Get The App

ચલણમાં ન હોવા છતાં હજુ પણ બજારમાં છે આ ગુલાબી નોટ, દિવાળીની સફાઈ કરતાં મળે તો આ રીતે જમા કરાવજો

Updated: Oct 2nd, 2024

GS TEAM


Google News
Google News
2000 notes Circulation


2000 Notes Circulate In the Market: RBI દ્વારા 2000ની નોટ પાછી ખેંચવાની કવાયત હાથ ધરાયાને દોઢ વર્ષ થયુ હોવા છતાં હજી બજારમાં રૂ. 7117 કરોડના મૂલ્યની 2000ની ચલણી નોટ ઉપલબ્ધ છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023 સુધીમાં તમામ બેન્કોમાં રૂ. 2000ની નોટ જમા કરાવવાનો આદેશ હતો. ત્યારબાદથી લોકોને સવલત મળી રહે તમામ નોટ પાછી તે હેતુ સાથે આરબીઆઈની 19 ઈશ્યૂ ઓફિસમાં નોટ જમા કરાવવાની સુવિધા આપી રહી છે.

આરબીઆઈના તાજેતરમાં જારી કરાયેલા ડેટા અનુસાર, આરબીઆઈ પાસે અત્યારસુધીમાં 2000ની 98 ટકા નોટ બજારમાંથી પાછી આવી ગઈ છે. હજી 2 ટકા અર્થાત રૂ. 7117 કરોડના મૂલ્યની નોટ બજારમાં સર્ક્યુલેટ છે. 

આ પણ વાંચોઃ ઈરાનના ઈઝરાયલ પર હુમલા વચ્ચે સૌથી વધુ ટેન્શનમાં શેરબજારીયા, જાણો કાલે શું થઇ શકે?

2000ની નોટ જમા કરાવવાની તક

જો દિવાળીની સાફ-સફાઈમાં તમારા ઘરમાંથી પણ 2000ની નોટ મળી આવે તો તમે તેને આરબીઆઈની નિર્ધારિત 19 ઈશ્યૂ ઓફિસમાં ઉપરાંત પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકશો. ઉલ્લેખનીય છે, બેન્ક ખાતુ ધરાવતા લોકો એક સમયે એકસામટી રૂ. 20000ના મૂલ્યની 2000ની નોટ જમા કરાવી શકે છે. બેન્ક ખાતુ ન હોય તો તેઓ એકસમયે 2000ની એક જ નોટ વટાવી શકે છે. 

આરબીઆઈની 19 ઈશ્યૂ ઓફિસમાં અમદાવાદની આરબીઆઈ, બેંગ્લુરૂ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, હૈદરાબાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરૂવનંતપુરમ સામેલ છે.

ચલણમાં ન હોવા છતાં હજુ પણ બજારમાં છે આ ગુલાબી નોટ, દિવાળીની સફાઈ કરતાં મળે તો આ રીતે જમા કરાવજો 2 - image

Tags :