Get The App

રિલાયન્સે ઈતિહાસ સર્જયો, 10 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી દેશની પહેલી કંપની બની

Updated: Nov 28th, 2019

GS TEAM

Google News
Google News
રિલાયન્સે ઈતિહાસ સર્જયો, 10 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી દેશની પહેલી કંપની બની 1 - image

નવી દિલ્હી, તા.28 નવેમ્બર 2019, ગુરૂવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડે આજે ઈતિહાસ રચી દીધો છે. કંપનીનુ માર્કેટ કેપ દસ લાખ કરોડ રુપિયાને પાર કરી ગયુ છે. આમ રિલાયન્સ ભારતની પહેલી દસ લાખ કરોડ રુપિયાની કંપની બની છે.

સવારે દસ વાગ્યે શેરબજારમાં કંપનીના શેરનો ભાવ 1579 રુપિયા ટ્રેન્ડ કરી રહ્યો હતો અને તે સમયે કંપનીની માર્કેટ વેલ્યુ દસ લાખ કરોડને પાર કરી ગઈ હતી. આ પહેલા 2018માં પણ રિલાયન્સ 8 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવનાર દેશની પહેલી કંપની બની હતી.

રિલાયન્સે ઈતિહાસ સર્જયો, 10 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી દેશની પહેલી કંપની બની 2 - image

બજારના જાણકારોનુ કહેવુ છે કે, આવનારા દિવસોમાં કંપનીના શેરમાં હજી પણ ઉછાળો જોવા મળશે.ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાના નિર્ણયથી રિલાયન્સની અ્ન્ય કંપની જીઓને રાહત મળી છે.જેનો ફાયદો પણ કંપનીને મળશે.

માર્કેટ વેલ્યુની રીતે રિલાયન્સ બાદ ટીસીએસ બીજા ક્રમે છે.જેની માર્કેટ વેલ્યુ હાલમાં 7.8 લાખ કરોડ છે.ત્રીજા ક્રમે રહેલી એચડીએફસી બેન્કની માર્કેટ વેલ્યુ 6.96 લાખ કરોડ છે.

Tags :