં  એક તબક્કે  રૂ.૯૦ની અંદર   ઉતરી  રૂ.૮૯.૬૯  થઈ છેલ્લે  રૂ.૯૦.૧૬  રહ્યા હતા. 

 રૂપિયા સામે  આજે યુરોપની  કરન્સી યુરોના ભાવ પણ ૬૫ પૈસા  ઘટી નીચામાં  ભાવ રૂ.૭૮.૮૪  થઈ રૂ.૭૯.૦૭  રહ્યા હતા.   ડોલર તથા યુરો  વચ્ચેનો ભાવ તફાવત  વધ્યો હતો.  જાપાનની કરન્સી  આજે રૂપિયા સામે  ૧.૩૪ ટકા તૂટી   હતી જ્યારે  ચીનની કરન્સી  રૂપિયા સામે   ૦.૭૦ ટકા વધ્યાના નિર્દેશો  બજારમાંથી  મળ્યા હતા.   

ભારતમાં ફોરેક્સ  રિઝર્વના આજે  બહાર પડેલા  આંકડામાં   ફોરેક્સ  રિઝર્વ વધુ  ૫.૨૧ અબજ  ડોલર ઘટયાના સમાચારની પણ  કરન્સી બજારમાં  રૂપિયાના ભાવ પર નેગેટીવ  અસર જોવા મળી હતી.  હવે આવતા  વિકમાં  રિઝર્વ બેંકની મળનારી મિટિંગમાં  વ્યાજ દરમાં  કેટલો વધારો  કરવામાં આવે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.

ફોરેક્સ રેટ    (રૂપિયામાં)

ડોલર

+૧૩ પૈસા

૮૦.૯૯

પાઉન્ડ

-૧૧૪ પૈસા

૯૦.૧૬

યુરો

-૬૫ પૈસા

૭૯.૦૭

City News

Sports

RECENT NEWS