For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RIL 45th AGM : FMCG કારોબાર, ગીગા ફેક્ટરી અને ઉત્તરાધિકારીઓની જાહેરાત

Updated: Aug 29th, 2022

RIL 45th AGM : FMCG કારોબાર, ગીગા ફેક્ટરી અને ઉત્તરાધિકારીઓની જાહેરાત

અમદાવાદ,તા.29 ઓગષ્ટ 2022,સોમવાર

ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે 45મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ રહી છે. મુકેશ અંબાણીના નેજા હેઠળની RILની આ AGMમાં મેટાવર્સની બ્રોડર અને ઇન્ટરેક્ટિવ 3D દુનિયામાં આજે શેરધારકોને સંબોધિત કરશે.

મુકેશ અંબાણી સ્પીચ Live : 


- 45 વર્ષના અકબંધ વિશ્વાસ માટે રિલાયન્સ પરિવાર તરફથી દરેક રોકાણકારોને આભાર

- વડાપ્રધાન મોદીના 2047માં ભારતને વિકસિત બનાવવાના લક્ષ્યાંક સાથે રિલાયન્સ તાલથી તાલ મિલાવવા તૈયાર

- દેશના નિકાસમાં રિલાયન્સનો ફાળો 8.4%

- રિલાયન્સ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર કંપની

- 100 અબજ ડોલરની આવક ધરાવતી દેશની પ્રથમ કંપની

- 2.32 લાખ લોકોને રિલાયન્સે રોજગારી આપી

Jioના પરફોર્મન્સ પર અંબાણી.....

- 421 મિલિયન બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર

- એક વર્ષમાં ડેટા વપરાશ બમણો થયો

- ભારત ડિજિટલ ક્રાંતિના રાહે ઝડપથી આગળ વધી રહ્યું છે

- 73,000 સ્ટાર્ટઅપ દેશમાં ઉભા થયા

- આ સ્ટાર્ટઅપોને 63 અબજ ડોલરનું રોકાણ મળ્યું

- સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મહત્તમ સપોર્ટ કરવાનો જિયોનો લક્ષ્યાંક

5Gનો રોડમેપ

- 4Gની રાહે જ 5G આગળ વધારાશે

- સૌથી ઝડપી, ઝંઝટમુક્ત અને સસ્તી નેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક 

- Jio 5G દેશનું True 5G હશે

દિવાળીમાં Jio 5Gનો શુભારંભ :

- દિલ્હી, કોલકત્તા અને ચેન્નાઈમાં શરૂઆતી ધોરણે 5G લોન્ચ કરાશે

- દર મહિને નવા શહેરો ઉમેરાશે

- ડિસેમ્બર, 2023 સુધી સમગ્ર દેશમાં 5G કનેક્ટિવિટી પહોંચાડવાનો લક્ષ્યાંક

- 18 મહિનામાં દેશના દરેક ખૂણે પહોંચશે જિયોનું 5G

- ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવામાં જિયો ભારતને વિશ્વના ટોપ-10માં સામેલ 

- રિલાયન્સ જિયો કંપની ફાઇવ-જી સર્વિસ શરૂ કરવા માટે રૂ. 2 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે 

- જિયો ફાઇવ-જી એ સમગ્ર વિશ્વમાં સૌથી એડવાન્સ ફાઇવ-જી નેટવર્ક બનશે

- અનપેરેલેડ્ડ ડિજિટલ  એક્સપ્રિરિયન્સની સાથે જિયો 10 કરોડ ઘરોને જોડશે

AGMમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે, દર ત્રણમાંથી બે નવા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોએ JioFiber પસંદ કર્યું. JioFiber હવે 7 મિલિયનથી વધુ કનેક્ટેડ જગ્યાઓ સાથે ભારતમાં નંબર વન FTTX સર્વિસ પ્રોવાઇડર છે.

તેઓ ઉમેરે છે, "Jio ભારતને ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવામાં વૈશ્વિક સ્તરે ટોચના દસમાં સામેલ કરવામાં સક્ષમ બનાવશે."

5G સર્વિસની જાહેરાત 

રિલાયન્સ જિયો દ્વારા ફાઇવ-જી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. મુકેશ અંબાણીએ Jio 5G સેવાઓની જાહેરાત કરી: 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, અમે હવે નાટકીય રીતે વિલંબિતતા ઘટાડીને બ્રોડબેન્ડ સ્પીડ, નેટવર્ક ક્ષમતા અને કનેક્ટેડ યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શકીએ છીએ.

1- કનેક્ટિવિટી સર્વિસમાં સુધારો

2 - હાઇ-ક્વોલિટી સર્વિસ

3 - બ્રાન્ડ ક્વોલિટી સર્વિસ

4 - સ્માર્ટ સેન્સર શરૂ કરશે

5 - નોન- સ્ટેન્ડએલોન ફાઇવ-જી સર્વિસ

6 - પ્રત્યેક 3માંથી બે ઘરોમાં જિયો ફાઇબલનો ઉપયોગ

7 - ફાઇવ-જી સર્વિસનો ઉફયોગ બ્રોડબ્રેન્ડ સર્વિસની માટે થશે

8 - જિયો ફાઇવ-જી દુનિયાના સૌથી મોટા એડવાન્સ નેટવર્ક બનશે

9 - જિયો સ્ટેન્ડએલોન ફાઇવ-જીનો ઉપયોગ કરાશે

10 - જિયો 5G એ દરેક રીતે રિયલ 5G બનશે

11 - જિયોના ઓપ્ટિક ફાઇબર નેટવર્ક 11 લાખ KMનો છે

Jio Airfiber :

