Business

લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા

By GS Team
2 Jun 20263 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય મહત્વની બેઠક આજથી એટલે કે, મંગળવાર 3 જૂનથી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને દેશમાં મોંઘવારીની ચિંતાઓ વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની સમિતિ વ્યાજ દરો અંગે અંતિમ નિર્ણય લેશે, જેની જાહેરાત 5 જૂન શુક્રવારના રોજ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા

RBI MPC Meeting 2026 Will Loan EMI Rates Change : ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય મહત્વની બેઠક આજથી એટલે કે, મંગળવાર 3 જૂનથી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને દેશમાં મોંઘવારીની ચિંતાઓ વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની સમિતિ વ્યાજ દરો અંગે અંતિમ નિર્ણય લેશે, જેની જાહેરાત 5 જૂન શુક્રવારના રોજ કરવામાં આવશે.

આ વખતે સામાન્ય જનતાને રાહત મળશે કે નહીં?

પીટીઆઈ (PTI) ના એક સર્વે અનુસાર, આ વખતે સામાન્ય જનતાને લોનની EMIમાં રાહત મળવાની આશા ઘણી ઓછી છે. સર્વેમાં સામેલ 11 અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, RBI આ વખતે રેપો રેટ (વ્યાજ દરો) માં કોઈ ફેરફાર નહીં કરે, અને તેને વર્તમાન સ્તર પર જ જાળવી રાખશે. બીજી તરફ, 4 વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીના વધતા દબાણને જોતા સેન્ટ્રલ બેંક વ્યાજ દરોમાં 0.25% (25 બેસિસ પોઈન્ટ) નો વધારો પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આર્થિક વિકાસને ગતિ આપવા માટે RBIએ ગયા વર્ષથી અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 1.25% (125 બેસિસ પોઈન્ટ) નો ઘટાડો કર્યો છે. પરંતુ હવે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બેંક ખૂબ જ સંભાળીને પગલાં ભરી રહી છે. મુખ્ય મોંઘવારી દર હજુ પણ RBIના 4% ના લક્ષ્યાંકથી નીચે છે, તેથી બેંક પાસે ઇંધણના ભાવવધારાની અસરોની રાહ જોવાનો પૂરો સમય છે.

આ 3 મોટા ફેરફારોની રાખવામાં આવી રહી છે આશા

1. મોંઘવારીના અંદાજમાં વધારો (Inflation Forecast)

ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો અને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે, એવું માનવામાં આવે છે કે RBI નાણાકીય વર્ષ 2027 માટે છૂટક મોંઘવારી (CPI Inflation) ના અંદાજને 4.9% થી વધારીને 5.5% ની વચ્ચે કરી શકે છે. ઇકરા (Icra) ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરના મતે જૂનમાં મોંઘવારી 5% ની નજીક પહોંચી શકે છે.

2. GDP ગ્રોથ રેટના અંદાજમાં મામૂલી ઘટાડો

મિડલ ઇસ્ટમાં તણાવ અને મોંઘા ઇંધણને કારણે ભારતીય અર્થતંત્રની ગતિ પર થોડી અસર પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં નજીવો ઘટાડો કરી શકે છે.

3. રૂપિયાને ગગડતો અટકાવવા પર નજર

અમેરિકી ડોલર સામે રૂપિયામાં થયેલા મોટા ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંક ખાસ પગલાં ભરી શકે છે. લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટ સચ્ચિદાનંદ શુક્લાના જણાવ્યા અનુસાર, બજારની નજર એ વાત પર રહેશે કે, રૂપિયાને સ્થિર રાખવા અને માર્કેટમાં લિક્વિડિટી (રોકડ) જાળવી રાખવા માટે RBI શું જાહેરાત કરે છે.

વર્ષના અંત સુધીમાં વ્યાજ દરો વધી શકે છે

જો આ અઠવાડિયે વ્યાજ દરોમાં ફેરફાર ન થાય, તો પણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે, આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરો વધી શકે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઇન્ડિયાના રિસર્ચ હેડ અનુભૂતિ સહાયનું કહેવું છે કે, ઘરેલું સ્તરે મોંઘવારીનું જોખમ વધી રહ્યું છે અને વૈશ્વિક બોન્ડ યીલ્ડ પણ ઊંચી છે. કેટલાક એશિયાઈ સેન્ટ્રલ બેંકોએ પહેલાથી જ દરોમાં વધારો કરીને ચોંકાવ્યા છે. જો કોમોડિટી અને રૂપિયા પર દબાણ ચાલુ રહેશે, તો આ વર્ષે વ્યાજ દરોમાં 0.25% થી 0.50% સુધીનો વધારો જોવા મળી શકે છે.