Get The App

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો

- ફોરેક્સ રિઝર્વમાં તાજેતરના ઘટાડા પછી કરન્સી બજારમાં હવે રિઝર્વ બેન્ક કેવો વ્યુહ અપનાવે છે તેના પર બધાની નજર

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો 1 - image

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો બોલાઈ ગયો હતો. સરકારે હુંડિયામણ બચાવવા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી કર્યાના સમાચાર છતાં મુંબઈ કરન્સી બજારમં આજે રૂપિયો વધવાના બદલે વધુ તૂટી જતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૫.૬૪  વાળા આજે સવારે રૂ.૯૫.૬૦ ખુલી નીચામાં ભાવ એક તબક્કે રૂ.૯૫.૫૧ થયા હતા. 

જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં રૂ.૯૫.૮૧થી નવી ટોચ બતાવી રૂ.૯૫.૭૭ રહ્યા હતા. રૂપિયા સામે ડોલ રના ભાવ આજે વધુ ૧૩ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૪ ટકા તૂટયો હતો. 

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૨૫ ટકા વધી ઉંચામાં ૯૮.૫૪ રહ્યાના નિર્દેશો હતા. રિઝર્વ બેન્ક હસ્તક ફોરેક્સ રિઝ્રવ ભારતમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટયા પછી કરન્સી બજારમાં રિઝર્વ બેન્કની સક્રિયતા ઘટી છે. જો કે રૂપિયાને સપોર્ટ આપવા રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ ભરવા માટે વિચારણા થઈ રહી છે.અને આ દિશામાં હવે આરબીઆઈના સંકેતો પર બજારની નજર રહી છે.

 દરમિયાન, ડોલરના ભાવ ઉછળી રૂ.૯૬ નજીક પહોંચતા દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધુ વધવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઉંચા જતાં દેશમાં ઈમ્પોર્ટ બિલ તથા વેપાર ખાધ વધવાની ભીતિચ્ચ્ચે ઘરઆંગણાના કરન્સી બજારોમાં રૂપિયો બેકફૂટ પર જોવા મળ્યો છે. 

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૨૯.૬૨ તથા નીચામાં રૂ.૧૨૯.૩૨ થઈ રૂ.૧૨૯.૪૭ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૨૭ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૧૨.૦૨ થઈ રૂ.૧૧૨.૦૮ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૦૨ ટકા પ્લસમાં રહી હતી. જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૪ ટકા વધી હતી. મોડી સાંજે ડોલરના ભાવ રૂ.૯૫.૦૭ રહ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૫.૭૭

પાઉન્ડ

રૃા. ૧૨૯.૪૭

યુરો

રૃા. ૧૧૨.૦૮

યેન

રૃા. ૦.૬૧