Business

પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ વધ્યા મથાળેથી ૭૦૩ પોઈન્ટ ઘટીને અંતે ૭૭૧૦૦

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
મહોરમના કારણે આજે શેરબજાર બંધ રહેશે. ગઈકાલે, ઈરાન-અમેરિકા યુદ્ધ અને ક્રૂડના ભાવ ઘટતા વૈશ્વિક બજારોની સકારાત્મક અસર ભારતીય બજારો પર જોવા મળી. સેન્સેક્સ 109.25 પોઈન્ટ વધીને 77100.47 અને નિફ્ટી 34.35 પોઈન્ટ વધીને 24056 પર બંધ રહ્યો હતો. FPIs/FIIs દ્વારા રૂ. 384 કરોડની ખરીદી થઈ, જ્યારે IT શેરોમાં વેચવાલી અને ઓટો શેરોમાં તેજી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ વધ્યા મથાળેથી ૭૦૩ પોઈન્ટ ઘટીને અંતે ૭૭૧૦૦
  • મહોરમ નિમિતે આજે-શુક્રવારે શેર બજારો બંધ રહેશે
  • નિફટી ૩૪ પોઈન્ટ વધીને ૨૪૦૫૬ : આઈટી શેરોમાં વેચવાલી : ઓટો શેરોમાં તેજી : FPIs/FIIની રૂ.૩૮૪ કરોડની ખરીદી
    મુંબઈ : વૈશ્વિક મોરચે ઈરાન-અમેરિકા યુદ્વ અંત તરફ આગળ વધી રહ્યું હોઈ અને બીજી તરફ અમેરિકામાં ટ્રમ્પ સરકારને ત્યાંની સંસદની લપડાકને લઈ ટેરિફ અને યુદ્વ બન્ને મોરચે હાર થયા જેવી સ્થિતિ અને ક્રુડ ઓઈલમાં હોર્મુઝ માર્ગે વહન શરૂ થઈ જતાં આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં પોઝિટીવ અસરે આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે તેજીનો દોર આગળ વધતો જોવાયો હતો. અલબત આવતીકાલે-શુક્રવારે ૨૬, જૂનના મહોરમ નિમિતે ભારતીય શેર બજારો બંધ રહેનાર હોઈ ફંડો, ખેલંદાઓએ રાતવાસો નહીં કરવાનું એટલે કે તેજીની પોઝિશન ઊભી નહીં રાખવાનું મુનાસીબ સમજી ઉછાળે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં આરંભિક મોટો ઉછાળો અંતે ધોવાયો હતો. સેન્સેક્સ આરંભમાં ૮૧૧.૯૬ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૭૮૦૩.૧૮ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ૭૦૨.૭૧ પોઈન્ટ ઘટી આવી અંતે ૧૦૯.૨૫ પોઈન્ટ વધીને ૭૭૧૦૦.૪૭ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ આરંભમાં ઉપરમાં ૨૪૨૬૧.૬૦ સુધી જઈ પાછો ફરી અંતે ૩૪.૩૫ પોઈન્ટ વધીને ૨૪૦૫૬ બંધ રહ્યો હતો.
    ઓટો ઈન્ડેક્સ ૧૩૩૭ ઉછળ્યો
    ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન-અમેરિકા યુદ્વ શરૂ થયું એ પહેલાના લેવલે આવી જતાં અને આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા ઘટાડાને લઈ આજે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. ટાટા મોટર્સ શેર રૂ.૨૦.૮૦ ઉછળીને રૂ.૪૩૨.૧૫ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧૭.૨૦ વધીને રૂ.૧૫૧.૭૦, અશોક લેલેન્ડ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૬૦.૭૦, મારૂતી સુઝુકી રૂ.૪૮૯.૬૫ વધીને રૂ.૧૩,૭૪૧.૭૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૫.૩૦ વધીને રૂ.૧૯૬૭.૯૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૩.૬૦ વધીને રૂ.૩૫૩.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૩૭.૪૩ પોઈન્ટ વધીને ૫૯૬૬૬.૯૬ બંધ રહ્યો હતો.
    કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી
    પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પાછલા દિવસોની આક્રમક તેજીમાં સતત ફંડોએ ઉછાળે નફો બુક કરવાનું પસંદ કરતાં આજે ભાવો ઘટી આવ્યા હતા. તેજીના વળતા પાણી થતાં જોવાયા હતા. કેઈઆઈ રૂ.૧૫૮.૦૫ ઘટીને રૂ.૫૨૬૧.૧૦, ટીમકેન રૂ.૧૦૬.૫૫ ઘટીને રૂ.૩૬૪૯.૯૦, ડાટા પેટર્નસ રૂ.૧૦૮.૩૫ ઘટીને રૂ.૪૫૧૦.૩૦, જયોતી સીએનસી રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૭૬૦.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૦.૪૪ પોઈન્ટ ઘટીને ૮૦૯૩૮.૦૭ બંધ રહ્યો હતો.
    મેટલ શેરો ઘટયા
    મેટલ-માઈનીંગ શેરોમાં પણ સતત ફંડોએ વેચવાલી કરતાં નવા ગાબડાં પડયા હતા. સોના અને ચાંદીના ભાવોમાં મોટું ધોવાણ ચાલુ રહેતાં વૈશ્વિક મંદીના એંધાણ અને નોન-ફેરસ મેટલની માંગ ઘટવાના અંદાજોએ ફંડો સતત વેચવાલ રહ્યા હતા. નાલ્કો રૂ.૧૬ તૂટીને રૂ.૩૩૨.૨૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૩.૬૦ ઘટીને રૂ.૫૧૮.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૧.૨૫ ઘટીને રૂ.૧૦૫૮.૯૦, હિન્દાલ્કો રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૯૫૨.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૫૬.૪૧ પોઈન્ટ તૂટીને ૪૦૦૬૫.૨૯ બંધ રહ્યો હતો.
    ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી
    ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા છતાં ઓઈલ-ગેસ કંપનીઓના શેરોમાં આજે વેચવાલી જોવાઈ હતી. ઓએનજીસી રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૩૩.૨૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૪૦૭.૫૦, બીપીસીએલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૩૦૯.૮૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૪૨.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૪૪.૬૬ પોઈન્ટ ઘટીને ૨૬૩૦૯.૮૩ બંધ રહ્યો હતો.
    આઈટી શેરોમાં ફંડો હળવા
    આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોએ આજે સપ્તાહના અંતે હળવા થવાનું પસંદ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે એઆઈ અને આઈટી ઉદ્યોગમાં થઈ રહેલા ઝડપી ડેવલપમેન્ટને લઈ ફંડોએ આજે ફરી નફાની તારવણી કરી હતી. મેપમાય ઈન્ડિયા રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૮૩૯.૧૫, રેટગેઈન રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૮૪૦.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૫.૯૧ પોઈન્ટ ઘટીને ૨૬૬૫૦.૯૧ બંધ રહ્યો હતો.
    DIIની રૂ.૫૭૪૭ કરોડની ખરીદી
    ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૮૩.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૭૪૭.૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
    રોકાણકારોની સંપતિ ઘટી
    સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા સાથે મોટો ઉછાળો ધોવાતાં અને એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓની નફારૂપી વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૨૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૫.૧૬ લાખ