For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈશ્વિક બજારોમાં ગોલ્ડ માઈનીંગ શેરોના ભાવમાં સપ્તાહમાં 20 ટકા સુધી ઉછાળો

ગોલ્ડ માઈનીંગ અને પ્રોડકશન ક્ષેત્રે સક્રિય કંપનીઓને તેમની રિઝર્વના ઊંચા ભાવ મળવાનો ફાયદો થવાની અપેક્ષા

Updated: Mar 18th, 2023

Article Content Image

મુંબઈ : વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા અને યુરોપના દેશોમાં બેંકિંગ, ફાઈનાન્શિયલ કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ ફંડો, ઈન્વેસ્ટરો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ગોલ્ડ-સોનામાં રોકાણ તરફ વળતાં વિશ્વ બજારમાં સોનાના ભાવમાં સતત તેજી આવી ઔંસ દીઠ ૨૦૦૦ ડોલરની નજીક પહોંચી જવા સાથે ભારતમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ.૬૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા છે. 

આ રેકોર્ડ તેજી વચ્ચે ગોલ્ડ માઈનીંગ અને પ્રોડકશન ક્ષેત્રે સક્રિય કંપનીઓને તેમની રિઝર્વના ઊંચા ભાવ મળવાનો ફાયદો થવાની અપેક્ષાએ વૈશ્વિક શેર બજારોમાં લિસ્ટેડ ગોલ્ડ માઈનીંગ કંપનીઓના શેરોમાં તોફાની તેજી આવી છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ,  આફ્રિકન શેર બજાર અને ઓસ્ટ્રેલિયન શેર બજારમાં ગોલ્ડ માઈનીંગ કંપનીઓના શેરોમાં ભાવો એક દિવસમાં ૮ ટકા સુધી અને છેલ્લા એક સપ્તાહમાં ૧૫ થી ૨૦ ટકા સુધી ઉછળ્યા છે.

ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ન્યુમોન્ટનો શેર શુક્રવારે ૧૭,માર્ચના ૫.૨૨ ટકા વધીને ૪૮.૧૭ ડોલર, બેર્રિક ગોલ્ડ કોર્પ ૪.૧૪ ટકા વધીને ૧૮.૧૨ ડોલર,  કિનરોસ ગોલ્ડ કોર્પ ૭.૮૩ ટકા વધીને ૪.૧૩ ડોલર, અગ્નિકો ઈગલ માઈન ૫.૫૦ ટકા વધીને ૫૦.૮૪ ડોલર, યામાના ગોલ્ડ ૫.૮૫ ટકા વધીને ૫.૭૯ ડોલર, ફ્રીપોર્ટ મેક્મોરન  અડધો ટકો વધીને ૩૬.૨૩ ડોલર, અલડોરાડો ગોલ્ડ ૪.૭૬ ટકા વધીને ૯.૯૦ ડોલર જેટલા પહોંચ્યા હતા. છેલ્લા અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી એક સપ્તાહમાં ૧૫ થી ૨૦ ટકા શેરોના ભાવો વધ્યા છે. જેમાં ગોલ્ડ ફિલ્ડ્સ લિમિટેડનો શેર ૧૮.૨૪ ટકા, અલડોરાડો ગોલ્ડ ૧૬.૨૦ ટકા,  હાર્મની ગોલ્ડ ૧૫ ટકા, કિનરોસ ગોલ્ડ કોર્પ ૧૨ ટકા, ન્યુમોન્ટ કોર્પ ૧૧ ટકા, બેર્રિક ગોલ્ડ કોર્પ ૧૦ ટકા, યામાના ગોલ્ડ ૭ ટકા વધ્યા છે. 

આ સિવાય આફ્રિકાના સ્ટોક એક્સચેન્જ જેએસઈ ખાતે લિસ્ટેડ ગોલ્ડ માઈનીંગ કંપનીઓમાં એંગ્લોગોલ્ડ એશાંતી ૬.૧૬ ટકા વધીને ૩૭૪૪૨ ઝેક(સાઉથ આફ્રિકન સેન્ટ/રેન્ડ), ગોલ્ડ ફિલ્ડ્સ ૪.૮૪ ટકા વધીને ૨૦૯૨૭ ઝેક, હાર્મની ગોલ્ડ ૪.૧૯ ટકા વધીને ૬૭૫૭ ઝેક બોલાયા હતા. જ્યારે ટોરન્ટો સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ સેન્ટીર્રા ગોલ્ડ એક ટકા વધીને ૮.૭૮ કેનેડિયન ડોલર, ફ્રાંન્કો-નીવેડા ૫.૦૪ ટકા વધીને ૧૯૭.૧૧ કેનેડિયન ડોલર, બીટુગોલ્ડ ૪ ટકા વધીને ૫.૦૨ ડોલર જેટલા બોલાયા હતા.


Gujarat