- આ ડિવાઈઝ થકી વાઈફાઈ હોટસ્પોટ અપાશે

- વાયરલેસ કનેક્ટિવિટી આપવામાં આવશે

- ઘર અને ઓફિસ બંને જગ્યાએ લગાડી શકાશે આ Jio Airfiber

- એક સાથે અનેક એન્ગલથી બતાવાશે વીડિયો અને Live પ્રોગ્રામ

- મેચ સહિતના પ્રોગ્રામની સાથે મિત્રો-સબંધીઓ સાથે Live Video Call પણ ફોન કે ટીવી થકી થઈ શકશે

જિયોનું કોલક્વોમ સાથે ટાઇ-અપ

- સિસ્કો,, એરેક્શન, સેમસંગ, નોકિયા બાદ હવે જિયોનું કોલક્વોમ સાથે જોડાણ  

- જિયોએ કોલક્વોમ સાથે જિયોના ટાઇઅપની જાહેરાત કરાઇ

રિલાયન્સ રિટેલ અંગે મુકેશ અંબાણી....

- રિલાયન્સ રિટેલને 2 લાખ કરોડની આવક સિદ્ધિ માટે મેનેજમેન્ટને અભિનંદન

- ટોચની 10 રિટેલ કંપનીઓમાં રિલાયન્સ રિટેલનો સમાવેશ

જિયોનું ક્વોલકોમ સાથે ટાઇ-અપ

- સિસ્કો,, એરેક્શન, સેમસંગ, નોકિયા બાદ હવે જિયોનું ક્વોલકોમ સાથે જોડાણ  

- જિયોએ ક્વોલકોમ સાથે જિયોના ટાઇઅપની જાહેરાત કરાઇ

- બંનો સાથે મળીને ફ્લાઉડ ઇન્ફ્રા ડેવલપ કરશે

- જિયો કંપની ક્વોલકમ સાથે મળી મળીને ક્લાઉડ ઇન્ફ્રા ડેવલપ કરશે

- 5G સોલ્યુશન્સ મુદ્દે જિયો સાથે કામગીરી કરશે

દરરોજ 6 લાખ ઓર્ડર ડિલિવર કરી રહ્યું છે RIL રિટેલ : ઈશા અંબાણી

- આ વર્ષે નવા 2500 સ્ટોર્સ શરૂ કર્યા

- આ વર્ષે 1.50 લાખ સાથે કુલ રોજગાર સર્જન 3.60 લાખથી વધુ થયું

- આજે રિલાયન્સ સાથે 1 કરોડ મર્ચન્ટ જોડાયેલા છે

- આ વર્ષે વધુ 20 લાખ મર્ચન્ટ જોડાયા

રિલાયન્સ જિયોમાર્ટ હવે તમારા આંગળીના ટેરવે

- જિયોમાર્ટનું Whats App સાથે જોડાણ

- ઈશા અંબાણીએ ટ્રાયલ રન કરીને બતાવ્યું

- Whats Appમાં જ તમામ પ્રોડકટો ઓર્ડર કરી શકાશે : ઈશા અંબાણી

- રિલાયન્સ ડિજિટલ 8700 સ્ટોર્સ સાથે 7000 જિલ્લામાં વ્યાપ ધરાવે છે

- 93% ઓર્ડર 6 કલાકમાં ડિલિવર થવાની R Digitalની સિદ્ધિ

O2C બિઝનેસ વિશે અંબાણીનું નવું એનર્જી વિઝન....

- ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં કેજી-ડી6નું 30 ટકા યોગદાન

- 5,00,000 લાખ કરોડની વાર્ષિક આવક સામે રૂ. 50,000 કરોડનોEBITD

- આગામી પાંચ વર્ષમાં 75,000 કરોડના રોકાણની યોજના

- દહેજ ખાતે PTA પ્લાન્ટ 

- કાર્બન ફાઇબર, 20,000 મેટ્રીક ટન વાર્ષિક ક્ષમતા

- વર્ષ 2024 સુધીમાં કાર્બન ઝીરોની પ્રતિબદ્ધતા 

- વિશ્વને કાર્બનમુક્ત કરવા માટે દર વર્ષે 5 લાખ કરોડ ડોલરની જરૂર

અંબાણીએ કરી નવી ગીગા ફેક્ટરીની જાહેરાત :

- ગત વર્ષે રિલાયન્સે ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સની જાહેરાત કરી હતી

- ન્યુ એનર્જી માટે  એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભી કરાશે

- 45મી વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ નવી ગીગા ફેક્ટરીની જાહેરાત કરી

- પાવર ઈલેક્ટ્રોનિકસ માટે નવી ગીગા ફેક્ટરીની જાહેરાત

- આ યુનિટ સ્થાપવા માટે ઘણા વૈશ્વિક ખેલાડીઓ વાટાઘાટો

- 2023માં રિલાયન્સ બેટરી પેક બનાવતી થશે

ત્રણ કારોબારના ઉત્તરાધિકારીઓની જાહેરાત :

- મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભાની સ્પીચના અંતે ત્રણ મુખ્ય કારોબાર જિયો, રિટેલ અને એનર્જી કારોબાર માટે ત્રણ અનુક્રમ ઉત્તરાધિકારીઓ આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીની જાહેરાત કરાઈ છે.

- આ સિવાય અંબાણીએ સૌથી વધુ આશાસ્પદ રિલાયન્સ જિયો અને રિટેલના IPO સાથે વેલ્યુ અનલોકિંગ અંગે આશ્વાસન આપ્યું કે તેઓ આગામી વર્ષે ચોક્કસથી શેરધારકોને આ અંગે સારા સમાચાર આપશે.  


Gujarat